________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬ ) મરણના સ્તંભમાં પ્રેમી, કેરાં અશ્રુ હજી હશે;
એ અશ્રુ સ્વર્ગનાં મોતી, માટે અત્ર નહી દિસે. પ્રેમીના સ્તંભમાં દેવ, પુષ્પો નિત્ય ચઢાવતા;
એ પુ દેવના માટે, દૃષ્ટિમાં નથી આવતાં. પ્રેમી શબ્દ મટી જાય, પ્રેમ એક રહે સદા;
પ્રેમ ભેળે ભળે પ્રેમી, પાણીમાં જેમ શર્કરા. છાનેરૂપે પછી પોતે, પ્રેમીને સુખ આપવા
ઔષધીમાં અને અનેક પ્રવેશી થાય છે દવા. મ્હારા સંબંધીઓ સર્વે, હાર શક કરે નહી
કરેતે વિશ્વને દીલે, ફરીથી આવશે નહી. હું તું ની સર્વ જંજાળે, વિયેગોની તથા નદી,
ભેદીને બ્રહ્મને કાંઠે, પ્રેમોએ જાય છે હશી !
શો ? (ક૬)
સવૈયા છે. વાયુ વિના પથ જાતાં આવી, વ્હાણ સુગમ ચલવે ટ કોણ! હસ્ત વિના ગૃહી અધઃસ્થાનથી, આવી ઉંચે ચઢવે ઝટ કેણ! ચંદ્ર વિના ખરી મધ્ય રાત્રિમાં, આવી પ્રકાશ કરે ઝટ કેણ! રાત્રિ વિષે રવિ કિરણવિના એ, આવી તિમિર હવે ઝટકોણ! ૧ ગહન ગુફાના શ્યામ તિમિરમાં, સૂર્ય બિંબ દર્શાવે કોણ! ખરે ઉન્ડાળે વિના વાદળે, વિમળ વારિ વરસાવે કોણ! આંખ્ય વિના પરિપૂર્ણ તેજમાં, પારસમણિ પરખાવે કોણ! ગૂઢ શોકની યુવાન વયમાં, હેત સાથ હરખાવે કેણ! ૨
For Private And Personal Use Only