________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
रहेंस्वात्मसाधनशुंकयु ! (३२)
હરિગીત. દીધાં નહીં કંઈ દાન જઈને, દામ આપ્યા નાટક,
વૃત્તિ કરી નાદાનમાં, પરમાર્થ પંથે ના ટકે, કીધાં નહીં કંઈ તીર્થ તરૂણી–તીર્થમાં પગલું ભર્યું,
જગમાંહી જનમી જીવડા! હે, સ્વાત્મસાધન શું કર્યું ! ૧ કીધાં નહીં પ્રભુ ગાન ને, શૃંગારનું ગાયન કર્યું, માન્યું નહી પ્રભુ વચન જીવડા ! વચન વનિતાનું વર્યું; ધાર્યું નહી પ્રભુ ધ્યાન પ્રાણ, ધ્યાન દીકરામાં ધર્યું;
જગમાંહી જન્મી જીવડા ! હેં, સ્વાત્મસાધન શું કર્યું.! ૨ ધન માલ કેરી ધમાલમાં તું, દિવસ રાત્રી દેડતે,
જાતી તણું કઈ જમણ માટે, જર અતિશય જેડતે; સગ્રંથ પંથની પાછળે, નવ ડેઢીયું હું વાપર્યું,
જગમાંહી જન્મી જીવડા ! હેં સ્વાત્મસાધનશું કર્યું.૩ તીર્થાદિના તટ પ્રિય નથી, છે પ્રિય તટ પ્રમદાદિના, તીર્થાદિના તટ પ્રિય નથી, છે પ્રિય કુચ તટ નારીના, આ લેકમાં સુખ ના મલ્યું, પરલોક સુખ પણ પરહર્યું; જગમાંહી જનમી જીવડા!હે સ્વાત્મસાધનશું કર્યું! ૪ નથી આણું દિલમાં દાક્ય, દીનજન દુઃખ ભૂખે ટળવળે, નિજ જ્ઞાતિ કેરા બધુઓ, કંગાળ ફરતા સ્થળ સ્થળે; બિન સહાયને ન સહાય દીધી, દુ:ખ દેખી ન અણુ ખર્યું,
જગમાંહીં જનમી જીવડા ! હે, સ્વાત્મ સાધન શું કર્યું ! ૫ ત્રણ ચાર વર્ષની દીકરીને, કૈક જન પરણાવતા; મનમાનતા લઈ દામ, કાષ્ટ માંકડું વળગાડતા; એવા રિવાજ નિવારવા, નવ સ્વપ્નમાંહી કાંઈ સ્મકું?, જગમાંહી જનમી જીવડા ! હે, સ્વાત્મસાધન શું કર્યું.! ૬
For Private And Personal Use Only