________________
www.kobatirth.org
નર્
પોતાના આનંદ કરચરણાદિકના ચેષ્ટા કિવા અવ્યક્ત હાસ્ય અથવા કિલકિલ વાણી વડે પ્રગટ કરે છે: વિવિધ રસના પરમાણુએના સંયોગથી નિર્માણ થયેલા માનવાના હૃદયમાં તે તેરસનાં ઝરણાં વહ્યાજ કરે છે, સર્વેનું જીવન ન્યૂનાધિક અંશે રસમય હોય છે. સહનશીલ મનુષ્યો લેાકાને હસાવે છે. પરાક્રમી સુભટા સમરાંગણમાં વીરરસનું પાન કરે છે. શૃંગારિક વાર્તામાં પોતાને જન્મ સફળ ગણે છે. કાણિક ખતા હંમેશાં કરૂણા રસમાં સ્નાત થઇ અન્ય જતાને તન્મય બનાવે છે. એમ અન્ય રસાની જાગ્રતી દરેક વ્યક્તિઓમાં ખીલેલી હોય છે. સામાન્યરીતે એકએક રસની મુખ્યતા દરેક મનુષ્ય જાતિમાં રહેલી હોય છે અને ગૌપણે બીજા રસ પણ રહે છે. એક રસને પાપક
જો રસ ન હોય તે તે સહાય વિના રહી શકતા નથી. એ બાબત દરેકને સ્વભાવસિદ્ધ હોય છે. કેટલીકવાર પાશ્ચાત્ય સંયોગ, સાધન સંપત્તિ, સંસર્ગ અને સમયાત્રિકને લઇ પોતાના જીવનનું અનેક પ્રકારે પરાવર્ત્તન થાય છે. કારણકે પોષ્ય, પોષક અને સાધન સંપન્નતા તેમાં મુખ્યત્વે ભાગલે છે. કવિઓ જ્યારે ભિન્ન ભિન્ન પ્રસંગોને લઇ પૃથક્ પૃથક્ ઋતુમાં તાક્ સૃષ્ટિનું સૌદર્ય નિહાળે છે અને નૈસગિક નિયમેાને અનુસરી યથાસ્થિત સાદર્થ દર્શાવવામાં ઉત્સુક થાય છે ત્યારે તત્કાલીન દસ્યોને ધ્યાનમાં લઈ ઇશ્વરની કૃતિરૂપે, કુદરતના નિયમરૂપે અને ઋતુએના સ્વભાવ પ્રમાણે વર્ણન કરે છે. તેમજ કવિતારૂપ સંપુટમાં મધુર રસ ભરી તેએ પિપાસુ જનેને પાન કરાવે છે. સૃષ્ટિ સાદર્યની એટલી બધી મનહરતા છે કે બહુ પ્રેમ પૂર્વક તેનું વહન કરવા કવિએ પ્રેરાય છે. માત્ર નેતાનું સ્વરૂપ ભિન્નભિન્ન પ્રકારે વિવેચન કરવામાં આવે છે. તેનું કારણ કવિએના સ્વભાવ બેગ્રસ્ત હોય છે. એકજ ચિત્ર ભિન્ન ભિન્ન ચિત્રકારને ચિતરવા આપ્યું હોય અને તેએ પાતાની ઇચ્છાનુસાર ચિતરી લાવે ત્યારે તે ચિત્રની આકૃતિ જોઇ વિજ્ઞ પુરૂષષ તરતજ સમજી જાય છે કે અમુક ચિત્રકારને અમુક ભાવ રૂચિકર હોય છે. પ્રાચીન મહા કવિઓની કૃતિનું અવલાકન કરી સાક્ષરવ વર્તમાન કાલમાં પણ તેમના મનોગત ભાવની પરીક્ષા સ્પષ્ટ રીતે કરી શકે છે. કવિ એ એક અલૌકિક અને નવીન કલ્પનાનું જીવન છે. તેના માનસિક વિચારોનું સ્વરૂપ તેજ કવિતા સમજવી. હર્ષ કે શાકના પ્રસંગે કવિઓનું હૃદય તદાકાર થાય છે. જેથી તેમના ઉદ્દગારામાં તે તે પ્રસંગે તદ્દ તદ્ ભાવે પ્રગટ થાય છે. અને તે રસાલકારને તેએ વ્યભિચરતા નથી.
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only