________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
પિતાની આંતરિક ગુપ્ત શક્તિઓના અનુભવ પૂર્વક તેમની પરીક્ષા માટે સામાછક લેકેને પરિચય વધારે છે. તે પ્રસંગે તેઓ યુકિતક વચન રચના વડે ગર્વના અંકુરાઓ પ્રક્ટ કરે છે. દરેક દેશવાસી કવિઓએ પોતાની કવિતાએમાં ઈચ્છાનુસાર આત્મિક વિચારો દર્શાવ્યા છે. કેટલીક કવિતાઓ એવી પણ રચેલી છે કે જેમની અંદર પિતાના સદાચારને સારી રીતે ચિતાર હોય છે, તદુપરાંત પોતાના યશોગાનમાં એટલા બધા ઉંડા ઉતરી જાય છે કે જાણે અન્ય કંઈ વનીય જ નથી. એવા કવિઓના વાગવિલાસથી તેમનું મિથ્યાભિમાન વાચક વર્ગના હૃદયમાં ખુલ્લી રીતે પ્રગટ થાય છે. તેવા કવિઓ
જ્યારે પોતાના વિરોધીઓને ઉદ્દેશ વચન પ્રહાર કરે છે ત્યારે તેઓ પોતાની મર્યાદાનું ભાન ભૂલી જાય છે. વળી કવિઓને પિતાના મુખે આત્મ પ્રશંસા કરવી અનુચિત ગણાય છે. તેમજ અસભ્ય વચને ઉદ્દગાર પણ તેમના મુખને દૂષિત કરે છે. પરંતુ સર્વ કવિઓ કંઈ તેવા હેતા નથી, સુજ્ઞ કવિએનાં વચનામૃત એવાં અસરકારક હોય છે કે અન્ય તરફ બીલકુલ પ્રવૃત્તિ પણ થતી નથી. જેમના પાનથી અમે કવિઓના આંતરિક ભાવ સાથે એક રસ થઈ જઈએ છીએ. અને તેવા કવિઓની જ્ઞાન શકિત જોઈ તેમની પર અમારી શ્રદ્ધા બહુજ અડગ રહે છે.
માનવ જાતિને જ્યારે હર કે શોક હૃદયમાં ભરાઈ આવે છે ત્યારે વાણું કિવા ચેષ્ટા દ્વારા બહાર મૂકે છે અને જો એમ ન થાય તે હેના હદય ને બહુ આઘાત લાગે છે એટલું જ નહીં પણ હેનું હૃદય બહુ મુંઝાય છે. શેકો આઘાત દૂર કરવા માટે લોકોમાં કેટલેક ઠેકાણે રૂદન કરવાને પ્રસંગ વ્યવહાર સિદ્ધ ગણાવામાં આવ્યો છે તે પણ કેટલેક અંશે ઉપયોગી છે. તેમજ હર્ષના પ્રસંગમાં હ ઘેલા લકે વ્યવહારમાં અનુપયોગી જોવામાં આવે છે. માટે તે સંબંધમાં પણ હર્ષના ઉદ્ગારેને વ્યય થે આવશ્યક છે. ચિરકાલનાં વિરહી સ્ત્રી પુરૂષ તથા મિત્રમંડળ જ્યારે પરસ્પર એકઠાં થાય છે ત્યારે પ્રથમ તો તેમનાં હૃદય બહુ હર્ષથી ભરાઈ જાય છે. જેથી કેટલાક સમય તેઓ રૂદ્ધકઠે બોલી પણ શકતાં નથી. પછી કેટલાક સમય વ્યતીત થયા બાદ તેઓ હૃદંગત હર્ષને પ્રગટ કરવા રૂદ્ધકઠે મંદમંદ વાણીને વિકાસ કરે છે. અને પરસ્પર એક બીજાના ભાવ નિવેદન કર્યા સિવાય હદય શાંત થતું નથી.
નાના બાળકે વ્યક્તિ વાણુને ઉચ્ચારવા અશક્ત હોય છે છતાં પણ તેઓ
For Private And Personal Use Only