________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૫ ) પહેલી સમજ ન પડી હતી, જાવું હતું ઉત્તર ભણી,
દિશ ભૂલથી દક્ષીણમાં, ચાલ્યા ગયા ઉત્તર ગણી; મુજ બ્રાત કેરા સ્થાન પ્રતિ, જાવા વિશદ વૃત્તિ ઠસી,
નૈકા અસ્વારી ચાલી છે, ભરસિધુમાંહી ધમધસી. ૪ આશાતણ ઘુઘવાટના, કલેલ મેટા ઉછળે,
જાણે ઘડીમાં ડૂબશે, તરણું પછી કોના બળે? વધુ મેહવર્ષા વરસતી, વીજળીરૂપી રૂપથી હસી,
નૈકા અમહારી ચાલી છે, ભરસિધુમાંહી ધસમસી. ૫ સૂર્ય સ્વરૂપી જ્ઞાનને, ઉજવળ પ્રકાશ જણાય ના,
અજ્ઞાનરૂપી રાત્રિમાં, નિજ પંથ પણ પેખાય ના; દશદિશ તિમિર છાઈ રહ્યું, પડતી નથી સમજણ કશી,
નૌકા અસ્વારી ચાલી આ, ભરસિધુમાંહી ધસમસી. ૬ નહીં સાહ્યકાર ખલાસી આ, મુંઝાઈ ગયે તે શું થશે?
પૂછું કયા જઈ પુરૂષને, શિવપંથ ઉત્તર કયાં હશે; ઈચ્છા છતાં બહુ ભાતની, લાગી ન હર્તી અળગી ખસી,
નૈકા અસ્વારી ચાલી આ, ભરસિધુમાંહી ધસમસી. ૭ સંશય સ્વરૂપ ભમરાવળે, હા શ્રવણપથ આવ્યા અતિ,
ઊગાર પ્રભુ ! ઊગાર સિન્ધ, તાર સાંભળીને સ્તુતિ; કારણ ગગનરૂપે ઉમિનાં, ઘનથી જણાય નહી શશી,
નેકા અસ્વારી ચાલી આ, ભરસિધુમાંહી ધસમસી. ૮ સુન્દર પ્રકાશ થઈ રહ્યો, અજ્ઞાનતમ ઉડી ગયું,
વર્ષો પવનની લહરનું, જે જેર તે અળગું થયું, સ્વાત્મ સ્વરૂપ ધ્રુવના ભણી, નૈકાતણું ગતિ વિલસી,
નૌકા અસ્વારી ચાલી આ, ભરસિધુમાંહી ધસમસી. ૯ આવા દુ:ખદ પરિતાપમાં, જન કેઈને આવી દયા,
મમ બધુ સમ દુઃખ કાપવા, મુજ રંકની સાલ્વે થયા;
For Private And Personal Use Only