________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭,
હરિગીત એ ચિત્ત હા કયાં ગયું, એ દિન હારા કયાં ગયા; અધ્યાત્મરસની ભાવના, કલ કયાં છુપી ગયા? * એ ઉઠતી નાભિથકી આનન્દ ધ્વનિ કયાં ગઈ નિશ્ચય થતે ના ચિત્તાથી, વ્યવસાયવાળા ચિત્તને. ચર્ચા ભલી એ તત્ત્વની, ઉપરામ પામી શાથકી; એ ભક્તિનાં મીઠાં ઝરણ, વહેતાં હતાં તે ક્યાં ગયાં? ભાનું કદિ પશ્ચિમમાં ઉગે, તથાપિ નહિ ટળે. સંક૯પ એ જે કર્યો, તેનું અરે! એ શું થયું? સંસાર માયા જાળના, કીડા બનાયું વા નહીં ને પૂજ્ય બુદ્ધિ હોય તે, પડઘા પડે ના શાથકી. વ્યવસાયમાં ગુંથાઈ, તેથી અરે ભૂલી ગયે; એ ઉત્તર દેવાય નહિ, જ્યાં પ્રેમ ત્યાં એ શું બને.
જ્યાં ડગમગે શ્રદ્ધા અને, સંબધ ઉપરથી થત; વિવેકની ખામી ઘણુ ત્યાં, ભૂલ ખામી કેટલી. જે જે થતું જે જે થશે, જે જે અરે! તે ભગવે, પરમાર્થના દાવાથકી, ઉપયોગ આ એ ખરે. ગત ઝિંદગી યાદિ કરી, વિવેકથી તું ચાલજે; જીવન સુધારી આમનું, પરમાર્થમાં તું લાગજે. તનમન અને ધનવાણીને, ઉપગ સારામાં કરે; બુધ્ધિ ચે તે હવે, પરમાર્થ જીવન ગાળજે.
અમદાવાદ, શ્રાવણ વદિ तत्त्वमसि.
હરિગીત – જે તું અરે તે હું અને જે હું અરે! તે તું અરે! એક બેનું થઈ રહ્યું ત્યાં, ભેદ શાને માન જ્યાં તું નહીં ત્યાં હું નહીં, જયાં હું રહે ત્યાં તું રોક
For Private And Personal Use Only