________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવ દીલને વિશ્વાસ પડતાં, દીલ બેવાતો કરે. અમ રૂઝવણું દીલમાં પડ્યા, સો ઘાવ સમતા ઔષધે, ધોળાં મળે છેળાં થકી ત્યાં, કાલીમા રહેતી નથી, જે દર્દ ટાળે. દીલનાં ના, દીલ તે દેખે નહીં, નિજ દિલને દેખે ખરા તે, વૈદ્ય જગમાં જીવતા. બેદિલને ના આપશે, નિજદિલ લાખ વાતથી. એ દિલ દરીઓ ખૂબ ઉંડે, સાર તેને છે તળે; એ દિલ દરિયાના તળેના, પાન્થ બનશું જ્ઞાનથી, રને ગ્રહીને આપવામાં, દાનીને દાની બનું. આ અમારા ઘરવિષે, સરકાર પુપ વધાવશું, શુભ ચિત્તની મીઠાઈના, નવથાળ ધરશું આગળે; નિજ શુદ્ધ અનુભવ સાર પીને, ખૂબ તમને પાઈશું, બુદ્ધચશ્વિશુભ આતિથ્યમાં, આનન્દની લીલા અને.
ૐ શાનિનકાર સંવત ૧૯૬૮ ચૈત્ર વદિ ૧૩.
પાદરા
खेदकारक मृत्यु
મલકાતા ચાલ હેલે પરભવવિષે, આજથી કેમ બધે! જાયું જાણ્યું અકળઘટના, કર્મથી એ બની છે; એચિતેરે નિજવપુ તજી, માર્ગે આગળ વહુ તું, આયુઃ કર્મ વધુ ઘરતજી, કેશરી ક્યાં ગયે તું. *વલસાડમાં શા. કેશરીચંદ ગુલાબચંદ નામના એક ગુરૂભક્ત જેન ગૃહસ્થ હતા, તેઓ વલસાડમાં જૈન ધર્મના કાર્યોમાં આગેવાની ભર્યો ભાગ લેતા હતા. તેમજ જૈન ગુરૂકુલ સ્થાપવા માટે તેઓએ વલસાડનાસંધની અનુમતિ કરાવી હતી. ત્યાં ચાલતી પાઠશાલા સ્થપાવવામાં પણ તેમનો હાથ હતા. તેઓ સ્વભાવે મળતાવડા અને જૈન ધર્મની શ્રદ્ધા સારી રીતે ધારણ કરતા તા. વલસાડના સંધમાં એમના મરણથી એક દીવ અસ્ત થયા છે.
For Private And Personal Use Only