________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઉચા હવે ગગન પથમાં, નિત્ય ચાલી જજે તું, પાછું વાળી નિરખ ન કદિ દ્રષ્ટિથી દેખ અશે. પૂછે દુષ્ટ ગ્રહણ કરવા, લાગ તાકે નિહાળી, સંભાળીને વિચર પથમાં, દુષ્ટને દાવ ટાળી. નીચો નીચો ઉતર ન કદિ, ખૂબ ઉંચે ચઢી જા, સાચા અંશુ પ્રભુ ગુણતણું, ભાસશે શીર્ષ ઉર્વે. જતાં ઝાંખી અનુભવતણી, પૂર્ણ વિશ્વાસ થાશે, ઉંચા માગે ગમન કરવા, જામશે પ્રેમધારા. લેભાત ના વિષય સુખમાં, સખ્ય સાચું જણાશે, એ પ્રેમીડા! ગમન કરવું, હારૂં છે સ્થાન ઉંચું.. હારા માટે સકલ રચના, સૂત્ર સિદ્ધાન્તની છે, દેખી તેને વિચર પથમાં, ભક્તિને વેગથી તું. આગે કેઈ ગગન પથમાં, કેઈ પૂઠે વહે છે; સાથે કેઈ ગગન પથમાં, સાથે ચાલે પ્રયત્ન હારા માર્ગે સુખદુખ રહ્યું, ખૂબ વિને રહ્યાં છે, શરે ચેતુ વિચર પથમાં, પૂર્ણ સિદ્ધિ થવાની. મહારા હોલા વિહગ વિચરે, સત્ય શિક્ષા કર્યું છું, સામગ્રી સે અહિંતુજ મળી, ઊડ ઉચે મઝાથી. આશારૂપી વિપથ તજીને, પંથ સીધે ગ્રહી લે, જ્ઞાની પંખી! સમય સમજી, ચેતા તે દક્ષતાથી; પૂર્ણનન્દી સહજ ફૂપથી શુદ્ધ ચૈતન્યસ્વામી, બુિધ્ધિ ” તું અનુભવ ગ્રહી, ચાલજે શુદ્ધ પળે.
ૐ શાન્તિઃ ૨. પાદરા. ૧૯૯૮ ફાગણ વદિ ૧૧ સોમવાર
For Private And Personal Use Only