________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૭૪]
કર્મચાગ તેઓને વાધિકારે આદરવા જોઈએ. જ્ઞાનશ્રદ્ધાબલે ધર્માચાસદાચાર આચર્યા છતાં કલ્યાણ કરનારા થાય છે. જ્ઞાન અને શ્રદ્ધા વિના આચાર આચરતાં છતાં આત્માનું કલ્યાણ કરી શકાતું નથી. જ્ઞાનવિના આચારમાં અંધતા પ્રાપ્ત થાય છે અને શ્રદ્ધા વિના આચારને આચરવામાં આત્મબળ રહેતું નથી. શ્રદ્ધા વિના આચારમાં એક સરખી પ્રવૃત્તિ થઈ શકતી નથી. સર્વધર્મોમાં–સર્વધર્મશાસ્ત્રોમાં આચારોને પ્રથમ ધર્મ કર્યો છે. સર્વ વ્યવહાનો આધાર આચાર છે. હજારો લાખો કરોડા વિચારોની મૂર્તિએ આચારે છે. લાખ કરોડે વિચારનું ફલ આવ્યા છે. આચારે વિના ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. કેટિવિચારે કરી કરીને તેઓને પણ આચારમાં મૂકવાની જરૂર રહે છે. વ્યવહારથી લોકોને આધાર આચાર છે. આત્માના ગુણ ખીલવવા માટે સ્વયેગ્ય આચારને આચરા અને નકામા તર્કો કરવાના છેડી દે. હૃદયવિના આચારોની આચરણ થઈ શકતી નથી; વ્યક્તિબલ, જ્ઞાતિબલ, સમાજબલ, સંઘબલ અને દેશબલને વધારવા માટે સર્વ મનુષ્યએ વ્યાવહારિક આચારને અને ધાર્મિકાચારેને સેવવા જોઈએ. ત૭ ૩ઘતિષ્ઠાનE-તર્કો, યુકિત કરવાથી ઠેકાણે ઠરવું થતું નથી. લાખે ભાષણ આપનારા કરતાં સદાચારનિષ્ઠ એક મનુષ્ય જેટલું સ્વપરનું શ્રેય કરી શકે તેટલું અન્ય કોઈ કરી શકતું નથી. જ્ઞાન શ્રદ્ધાપૂર્વક સદાચારસ્થિતમનુષ્યોને નિપાત-નાશ થતું નથી. દેશકાલાનુસારે ધર્માદિકના સદાચારોમાં ધર્મક્રિયાઓમાં ધર્માનુષ્ઠાનેમાં પરિવર્તન થયા કરે છે. ધર્મવિનાને કેઈ આચાર આચરવા રોગ્ય નથી. દેશની, ધર્મની, સંઘની અને જ્ઞાતિની પડતી કરનારા આચારે જે કે સદાચારે તરીકે ગણાતા હોય તે પણ
For Private And Personal Use Only