________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧]
કર્ણિકાઓ : પ્રચારક કમસૂત્રોવડે ગૃહસ્થ મનુષ્યો જીવી શકે છે, અન્યથા સ્પર્ધાથી પતિત થતાં તેઓને અને તેઓના ધર્મને નાશ થાય છે.
રર ગમે તેવા કપટ પ્રતિપક્ષીઓને પણ સેવા ધર્મથી
સ્વધર્મમાં લાવી શકાય છે પૃ. ૨૪૫-૭
વિદ્યાસત્તા લહમીથી ધર્મની આરાધના જે ન કરવામાં આવી તે અનાયત્વ પ્રાપ્ત થયા વિના રહેતું નથી. વિશ્વમાં જે જે ધર્મો સજીવન રહે છે તેમાં શક્તિ હોય તો તેઓ સજીવન રહે છે. જે ધર્મ વિશ્વજીને સમાન ગણને તેઓની સેવા કરવાનું ફરમાવે છે તે ધર્મની વિશ્વમાં વ્યાપકતા થાય છે. જે ધર્મમાં અને જે ધર્મના લેકમાં ઉદારતા નથી તેઓના વિચારેનો અને આચારેને વિશ્વમાં પ્રચાર થતા નથી. વણવોમાં ભક્તિનો ગુણ મુખ્યતાને ભજે છે. બોદ્ધોમાં પરોપકાર ગુણ મુખ્યતાને ભજે છે. પ્રીસ્તિયોમાં મનુષ્યસેવ ગુણ મુખ્યતાને ભજે છે. હિન્દુઓમાં સતસા, સેવાગુણ મુખ્યતાને ભજે છે. મુસલમાનોમાં શ્રદ્ધા અને પરસ્પર ભ્રાતૃભાવ એકય ગુણ મુખ્યતાને ભજે છે. જેનોમાં દયાગુણ મુખ્યતાને ભજે છે.
રર૧ ઉદાર દષ્ટિવાળો ધર્મ વિશ્વમાં વ્યાપક બને છે. પૃ.૬૪૬
ગમે તેવા દુષ્ટપ્રતિપક્ષી મનુષ્યને પણ સેવાધર્મથી સ્વધર્મમાં લાવી શકાય છે. નાસ્તિક મનુષ્યને પણ તેઓનાં દુઃખ ટાળવારૂપ. સેવા પ્રવૃત્તિથી ધમમાર્ગમાં આકર્ષી શકાય છે અન્નદાનથી વસ્ત્રદાનથી
For Private And Personal Use Only