________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૬]
કમોગ પરંતુ જ્યારે જડવાદીઓ બાહ્યસુખમાં અત્યંત લીન થાય ચારે અને પરસ્પર અહંતા મમતાથી કલેશે કરે છેત્યારે મનુષ્યનું અંતરાત્માઓના સદુપદેશ પર કુલ લય ખેંચાય છે જેથી જ્ઞાની મહત્માઓના ધમને અનુસરીને તેઓ આત્મગુણને પ્રકાશ કરવા પ્રવૃત્તિ કરે છે. યુરોપમાં અને અમેરિકા વગેરે દેશમાં જડવાદની અત્યંત પ્રવૃત્તિ થઈ છે તેથી ત્યાં અધુના બાહા સુખ પગમાં ત્યાંના લેકેની પૂર્ણ પ્રવૃત્તિ થયા પશ્ચાત્ તેઓને જ્યારે સત્યસુખને અનુભવ નહીં આવે અને ઉલટાં દુખેનેજ અનુભવ આવશે ત્યારે તેઓ આર્યાવર્તના મનુષ્યની પેઠે ધાર્મિકનિવૃત્તિમય પ્રવૃત્તિને પસંદ કરીને આત્મિક સુખ શોધવા લય લગાવશે.
૨૧ર અધ્યાત્મ વિદ્યા વિના ઉદ્ધાર શકય નથી. પૃષ્ઠ. ૨૦૭
ભારતવાસીઓમાં હાલ જે કાંઈ દુર્બળતા દેખાય છે તે આત્મજ્ઞાન વિના નષ્ટ થવાની નથી. ભારતવાસીઓ અધ્યાત્મવિદ્યા વિના એકલી સમાજસુધારાની પ્રવૃત્તિ પાછળ પડશે તો તેઓ શુષ્ક વિચાર અને નિર્બલતા વિના કશું પ્રાપ્ત કરી શકવાના નથી. મહાવીર પ્રભુએ ભારતીય મનુષ્યને બલકે વિશ્વવતી સકલ મનુષ્યને ઉદ્ધાર કરવા માટે એવા એવા અધ્યાત્મજ્ઞાનનો પ્રકાશ કર્યો છે કે જેમાં હાલની સાયન્સ વિદ્યાનાં તત્તને સમાવેશ થઈ જાય છે. મનની દુર્બલતાને નાશ કરીને આત્માની શકિતમાં પરમેશ્વરી શકિતને સંચાર કરાવનાર અધ્યાત્મજ્ઞાન છે; માટે અધ્યાત્મ
For Private And Personal Use Only