________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૬]
કમર ૧૮૪. ભરતનૃપકૃતવેદ-આચાર દિનકર, પૃ. પપ૧
ભરતનપકૃતવેદ કે જે આચારદિનકર ગ્રન્થ વગેરેમાં છે તે રીતે તથા તીર્થકરો વગેરેનાં આગમેથી અવિરુદ્ધપણે, સવ સત્ય શાસ્ત્રોથી અવિરુધ્યપણે, શિષ્ટજનેના વિચારેથી અવિરુદ્ધપણે, અનુભથી અવિરુખાવપણે, સત્યજ્ઞાનથી અવિરુદ્ધપણે ઉપર્યુકત ધર્મકમ કરવું જોઈએ, અનુભવીઓની સલાહને અને શાસ્ત્રોને આગળ કરીને ધમકર્મો કરવાં જોઈએ. ધમકર્મોને નિષ્કામ સ્વાધિકાર દષ્ટિથી કરવા જોઈએ. અનેક નયેની અપેક્ષાએ અધ્યાત્મરસિક જ્ઞાની પુરુષની સલાહથી અવિરુદ્ધપણે અને તે તે ધમકમના પરિ. પૂણ અનુભવીઓની સલાહપૂર્વક લેકને ઉપયુક્ત ધર્મોમાં સ્થિર કરવા માટે સર્વ સ્વા પણ દષ્ટિથી સર્વ મનુષ્યએ સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી જોઈએ. ૧૮૫. જ્ઞાની કેવી રીતે કર્તવ્યકર્મ કરે ? પૃ ૫૫૫
શિવાજી અને પ્રતાપરાણાને સ્વદેશ પર પ્રેમ જાગ્યું હતું તેથી તેઓએ આદર્શ પુરુષની પેઠે કાર્યપ્રવૃત્તિ સેવી હતી. વિદ્યાની પ્રાપ્તિ માટે થતા પ્રેમથી વિદ્યાની પ્રાપ્તિ કરી શકાય છે. જે પ્રવૃત્તિ પર પ્રેમ થાય છે તેને મન વાણું અને કાયાથી આદરી શકાય છે જે કર્મ પ્રવૃત્તિમાં પ્રેમની રઢ લાગે છે તે ગમે તેવું દુઃસાધ્ય હોય છે તો પણ તેને સુસાધ્ય કરી શકાય છે. જે શુભ આવશ્યક કર્તવ્ય કાર્યો પર પ્રેમ પ્રગટે છે તેમાં સહેજે તન્મયતા કરીને તેમાં સંયમની સિધ્ધિપૂર્વક કર્તવ્યબળનો વિકાસ કરી શકાય છે, માટે લીનતાગસાધક-પ્રેમપૂર્વક કર્તવ્યકાર્ય કરવામાં પ્રવૃત્ત થવું જોઈએ.
For Private And Personal Use Only