________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૩] સંપૂર્ણ વિશ્વ સુખી થાય છે તેનું મૂળ કારણ નિરીક્ષીએ તે પરસ્પરેપગડવ અવકાય છે. જલ પુષ્પાદિ ઉચ્ચ ગતિને પ્રાપ્ત કરે છે તેનું મૂળ કારણ ઉપગ્રડ છે. જે વસ્તુનું દાન કરવામાં આવે છે તેનો પ્રતિબદલે કઈ પણ રીતે કઈ પણ રૂપમાં મળ્યા વિના રહેતો નથી. જે જે વસ્તુઓનું અને દાન કરવામાં આવે છે તેનું ફળ અનેકધા અનેક રૂપમાં અનેક ભવમાં અનેક અધ્યવસાયેની અપેક્ષાએ સંપ્રાપ્ત થાય છે. આમ્રવૃક્ષથી અનેક જીવે ઉપગ્રહ પ્રાપ્ત કરી શકે છે તેથી આમ્રવૃક્ષને જલાદિથી મનુષ્ય પોષે છે અને તેની પરંપરાની સુરક્ષામાં સ્વયંમેવ પ્રવૃત્ત થાય છે. એક મનુષ્ય જ્ઞાની બનીને ધનધાન્યાદિક સાંસારિક વસ્તુ એનો ત્યાગ કરે છે. તેની સાથે સ્વસ્વામિત્વભાવત્યાગપૂર્વક વસ્તુ એનું તે અન્યને દાન કરી શકે છે, તેમજ અને દાન દ્વારા ઉપગ્રહ કરીને જે અપ્રાપ્ય અમૂલ્ય સુખસાધને છે તેઓને દાનના પ્રતિદાનફળ તરીકે પ્રાપ્ત કરતે જાય છે, છેવટે તે પરમાનન્દવને ઉપગ્રડના બદલામાં પામીને કૃતકૃત્ય થાય છે. એક સરેવર પશુ પંખી વગેરેને જે જલદાન સમાપે છે અને ઉપગ્રહત્વને અંગીકાર કરે છે, તેના પ્રતિદાનમાં તે પુષ્કળ જળપ્રવાહને પામે છે અને હતું તેવું બને છે. આવી સર્વત્ર સમસ્ત વિશ્વમાં સર્વથા સર્વદા સાર્વજનીન પરસ્પરેપગ્રહત્વવ્યવસ્થા પ્રસરી રહી છે અને તેને લાભ આપણે લઈને અનેક દુઃખમાંથી મુક્ત થઈ શકીએ છીએ. તીર્થકરે દીક્ષા લેવાની પૂર્વ સાંવત્સરિક દાન દે છે અને તેઓ જગતના ઉપગ્રહત્વરૂપ જમાંથી વિમુક્ત થાય છે અને છેવટે કેવલી થઈ સમવસરણમાં બેસી સર્વોત્તમ ઘમદેશનાથી ઉત્તમોત્તમ ઉપગ્રહત્ર કરીને સર્વ જીવોને સુખી કરે છે. આવી પરસ્પર ઉપગ્રેડનીતિ સર્વત્ર વિદ્યમાન છે.
For Private And Personal Use Only