________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪]
કર્મયોગ આવે છે. મોક્ષની પ્રાપ્તિ માટે સર્વ દશ્ય પદાર્થોની ઈચ્છાઓને ત્યાગ કરવામાં ઉચ્ચ શુદ્ધ તપનું મહત્વ કહ્યું છે. વૈશાખ અને જયેષ્ઠ માસમાં સૂર્યને અત્યંત તાપ પડે છે ત્યારે અત્યંત વૃષ્ટિને પ્રારંભ થાય છે તેની પેઠે સર્વ મનુષ્યને સ્વાધિકારે નિરાસક્તભાવથી કર્તવ્ય કાર્યો કરતાં અત્યંત દુઃખાદિ તાપ વેડ પડે છે ત્યારે અનંતસુખની પ્રાપ્તિ થાય છે. મેહને સર્વ પ્રકૃતિ પર કાબૂ મેળવીને નિર્મોહદશાએ આત્મામાં સ્થિરતા-રમણતા કરવી એ જ તપ છે. તપના પ્રથમ પગથીએ ચઢવાથી અનુક્રમે ચરમતપની પ્રાપ્તિ થાય છે માટે પ્રથમવ્યવહારિક શુભ કર્મોના તપની સેવા કરવી પડે છે, યમનિયમની સિદ્ધિ થયા વિના ધ્યાનસમાધિની પ્રાપ્તિ કરવી તે જેમ અયોગ્ય છે. તેમાં પ્રથમ બાહાતપની સિદ્ધિ કર્યા વિના આન્સરતપની એકદમ પૂર્વભવના સંસ્કાર વિના પ્રવૃત્તિ સેવવી તે અગ્ય કરે છે.
ર૪૪ બ્રાહ્મશત્રુઓ કરતાં આંતર શત્રુઓ ભયંકર છે.
૬૯૩-૯૪
ભાવાર્થ–બ્રાહશત્રુઓ કરતાં આંતર શત્રુઓ વિષય, કષાય, નિદા, નિદ્રા, વિકથા વગેરે પ્રમાદથી આત્માની અનતગુણી હાનિ થાય છે. ચતુરશીતિ લક્ષનિમાં વારંવાર પરિભ્રમણ કરાવનાર આતર પ્રમાદશત્રુઓ છે. અનેક પ્રકારના ધર્મ કર્મોની પ્રવૃત્તિમાં પ્રમાદ થવાના અનેક પ્રસંગે પ્રાપ્ત થાય છે. પ્રમાદેથી સાવધ રહેવાની અત્યંત જરૂરી છે. શ્રી વીરપ્રભુ શ્રી ગૌતમસ્વામીને કહે છે કે –હે ગૌતમ! તું ક્ષણમાત્ર પ્રમાદ કર નહી. વિષભક્ષણથી એક વાર
For Private And Personal Use Only