________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ
[9] તેને તપ માની તેમાં લોકોની પ્રવૃત્તિ થતી તેથી આર્યોની આર્યતા સૂર્યની પેઠે પ્રકાશી રહી હતી. હૃદયની શુદ્ધિ કરવી તેને સત્ય તપ કહેવામાં આવે છે. વિષયવાસનાઓના જોરથી આત્મા દાસ જેવું બની જાય ત્યાં તપની શક્તિ જણાતી નથી. સત્ય નિર્ભયતા, પરમાર્થતા, અડગભાવ, આત્મભેગ, વિજ્ઞાન, સમાધિ, પાપકાર, શુદ્ધિભાવ, વિશ્વ પર બ્રહ્યભાવ વગેરે ગુણે જે પ્રવૃત્તિથી ખીલે અને આત્મસ્વાતંત્ર્યની શક્તિને વિકાસ થાય એને તપ અવધવું–રજોગુણ અને તમોગુણતપને પરિત્યાગ કરીને સાત્વિક તપ આદરવું જોઈએ, કે જેથી નિરાસક્તકમયેગીની પદવી પ્રાપ્ત થાય. મને વૃત્તિને આત્મામાં લય થાય અને આત્મા અનંતજ્ઞાનાનન્દ સદા પ્રકાશિત થાય એવી વાનસમાધિદશાને પરમતપ કહેવામાં આવે છે. યમ નિયમથી ઠેઠ પરમાત્માપદ પ્રાપ્ત કરવામાં ધ્યાન વિગેરે સાધનેને તપ કહેવામાં આવે છે. પ્રાયશ્ચિત્તાદિ આcરતપને પ્રાપ્ત કરીને આધિવ્યાધિ ઉપાધિથી મુક્ત થવું એ જ તપ દ્વારા પરમસાયક્તવ્ય છે. નિકાચિત અને અનિકાચિતકર્મોને નાશ કરવા માટે સદ્દવિચારરૂપ, વાનરૂપ, ભાવનારૂપ નિરાસક્તસેવાભક્તિસમાધિરૂપ તપની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી જૂન છે. આપત્કાલમાં ધર્માથે જે જે કર્તવ્ય કાર્યરૂપત કરવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે તેને આપત્તિકાલીનતપ કહેવામાં આવે છે. આપત્તિકાલમાં ધમ અને ધર્મના રક્ષણ માટે જે જે દુખે સડીને કર્મો કરવામાં આવે છે તેને આપતપ કહેવામાં આવે છે. સૂર્યના કિરણોની પેઠે તપથી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. આત્માની શુદ્ધતા જે અનુષ્કાનેથી કરવામાં આવે છે અને તેમાં અનેક દુકામાંથી ધીરવીરતાથી યસાર થવું પડે છે તેને તપ કહેવામાં
For Private And Personal Use Only