________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨]
કમળ અને મન વાણી કાયાની શક્તિની ક્ષીણતા થાય તથા આત્માના યોગને હદબહાર ઉપગ કરીને તેને નાશ થાય એવા તપને કદાપિ ન કરવું જોઈએ. મન વાણી અને કાયાના પેગોની શક્તિ ન ઘટે અને આત્માના જ્ઞાનદિગુણેને વિકાસ થાય એવી રીતે તપ કરવાની જરૂર છે. મનની એકાગ્રતા વધે અને સર્વ પ્રકારનાં શુભ જ્ઞાનની પ્રાપ્તિ થાય એવી રીતે સ્વાધિકારે તપ કરવાની જરૂર છે. વિષયવાસનાઓની વૃત્તિ પર જય મેળવવાને જે જે આચારને આચરવા અને વિચારને કરવા તેને તપ કહેવામાં આવે છે. દુરિવાજો દુષ્ટાચારે હાનિકારક આચાર અને દુષ્ટ થસ વગેરેને સમાજમાંથી સંઘમાંથી અને રાજયમાંથી નાશ કરવા જે જે શુમ પ્રવૃત્તિઓ કરવામાં દુકાને-કોને સહવાં તેને તપ કહેવામાં આવે છે. વાસનાઓને નાશ કરવા ઉપવાસ કરવામાં આવે છે તેને તપ કહે છે, પરંતુ ઉપવાસ બાદ પુનઃ શરીરમાં ધાતુપુષ્ટિ થતાં વાસનાઓ પ્રકટે છે માટે ઉપવાસમાત્રથી કામાદિની શાતિ થતી નથી પરંતુ તે સાથે મનમાંથી વાસનાઓ ટળે તેવું આધ્યાત્મિકતપ કરવાની જરૂર છે. આત્માની બાહ્ય-આ-રિકશક્તિની વૃદ્ધિ કરે અને મલિનતાને નાશ કરે એવું સ્વાધિકાર ક્ષેત્રકાલાનુસાર તપ કરવું જોઈએ. શાસ્ત્રવિધિના અનુસાર દ્રવ્ય ક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી યથાશક્તિએ તપ કરવુ જોઈએ. મનુષ્યની પારમાર્થિક અને આ ન્નતિકારક સર્વ શ્રેમપ્રવૃત્તિના ગમમાં તપ રહેલું છે તે ગુરુગમપૂર્વક અનુભવ થવાથી અવાધાય છે. રાગદ્વેષ-ઈર્યાનિજા-કામ વગેરે અન્તશત્રુઓને નાશ કરવે એ સર્વોત્તમ તપ છે. પૂર્વે ચારે વર્ણમાં અને ત્યાગીઓમાં કદાત્રડ, વૈર, ક્રોધ, માન, માયા, લેભ આદિ દુર્ગુણોના નાશાથે જે જે પ્રવૃત્તિઓ થતી હતી
For Private And Personal Use Only