________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[ ૯૦ ]
કર્મચાગ બને. શ્રીસદ્દગુરુની-સમ્મતિથી-અનુમતિથી સર્વ કર્તવ્ય કાર્યોમાં નિષ્કામપણે પ્રવૃત્ત થઈ શકાય છે. વિનયદિગુણવાળા શિને ગુરુની સેવાથી જે મળે છે તે અન્યથી મળતું નથી.”
ર૪૩ ત૫ લૌકિક અને લેત્તર ૯૮૯ થી ૯
જ્યાં અત્યંત લાંઘણ થતી હોય છે એવું તપ ન કરવું જોઈએ. સત્યપુરુએ જે આત્માની શક્તિઓનું પ્રકાશક હોય તેને તપ કહ્યું છે. અશુભેચ્છાને રેધ કરે એને તપ કહે છે-જેનાથી આત્મશક્તિને પ્રકાશ થાય છે અને દુખ સહનપૂર્વક માનસિક વાચિક-કાયિક પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કહે છે. જે જ્ઞાનાવર@યાદિકને તપાવે એવી છે જે પ્રવૃત્તિ છે અથવા એવા જે જે સહનતાદિક સદ્દવિચારે છે તેને તપ કહે છે. આત્માને ઉદ્ધાર કરવામાં, સમાજનો ઉદય કરવામાં, સંઘની પ્રગતિ રવામાં અને દેશરાજ્યની ઉન્નતિ કરવામાં જે જે કો-દુઃખ સહન કરવો પડે છે અને ઉપદ્રવે સહન કરવાપૂર્વક જે જે પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કહે છે. કેઈ પણ આત્માની શક્તિ ખીલવવાને અને અશક્તિચેને દૂર કરવાને જે જે કર્મો કરવાં પડે છે તેને કપ કહે છે. જે ધ્યેયપ્રાપ્તવ્ય વસ્તુ માટે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં જ મનની એકાગ્રતા કરીને અન્ય વિચારેથી અને અન્ય સુખમય પ્રવૃત્તિથી દૂર રહેવું તેને તપ કહે છે. આત્માને સુવર્ણની પેઠે જે તપાવે છે અને આત્મશક્તિને પ્રકાશ કરાવે છે તેને તપ કહે છે. વિદ્યાભ્યાસ કલાભ્યાસ યોગાભ્યાસ ધમભ્યાસ શારીરિક માનસિક વાચિક શક્તિને ખીલવવા અનેક દુખેને સહન કરી વાશ્રયી બનવું
For Private And Personal Use Only