________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[ ૧૮ ] દુખો અને વિપત્તિમાંથી તેની પ્રગતિને માર્ગ ખુલ્લો થાય છે. શ્રીકૃષ્ણ વગેરેએ સોરઠ દેશમાં દ્વારિકામાં દુઃખના માર્યા આવીને વાસ કર્યો તેથી કૃષ્ણ વગેરે યાદવેની ઉન્નતિ થઈ અને તેથી તેઓ ઈતિહાસના પાને અમર થયા. મહા પુરૂષને માર્ગ ખરેખર દુખ વિપત્તિ વગેરે કાંટાની ઝાડીમાંથી નીકળે છે. શ્રી મહાવીર પ્રભુની પ્રભુતા ખરેખર ઉપસર્ગો અને પરિવહે વેવ થી પ્રકટ થઈ હતી.
શ્રી પાલરાજાને ધવલશેઠને સંબંધ ન થયે હેત તે શ્રીપાલની પ્રગતિ થઈ શકત નહી. શ્રીપાલરાજાની ઉત્તમતા–સુજનતા ખરેખર ધવલશેઠની દુર્જનતાથી પી શકી છે અને તેથી શ્રીપાલના ગુણેની આદતા અવલેકી શકાય છે. નરસિંહ મહેતાને તેમનાં ભાભી ન મળ્યાં હતા તે તેઓ ભક્ત બની શકત નહિ. નરસિંહ મહેતાને પુત્ર મરણ પામે ત્યારે જે થાય છે તે સારા માટે થાય છે એવું માની “ભલુ થયું ભાંગી જંજાળ, સુખેભજશું શ્રી ગોપાલ” વગેરે શબ્દને હૃદય બહાર કાઢ્યા. શ્રી રામચંદ્ર જયારે સીતાને વનવાસમાં એકલાવી દીધી ત્યારે સીતાને અકલંક ચારિત્ર્યની લેકને ખાત્રી થઈ અને સીતાએ વનમાં સ્વાત્માની શુદ્ધતા અનુભવી. આપણને જે જે વિપત્તિ-ઉપસર્ગો થાય છે તે શુભાઈ છે એવું પશ્ચાત અનુભવવામાં આવે છે. ભારતની સાથે બાહુબલીનું યુદ્ધ થયું તેમાંથી બાહુબલીને સંયમમાર્ગ પ્રાપ્ત થયું અને એક વર્ષ પર્યન્ત બાહુ અલી મનમાં અભિમાન ધરી કાર્યોત્સર્ગ રહ્યા. અને તેમને અને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. શ્રીગૌતમસ્વામીને અહંકાર થયે તેમાંથી તેમને સદુબોધ પ્રાપ્ત થયે અને શ્રી મહાવીર પ્રભુના નિર્વાણથી તેમણે શેક કર્યો તેમાંથી કેવલજ્ઞાન પ્રાપ્ત થવાને માગ
For Private And Personal Use Only