________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
૮િ૧] કરવાની કહી છે તે કરવી જ જોઈએ. ગૃહસ્થને ત્યાગીઓ સ્વસ્થ દશેચિત આવશયક કાર્યો જે તેઓ દેશકાલાનુસારે ન કરે અને
જ્ઞાની બને તે તેઓ ધર્મોત્થાપક માર્ગને અનુસરનારા થાય છે. પ્રસંગે પાર નિષ્કષાયભાવે આવશ્યકકાર્યોની કરણીયતાના વિવેચન સમયે આટલું સંક્ષેપથી કહેવામાં આવ્યું છે. વિશેષાનુંભવ તે ગીતાર્થની ઉપાસના કરી મેળવે અને આત્મજ્ઞાનપૂર્વક કષાને જીતવાની સાથે વ્યાવહારિક અને ધાર્મિક કાર્યોમાં ગૃહસ્થાએ વર્ણાદિકની અપેક્ષાએ સ્વાધિકારે પ્રવૃત્તિ કરવી તથા સાધુઓએ
ચિત ધાર્મિક કાર્યોમાં ક્ષેત્રકાલાનુસારે પ્રવૃત્તિ કરવી. કમગપ્રવૃત્તિમાં કષાની મન્દતા થાય એવી આત્મિક ભાવના ધારણું કરવી. જયાં સુધી ગૃહસ્થાશા છે ત્યાંસુધી ગૃહસ્થચિત કર્તવ્ય કને વિવેક અને યતનાપૂર્વક દેશકાલાનુસારે નિલેપતાની સાથે કરવાં જોઈએ, પણ ગૃહસ્થ સાધુના ધર્મોની ક્રિયાઓ કરવી એ વ્યવહાર ધર્મવિરુદ્ધ છે. સાધુઓએ સાધુઓને ઉચિત જે જે કાર્યો કહા છે તે કરવાં જોઈએ પણ ગૃહસ્થનાં કર્યો ન કરવાં જોઈએ. એમ ગૃહસ્થ અને સાધુઓએ સર્વાધિકાર પ્રમાણે કમમાં નિઃકષાયપૂર્વક પ્રવૃત્ત થવા લક્ષ દેવું જોઈએ. ૭૬. કામવિકારથી રાગદ્વેષની વૃદ્ધિ થાય છે. પૃ. ૨૩૩-૩૪
જ્યાં કામવિકાર છે ત્યાં રાગદ્વેષ સંકલ્પવિકલ્પપ્રચાર છે– એમ અનુભવીને કામવિકારની વૃત્તિને ક્ષય કરવો જોઈએ. જેમ જેમ કામવિકાર શમે છે તેમ તેમ બ્રહ્મચર્ય ગુણની પુષ્ટિ થાય છે. શબ્દાદિક પંચવિષયોમાંની ઇબ્રાનિષ્ટતત્વ જ્યારે ટળી જાય છે ત્યારે બહામાં–આત્મામાં ચરવાને અર્થાત રમણતા કરવાને
For Private And Personal Use Only