________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કર્ણિકાઓ :
[૭૭] હૃદયમાં આ બાબતની શ્રદ્ધા ઉત્પન્ન થશે. જિંદગીને ઉપયોગી વસ્તુઓ દરરોજ ગમે ત્યાંથી મળ્યા કરે છે. અન્ન-પાણી અને વસ્ત્ર વગેરે વસ્તુઓ જિંદગીને ઉપયોગી છે અને તે પ્રારબ્ધાનુસાર જ્યાં જન્મ થાય છે ત્યાંની આસપાસ તે તે વસ્તુઓની સામગ્રી હોય છે. પુત્રનાં જન્મની પૂર્વે માતાના સ્તનમાં પ્રારબ્ધકર્માનુસારે દુગ્ધની વ્યવસ્થા થએલી હોય છે. તેની ચિંતા કરવાને પુત્રને પ્રસંગ પણ પ્રાપ્ત થતું. નથી. તત્ અત્ર પણ પ્રારબ્ધકર્માનુસારે આયુષ્ય જિદગીની રક્ષા ભૂત આહાર પાણી વગેરે વસ્તુઓ જન્મ પછી જ્યાં ત્યાં મળી શકે છે તેની ચિંતા અને તેને લેભ વગેરે કરવાની કંઈ પણ જરૂર નથી.
૭૩. લેભ એ જ પરતંત્રતાની બેડી છે. . રર,
જ્ઞાનદશનચારિત્ર અને વીર્ય એ ભાવપ્રાણ છે અને ભાવપ્રાણુને આંતરિક જીવન કહેવામાં આવે છે તથા દ્રવ્યપ્રાણને બાહ્ય જીવન કથવામાં આવે છે. બાહ્ય જીવનની રક્ષાર્થે બાહા અમુક વસ્તુઓની ઉપગિતાની જરૂર છે અને આંતરિક જીવનની ઉપશમભાવે, ક્ષયેપશમભાવે અને ક્ષાયિકભાવે વૃદ્ધિ તથા તેની રક્ષા જ્ઞાનયાનાભ્યાસ વગેરેની જરૂર છે. આંતરિક જ્ઞાનાદિના જીવનાથે બાહ્ય વસ્તુઓને લેભા કરવાની કંઈ જરૂર રહેતી નથી. આત્માના જ્ઞાનાદિ ગુણે તે સત્તાથી અનાદિકાલતઃ આત્મામાં છે તેને લેભ કરવાની કઈ જરૂર રહેતી નથી કારણ કે લેભ પરિણતિને ક્ષય થતાં આત્મામાં જ્ઞાનાજિ. ગુણે સ્વયમેવ પ્રગટે છે અર્થાત્ સત્તાએ જ્ઞાનાદિ ગુણે હતા તે
ભાવરણ ટળતાં આત્મામાં વ્યક્તપણે થાય છે. પ્રશસ્ત લેભતી. ધર્મની આરાધનામાં પ્રથમ આવશ્યકતા સિદ્ધઠરે છે, પરંતુ આત્માના સ્વરૂપમાં ઊંડા ઉતરતાં તેની પણ ઉપગિતા સિદ્ધ કરતી નથી.
For Private And Personal Use Only