________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
( ૬૯૮ )
શ્રી કર્મયોગ મંથ-સવિવેચન.
વિવેચન --દ્રવ્યાનુયોગ, ગણિતાનુયેગ, ચરણકરણાનુગ અને ધર્મકથાનુગ આ ચાર અનુયોગોમાં સર્વધર્મશાસ્ત્રોનો સમાવેશ થાય છે. પંચપ્રકારનાં જ્ઞાન, વૃદ્ધવ્ય, નવતત્વ, કર્મસિદ્ધાંતે, પદાર્થવિજ્ઞાન (સાયન્સવિધા), દ્રવ્યગુણપર્યાયસ્વરૂપ, અદ્વૈતવાદ, દ્વૈતવાદ, દ્વૈતાદ્વૈતવાદ, વિશિષ્ટાદ્વૈતવાદ, શુદ્ધાદ્વૈતવાદ, ન્યાયશાસ્ત્રો વગેરેને દ્રવ્યાનુગમાં સમાવેશ થાય છે,
તિઃ શાસ્ત્રોને ગણિતાનુગમાં સમાવેશ થાય છે. ધર્મક્રિયાઓ, ધર્માચાર, ધમનુછાને, ગૃહનાં અને ત્યાગીઓનાં વ્રતો આદિને ચરણકરણનુગમાં સમાવેશ થાય છે. ધર્મસંબંધી સર્વવૃત્તાંતનો ધર્મકથાનુયોગમાં સમાવેશ થાય છે. ચાર અનુગરૂપ ચાર વેદોની પ્રવાહની અપેક્ષાએ અનાદિતા છે અને અમુક તીર્થકરાદિની અપેક્ષાએ આદિતા છે. ચાર અનુગરૂપ ચાર વેદોનું જ્ઞાન સર્વત્ર વિસ્તારવું જોઈએ. ધર્મતત્ત્વવિશારદોએ ચાર અનુયોગોના રહસ્યને અવબોધીને તેનો પ્રચાર કરવા સર્વ પ્રકારના ઉપાયે જવા જોઈએ. દ્રવ્યાનુયેગી ગીતાર્થ ધર્મનું રક્ષણ કરવા અને ધર્મની વૃદ્ધિ કરવા સમર્થ બને છે. ચાર અનુગના જ્ઞાનવડે આત્મા અને પરમાત્માની શ્રદ્ધા ધારણ કરવી જોઈએ. તત્ત્વશ્રદ્ધા, ધર્મશ્રદ્ધા, દેવગુરુશ્રદ્ધા આદિ અનેક પ્રકારની શ્રદ્ધાવડે આત્માની ઉન્નતિ કરવી જોઈએ. સદાચાર અને આત્માના ગુણેથી અશ્રદ્ધાળુ ભ્રષ્ટ થાય છે માટે જ્ઞાનપૂર્વક શ્રદ્ધાનું સત્કર્મગીઓએ આરાધન કરવું જોઈએ. સદાચારોમાં સદ્ગુણોને રસ રેડાતાં આત્માની શુદ્ધતા થાય છે, માટે સદાચાર અને સદ્ગુણોના શ્રદ્ધાળુ બની કર્તવ્ય કર્મો કરવાં જોઈએ. નગમ, સંગ્રહ, વ્યવહાર, જુસૂત્ર, શબ્દનય, સમભિરૂઢ અને એવંભૂત એ સાત નયના સાતસે ભેદ છે; વસ્તુનું યથાર્થ સ્વરૂપ અવધવાને સાપેક્ષ જ્ઞાનદષ્ટિને ને કથે છે. અનેકજ્ઞાનદષ્ટિરૂપ નથી એક વસ્તુનું સંપૂર્ણ સ્વરૂપ અવાધાય છે. સાત નથી એક વસ્તુને સાત પ્રકારે અવધીને તેનું સ્વરૂપ કથી શકાય છે તેથી હઠ કદાગ્રહ મિથ્થાબુદ્ધિને નાશ થાય છે. સર્વ નો સાર ધર્માચાર છે, ધર્મક્રિયા છે, ધર્મ પ્રવૃત્તિ છે, આત્મચરિત્ર છે. જ્ઞાનપૂર્વક ક્રિયા શ્રેષ્ઠ છે. આત્મજ્ઞાનપૂર્વક ચારિત્રક્રિયાથી આત્માની પરમવિશુદ્ધિરૂપ પરમાત્મતાની આવિર્ભાવતા થાય છે. જ્ઞાનપૂર્વક ક્રિયાથી ચારિત્રધર્મની વૃદ્ધિ થાય છે. સર્વ નને સાર-આત્મચારિત્ર્યની ખીલવણી કરવી એજ છે. આત્મચારિત્ર્યને જે ખીલવે છે તે સર્વનના સારને પ્રાપ્ત કરે છે. સદાચાર ધર્મપ્રવૃત્તિમાં, જ્ઞાન ધ્યાન સમાધિરૂપ ચારિત્રમાં સર્વનને સાર આવી જાય છે માટે જેણે આત્મચારિત્ર્ય ખીલવ્યું તેણે સર્વ નને સાર પ્રાપ્ત કર્યો એમ અવધવું. ગૃહસ્થાઓ અને સાધુઓએ સર્વ નો સાર ઉપર્યુક્ત અવબોધીને જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય, મોહનીય, આયુષ્ય, નામ, ગેત્ર અને અંતરાય એ અકર્મને નાશ કરીને કેવળજ્ઞાનાદિ શકિતને પ્રાપ્ત કરવા પ્રયત્ન કરે જોઈએ. નીતિજ્ઞાનદર્શનાદિ ગુણો તે ચારિત્ર્ય છે. પ્રામાણ્ય, પરોપકાર, નિર્દોષ
For Private And Personal Use Only