________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
--
--
-
-
--
---
-
-
અનુયાગાદિનું સ્વરૂપ.
( ૬૯૭ ),
આચાર આદિ જે જે બ્રહ્મચર્ય પાલનમાં પુષ્ટિકારક હોય તેઓનું અવલંબન લેવું જોઈએ. વૈભવવાળી પ્રજા, વિદ્યાશીલ પ્રજા અને ક્ષાત્રકર્મવાળી પ્રજાએ આ બાબતમાં ખાસ ધ્યાન દેવું જોઈએ. અન્યથા તેઓનું વિશ્વમાં અસ્તિત્વ રહેવું દુર્લભ છે. ઉપર્યુક્ત ઉપદેશ વાંચીને સાંભળીને ખુશ થનાર મનુષ્યો કરતાં વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યને આચારમાં મૂકી બતાવનારા મનુષ્યની જરૂર છે. કર્મવીર, ચગવીરે, ધર્મવીર, ભક્તવીરે, દેશવીર, યુદ્ધવી, વિદ્યાવીરે વિગેરે વીરેને પ્રકટાવવા માટે વીર્યરક્ષારૂપ બ્રહ્મચર્યની અત્યંત આવશ્યક્તા સ્વીકારી તે પ્રમાણે વર્તવું જોઈએ.
અવતરણ—અનુયાગ વિસ્તાર, શ્રદ્ધાપૂર્વક ધમચારપ્રવૃત્તિ, અષ્ટકર્મવિનાશપ્રવૃત્તિ વગેરેનું વિશેષતઃ સ્વરૂપ પ્રબોધવામાં આવે છે.
श्लोकाः अनुयोगा हि विस्तार्या द्रव्यादिका महीतले । धर्मविवृद्धये सम्यग् धर्मतत्त्वविशारदैः ॥ २४५ ॥ अश्रद्धात्मा भवेद् भ्रष्टः सदाचारगुणात् खलु । ज्ञानमूला सदाराध्या श्रद्धा सत्कर्मयोगिभिः ॥ २४६ ॥ सर्वनयानां स सारो धर्माचारः प्रकीर्तितः । ज्ञानयुक्ता क्रिया श्रेष्ठा चारित्रस्य विवर्धिका ॥ २४७ ॥ अष्टकर्मविनाशार्थं गृहस्थैः सत्यसाधुभिः ।
कर्तव्यं सदनुष्ठानमन्तर्मुखोपयोगतः ॥ २४८ ॥ શબ્દાર્થ –ધર્મતવિશારદોએ વ્યાદિક ચાર અનુગ ધર્મવિવૃદ્ધિ માટે વિરતારવા ગ્ય છે. અશ્રદ્ધાત્મા સદાચાર ગુણેથી ભ્રષ્ટ થાય છે. સત્કર્મગીઓએ જ્ઞાનમૂલા શ્રદ્ધા સેવવી જોઈએ. સર્વનને સાર ધર્માચાર છે. જ્ઞાનયુક્ત કિયા શ્રેષ્ઠ છે અને તે ચારિત્રની વિવર્ધિક છે. ગૃહસ્થોએ અને સત્ય સાધુઓએ અષ્ટકર્મવિનાશાથે અન્તર્મુખપયોગથી સદનુષ્ઠાન કરવું જોઈએ.
૮૮
For Private And Personal Use Only