SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir LI સાચેા તપ કયા કહેવાય ? (૬૯૧ ) સ્વાધિકારે તપ કરવું જોઈએ. આત્માને પિરણામ જ્યાં હીન થાય અને મન વાણી કાયાની શક્તિયાની ક્ષીણતા થાય તથા આત્માના ચેાગાના હદઅહાર ઉપયાગ કરીને તેને નાશ થાય એવા તપને કદાપિ ન કરવું જોઇએ. મન વાણી અને કાયાના ચાગાની શક્તિયા ન ઘટે અને આત્માના જ્ઞાનદિર્ગુણ્ણાના વિકાસ થાય એવી રીતે તપ કરવાની જરૂર છે. મનની એકાગ્રતા વધે અને સર્વ પ્રકારનાં શુભ જ્ઞાનાની પ્રાપ્તિ થાય એવી રીતે સ્વાધિકારે તપ કરવાની જરૂર છે. વિષયવાસનાઓની વૃત્તિયેા પર જય મેળવવાને જે જે આચારાને આચરવા અને વિચારાને કરવા તેને તપ કથવામાં આવે છે. જે કાલમાં જે ક્ષેત્રમાં સ્વાત્માની સમાજની સઘની અને વ્યાવહારિક સામ્રાજ્યાની શકિતયાવધક તથા આત્મ સમાધિવક જે જે કર્મા-જે જે પ્રવૃત્તિયે કરવામાં આવે છે તેને તપ અવમેધવું. દુરિવાજો દુષ્ટાચારો હાનિકર આચાર અને દુષ્ટ વ્યસના વગેરેને સમાજમાંથી સંઘમાંથી અને રાજ્યમાંથી નાશ કરવા જે જે શુભપ્રવૃત્તિયા કરવામાં દુઃખાને-કટાને સહુવાં તેને તપ કહેવામાં આવે છે. વાસનાઓને નાશ કરવા ઉપવાસ કરવામાં આવે છે તેને તપ કથે છે, પર'તુ ઉપવાસ બાદ પુનઃ શરીરમાં ધાતુપુષ્ટિ થતાં વાસનાએ પ્રકટે છે માટે ઉપવાસમાત્રથી કામાદ્ઘિની શાન્તિ થતી નથી પરંતુ તે સાથે મનમાંથી વાસનાએ ટળે તેવું આધ્યાત્મિકતપ કરવાની જરૂર છે. આત્માની બાહ્ય-આન્તરિકશક્તિયાની વૃદ્ધિ કરે અને મિલનતાના નાશ કરે એવું સ્વાધિકારે ક્ષેત્રકાલાનુસાર તપ કરવુ જોઇએ. શાસ્ત્રવિધિના અનુસારે દ્રવ્યક્ષેત્રકાલભાવનું જ્ઞાન કરી યથાશકિતએ તપ કરવું જોઇએ. મનુષ્યની પારમાર્થિક અને આત્માન્નતિકારક સર્વ શુભપ્રવૃત્તિયેાના ગર્ભમાં તપ રહેલું છે તે ગુરુગમપૂર્વક અનુભવ ગ્રહવાથી અવમેધાય છે. આર્યાંવતમાં પૂર્વે ગાડરીયા પ્રવાહની દૃષ્ટિએ તપ થતાં નહોતાં તેથી તે વખતમાં આર્યાવર્તના લેાકેાની સર્વપ્રકારની ઝાહેાઝલાલી વર્તતી હતી. રાગ-દ્વેષઈર્ષ્યા- નિન્દા કામ વગેરે અન્તરશત્રુઆનેા નાશ કરવા એ સર્વાંત્તમ તપ છે. પૂર્વે ચારે વર્ણમાં અને ત્યાગીઓમાં કદાગ્રહ, વૈર, ક્રોધ, માન, માયા, લાભ આદિ દુર્ગુણાના નાશાથે જે જે પ્રવૃત્તિયે થતી હતી તેને તપ માની તેમાં લેાકેાની પ્રવૃત્તિયેા થતી તેથી આŕની આતા સૂર્યની પેઠે પ્રકાશી રહી હતી. હૃદયની શુદ્ધિ કરવી તેને સત્ય તપ કથવામાં આવે છે. વિષયવાસનાના જોરથી આત્મા દાસ જેવા અની જાય ત્યાં તપની શકિત જણાતી નથી. સત્ય, નિર્ભયતા, પરમાર્થતા, અડગભાવ, આત્મભાગ, વિજ્ઞાન, સમાધિ, પરોપકાર, શુદ્ધિભાવ, વિશ્વ પર બ્રહ્મભાવ વગેરે ગુણેા જેપ્રવૃત્તિથી ખીલે અને આત્મસ્વાતંત્ર્યની શકિતયાના વિકાસ થાય એને તપ અવોધવુ-રજોગુણી અને તમેગુણીતપને પરિત્યાગ કરીને સાત્વિકતપ આદરવુ જોઇએ. કે જેથી નિરાસક્તકયેગીની પદવી પ્રાપ્ત થાય. મનોવૃત્તિના આત્મામાં લય થાય અને આત્મા અનતજ્ઞાનાનન્દ સદા પ્રકાશિત થાય એવી ધ્યાનસમાધિદશાને પરમતપ કહેવામાં આવે છે. યમ નિયમથી ડૅડ પરમાત્મપદ પ્રાપ્ત For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy