SearchBrowseAboutContactDonate
Page Preview
Page 790
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. ઉદય કરવામાં, સંઘની પ્રગતિ કરવામાં અને દેશ રાજ્યની ઉન્નતિ કરવામાં જે જે કટ્ટદુઃખ સહન કરવો પડે છે અને ઉપદ્ર સહન કરવાપૂર્વક જે જે પ્રવૃત્તિ કરવી પડે છે તેને તપ કર્થ છે. કેઈ પણ આત્માની શક્તિ ખીલવવાને અને અશકિતને દૂર કરવાને જે જે કર્મો કરવા પડે છે તેને તપ કળે છે. જે ધ્યેય પ્રાપ્તવ્ય વસ્તુમાટે પ્રવૃત્તિ કરવાની હોય તેમાં જ મનની એકાગ્રતા કરીને અન્ય વિચારથી અને અન્ય સુખમય પ્રવૃત્તિથી દૂર રહેવું તેને તપ કથે છે. આત્માને સુવર્ણની પેઠે જે તપાવે છે અને આત્મશકિતોને પ્રકાશ કરાવે છે તેને તપ કળે છે. વિદ્યાભ્યાસ કલાભ્યાસ ગાભ્યાસ ધર્માભ્યાસ શારીરિક માનસિક વાચિક શક્તિને ખીલવવા અનેક દુઃખને સહન કરી સ્વાશ્રયી બનવું ઈત્યાદિને તપ કથવામાં આવે છે. અશુભ ઈચ્છાઓને જેથી રોધ થાય અને આત્માની શકિત જેથી પ્રગટ થાય એવા સર્વ ઉપાયને તપ કથાવામાં આવે છે. રાજ-સુખ--એશઆરામને ત્યાગ કરીને સર્વ મનુષ્યની આત્મશકિતનો વિકાસ થાય એવી છે જે પ્રવૃત્તિને દુઃખ સહી આદરવી તે તપ અવબોધવું. વ્યાવહારિક સર્વજનપગી શુભકાર્યો કરવામાં જે જે મન વાણું કાયા લક્ષ્મી અને સત્તાનો વ્યય થાય છે તે પણ વ્યાવહારિક શુભતપ અવબેધવું. પરમબ્રહ્મની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃિત્ત ને વિચારેને સેવવા પડે છે અને તેમાં સહનશીલતા રાખી દુઃખ સહવા પડે છે તેને ધર્મતપ અવબોધવું. વિદ્વાને ક્ષત્રિયે. વૈશ્ય અને શુદ્રો જે જે પ્રવૃત્તિયોને અનેક કષ્ટ સહીને શક્તિના વિકાસ માટે સેવે છે-તેને તપ અવધવું. લૌકિક અર્થકામાદિની પ્રાપ્તિ માટે જે જે પ્રવૃત્તિ કરવી પડે છે અને તેમાં જે જે સહવું પડે છે તેને ઢૌ િતા #ળે છે. જોકે ત્તર જ્ઞાનદર્શનચારિત્રની પ્રાપ્તિ માટે માનસિક વાચિક કાયિક કષ્ટોને વેઠીને જે જે કષ્ટસાધ્ય પ્રવૃત્તિને સેવવી પડે છે તેને ટોદોર તપ કળે છે. જેનદષ્ટિએ અનશન, ઊદરિક, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા એ છ ભેદને આત્મશક્તિના વિકાસાર્થે કરતાં બાહ્યતપ તરીકે પ્રબોધવામાં આવે છે. પ્રાયશ્ચિત્ત, વિનય, વૈરાગ્રુત્ય, સ્વાધ્યાય, થાન અને જાવત્ત આ છ આત્યંતરિક તપભેદ છે. સંઘની પ્રગતિ માટે ધર્મની પ્રગતિ માટે અને આત્માની પ્રગતિ માટે બાર પ્રકારના તપની આવશ્યકતા સિદ્ધ ઠરે છે. વિશાલષ્ટિએ બાર પ્રકારના તપમાં અનેક પ્રકારના તપને સમાવેશ થાય છે. આ ભવમાં આત્માની શક્તિનો વિકાશ અને દુઓને નાશ કરનાર તપ છે તેથી તેને પ્રત્યક્ષ અનુભવ પ્રાપ્ત કરવાની જરૂર છે. તપના નિમિત્તભેદથી અનેક ભેદ છે. અને યુદ્ધમાં વિજય માટે તપ કર્યું હતું. પ્રતાપરાણુએ બાર વર્ષ વનમાં પરિભ્રમણ કરવાનું તપ કર્યું હતું. શ્રીવીરપ્રભુએ કેવળજ્ઞાનની પ્રાપ્તિ માટે બાર વર્ષ પર્યન્ત અનેક પ્રકારનું તપ કર્યું હતું. શ્રીગૌતમબુદ્ધે વનમાં તપ કર્યું હતું, એકલા ઉપવાસ કરવા તેનેજ ફકત તપ કહેવામાં અન્ય તપને નિષેધ થાય છે માટે જ્ઞાનપૂર્વક તપના અનેક ભેદનું સ્વરૂપ અવધીને For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy