SearchBrowseAboutContactDonate
Page Preview
Page 792
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી કર્મયોગ ગ્રંથ–સવિવેચન. કરવાનાં ધ્યાન વિગેરે સાધનને તપ કહેવામાં આવે છે. અનેક ભિન્ન ભિન્ન લક્ષણે વડે તપની વ્યાખ્યા કરી શકાય છે. પ્રાયશ્ચિત્તાદિ આન્તરતાપને પ્રાપ્ત કરીને આધિવ્યાધિ ઉપાધિથી મુક્ત થવું એ જ તપ દ્વારા પરમસાધ્યકર્તવ્ય છે. નવપદ પૈકી પરમત૫૫દની જૈનશાસ્ત્રોમાં ઉત્તમ વ્યાખ્યા કરવામાં આવી છે. નિકાચિત અને અનિકાચિતને નાશ કરવા માટે સદ્દવિચારરૂપ, ધ્યાનરૂપ, ભાવનારૂપ, નિરાસક્તસેવાભક્તિસમાધિરૂપ તપની જેટલી પ્રશંસા કરવામાં આવે તેટલી જૂન છે. ઉત્સર્ગમાર્ગથી અને અપવાદમાગથી તપની આરાધના કરવી જોઈએ. આપત્કાલમાં ધર્માર્થે જે જે કર્તવ્ય કાર્યરૂપ તપ કરવાની આવશ્યકતા સ્વીકારવામાં આવે છે તેને આપત્તિકાલીનતપ કથવામાં આવે છે. આપત્તિકાલમાં ધર્મ અને ધમઓના રક્ષણ માટે જે જે દુઃખ સહીને કર્મો કરવામાં આવે છે તેને આપતપ કહેવામાં આવે છે. સૂર્યના કિરણની પેઠે તપથી અનેક પ્રકારના લાભ પ્રાપ્ત થાય છે. આત્માની શુદ્ધતા જે અનુષ્કાનેથી કરવામાં આવે છે અને તેમાં અનેક દુઃખમાંથી ધીરવીતાથી પસાર થવું પડે છે તેને તપ કહેવામાં આવે છે. મોક્ષની પ્રાપ્તિ માટે સર્વ દશ્યપદાર્થોની ઈચછાઓને ત્યાગ કરવામાં ઉરચ શુદ્ધ તપનું મહત્વ કહ્યું છે. વૈશાખ અને રેષ્ઠ માસમાં સૂર્યને અત્યંતતાપ પડે છે ત્યારે અત્યંત વૃષ્ટિનો પ્રારંભ થાય છે તેની પેઠે સર્વમનુષ્યને સ્વાધિકાર નિરાસક્તભાવથી કર્તવ્યકાર્યો કરતાં અત્યંત દુઃખાદિ તાપ વેઠવો પડે છે ત્યારે અનંતસુખની પ્રાપ્તિ થાય છે. મેહની સર્વ પ્રકૃતિ પર કાબૂ મેળવીને નિમેંહદશાએ આત્મામાં સ્થિરતા-રમણુતા કરવી એ જ તપ છે. તપના પ્રથમ પગથીએ ચઢવાથી અનુક્રમે ચરમતપની પ્રાપ્તિ થાય છે માટે પ્રથમ વ્યાવહારિક શુભ કર્મોના તપની સેવા કરવી પડે છે, યમનિયમની સિદ્ધિ થયા વિના ધ્યાનસમાધિની પ્રાપ્તિ કરવી તે જેમ અયોગ્ય છે તેમ પ્રથમ બાહ્યતાની સિદ્ધિ કર્યા વિના આન્તરતપની એકદમ પૂર્વભવના સંસ્કાર વિના પ્રવૃત્તિ સેવવી તે અયોગ્ય ઠરે છે. તપના વિચારોનું અને આચારોનું જ્ઞાન કરી આત્માની જ્ઞાનાદિ શક્તિને વિકાસ કરે. એ જ તપસ્વી બનવાનો મુખ્ય પાય છે; તેનો સ્વાધિકાર આદર કરવો જોઇએ. અવતરણ–તપની આદેયપ્રવૃત્તિ જણાવ્યા બાદ પ્રમાદપરિહારતાને જણાવે છે. प्रमादाः परिहर्तव्याः सततं धर्मकर्मसु । आन्तराः शत्रवो बोध्या हन्तव्याः स्वात्मवीर्यतः ॥२४२॥ શબ્દાર્થ ધર્મકર્મમાં પ્રમાદ દૂર કરવા લાયક છે. પ્રમાદો છે તે આન્તરશત્રુઓ છે તેઓને આત્મશક્તિથી હણવા જોઈએ. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy