________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાપ તેવા બેટા કેમ પેદા થતા નથી?
( ૬૮૩ )
તેમાંથી સત્યને મારી નાંખવાની પ્રવૃત્તિ પણ કર્યાવગર રહી શકાતું નથી. સત્યના અનન્તભેદ છે. દ્રવ્યક્ષેત્રકાલભાવથી સત્યની મર્યાદાઓ બાંધતાં છતાં પણ અનન્તસત્ય તે અવક્તવ્યરૂપે કાયમ રહે છે. અનન્તસત્યને અનન્તજ્ઞાન પ્રકાશી શકે છે. અનન્ત દષ્ટિએમાં અનન્તસત્ય છે તેથી સાપેક્ષન વિના કોઈ પણ બાબતની સત્યની વ્યાખ્યા બાંધી શકાય નહિ માટે અનન્તધર્મની વ્યાખ્યા અનુભવનારાઓએ કદાપિ કદાગ્રહ કરવો નહિ. અનેક ધર્મમતવાદીએ કદાગ્રહ કરીને પરસ્પરમાં રહેલ સત્યને અપલાપ કરે છે અને અસત્યોને અંગીકાર કરે છે. અએવ સમાજ, સંઘ, દેશ, રાજ્ય, કેમ, જ્ઞાતિ, મંડલ અને વ્યક્તિનું ઉન્નતજીવન કરવાને કદાગ્રહનો ત્યાગ કરીને સર્વગત સત્યને અંગીકાર કરવા માટે સદા તૈયાર રહેવું જોઈએ અને અસત્ય કદાગ્રહને ત્યાગ કરવાને રાગદ્વેષથી મુક્ત થવું જોઈએ. હારું તે સાચું એમ નહિ માનતાં સત્ય તે હારું—એ દઢ સત્યભાવ ધારણ કરવો જોઈએ. કામરાગ સ્નેહરાગ દષ્ટિરાગને ત્યાગ કરીને સત્ય ગ્રહવું જોઈએ. અનન્તજ્ઞાનને અનુભવ પ્રકટ્યા પશ્ચાત્ સત્યના અનંત અંશેને સવમાંથી ખેંચી શકાય છે. સદાચારના સંસ્કારથી સુપરંપરાને વિસ્તારવી જોઈએ અને સદ્દવિચારવડે ધર્મકર્મના વ્યવહારને પિષ જોઈએ. ગુણકર્મના વિભાગે બ્રાહ્મણાદિ ચારે વર્ગમાં સદાચારના સંસ્કારની પરંપરાની વૃદ્ધિ કરવાથી ચારે વણે પૈકી કઈ વર્ણને ગુણકર્મોથી વિનિપાત થતો નથી તેમજ ત્યાગી સાધુઓને પણ નાશ થતું નથી. હાલ ચારે વર્ણમાં સદાચારના સંસ્કારની સુપરંપરાને વિસ્તાર મન્દ પડી ગયું છે તેથી આની પતિતદશા થઈ છે. પરંપરાએ ગુગુકર્મોના અનુસારે ચારે વણેમાં સંસ્કારની પરંપરાને વિસ્તાર જે સદા થયા કરે છે તેથી દેશની વિદ્યા–સત્તા- વ્યાપારસેવાદિથી સર્વ પ્રકારે આબાદી રહેશે. તત્વજ્ઞાનના અભાવે લોકોમાં સદાચારના. સંસ્કારોની પરંપરાના વિસ્તારનું માહાસ્ય અવધાઈ શકતું નથી માટે તત્ત્વજ્ઞાનને સર્વત્ર પ્રકાશ થાય એવી બ્રાહ્મણદિવર્ગ દ્વારા રોજના કરીને સદાચારના સંસ્કારની પરંપરા-પુનર્જન્મમાં પણ લોકોને પ્રાપ્ત થાય એવી સેવાધર્મની પ્રવૃત્તિને અંગીકાર કરવી જોઈએ. સદાચારના સંસ્કારની પરંપરાની મદતાથી હાલ બાપ તેવા બેટા પાકી શકતા નથી. દેવતાના છોકરા કયલાની પેઠે સર્વત્ર સદાચારના સંસ્કારાભાવે દશા અવશેકાય છે. ધર્મકર્મના વ્યવહારને સુવિચારો વડે પિષ જોઈએ. ચારે વણેમાં અને ત્યાગીવર્ગમાં ધર્મકર્મના વ્યવહારની અસ્તવ્યસ્તદશા થવાથી દેશની-સમાજની-સંઘની-રાજ્યની અને વ્યક્તિ સ્વાતંત્ર્યની પડતી થાય છે. ધમકમેના વ્યવહારમાં અશુદ્ધતા-અસત્યતાને પ્રવેશ થતાં વિશ્વજનોનું કૂપમાં વિષ નાખવાની પેઠે અહિત થાય છે. અતએ તે તે ધર્મકર્મના વ્યવહારને સદુવિચારવડે અત્યંત પિષવાની જરૂર છે. ધર્મકર્મના વ્યવહારને લોકો ક્ષેત્રકાલાનુસારે આદરીને સર્વ પ્રકારની ઉન્નતિને કરે એવી રીતે વિચારવડે તેને પિષ જોઈએ.
For Private And Personal Use Only