________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તવજ્ઞાનના પાયા- દર્શાવ્યો છે. લોકમાન્ય તિલકે કર્મવેગ રહમાં તરવજ્ઞાનને સંબંધ દર્શાવ્યો છે. . પર કર્મયોગનો અમોએ તવજ્ઞાનની સાથે સંબંધ જાળવીને કમંગ અને તેનું સંબંધ. વિવેચન લખ્યું છે. પસ્માત્મા આત્મા-પુય-પાપ-સ્વર્ગ-નરક-બંધ-મેક્ષ
સુખ-દુઃખ ઇત્યાદિની સાથે કર્મયોગને નિકટના સંબંધ છે. જીવ-અછવ-પુયપાપ-આસ્રવ-સંવર-નિર્જરા–બંધ અને મેક્ષ-પુનર્જન્મ–અષ્ટ પ્રકારના કર્મની વ્યાખ્યા, પ્રારબ્ધાદિ કર્મની વ્યાખ્યા, શુભયોગ, અશુભયોગ, શુભપયોગ, અશુભોપયોગ, શુદ્ધો પગ વગેરેની સાથે સંબંધ ધરાવીને કમલેગનું વિવેચન કરવામાં આવ્યું છે, પરમાત્મભક્તિ, જ્ઞાન, સેવા વગેરેની સાથે કર્મયોગને સંબંધ દર્શાવ્યો છે. નિષ્કામભાવ અને સકામભાવના જ્ઞાન સાથે કર્મયોગના કર્તવ્યોનો સંબંધ દર્શાવ્યો છે. પરમાત્માને અને આત્માને તથા કર્મને વિવેક કરાવીને તત્ત્વજ્ઞાનના વાસ્તવિક સ્વરૂપસહ કર્તવ્ય કર્મોની દિશા દર્શાવવામાં આવી છે. ગુણસ્થાનકની સાથે અનુકૂળ સંબંધ સંરક્ષીને કમગની વ્યાખ્યા કરવામાં આવી છે. દેશભક્ત લેકમાન્ય શ્રીયુત તિલકે અદ્વૈત તત્વજ્ઞાન અને સાંખ્ય તરવરૂપ વૈદિક તેની સાથે સંબંધ જાળવીને ભગવદ્ગીતાનું વિવેચન કર્યું છે. જૈન તત્વજ્ઞાન અને વૈદિક તત્વજ્ઞાનની તુલના કરવાને પ્રસંગ અત્રે નથી, તે ૫ણ જે તેના જ્ઞાનની સાથે કર્મયોગને સંબંધ જાળવ્યો છે તે જૈન તત્વજ્ઞાનના નામે ઓળખાય છે અને જેન તત્વજ્ઞાનના સિદ્ધાંતે પરિપૂર્ણ સત્ય છે; તેની સાથે કર્મયોગને સંબંધ બરાબર બંધ બેસતા છે. સર્વ આત્માઓ સ્વાત્માની ઉન્નતિ માટે કર્તવ્ય કર્મોને આચરી શકે છે. જેને તવજ્ઞાન, જૈન તો એ વસ્તુતઃ એકલી જેનકેમના ત નથી, પણ સકલ વિશ્વનાં ત છે. જે માને તેનાં તર છે. પરમાતમાં જેમ સર્વના છે તેમ તો ૫ણ સર્વની સાથે સંબંધ ધરાવે છે, અને કર્મયોગ પણ સર્વની સાથે એક સરખો કર્તવ્ય સંબંધ ધરાવે છે. જેનતને જ્ઞાનથી કદિ શુષ્કતા આવતી નથી, તેમજ તેથી કર્તવ્ય કર્મોમાં જડતા આવતી નથી, એમ જૈન તત્તજ્ઞાનને ઊંડા અભ્યાસ કરનારાઓને અનુભવ આવે છે. બહિરાત્માઓ, અતરાત્માઓ અને પરમાત્માનું સ્વરૂપ અવબોધીને કર્તવ્ય કર્મોને કરવાની જરૂર છે. આત્માને બ્રહ્મ-ચેતન-જીવ ઇત્યાદિ નામોથી ઉપાધિભેદે સંબોધવામાં આવે છે. જેનાધ્યાત્મદષ્ટિએ હરિ-ણુ-રામ-રહેમાન-ઈશુ-બ્રહ્મા-વિષ્ણુ-મહેશ્વરનરનારાયણ વગેરે આત્માનાં નામે છે, તેથી ગમે તે ધર્મવાળો પણ અમેએ લખેલા કર્મયોગને સાનુકળપણે વાંચીને કર્તવ્ય કર્મોને સ્વાધિકારે એવી શકે તેમ છે. જૈન તત્વજ્ઞાનની સાથે સંબંધ ધરાવીને કર્મોગ તથા તેનું વિવેચન લખતાં કેઈપણ ધર્મના તત્વજ્ઞાન પર આક્ષેપ ન થાય, તેમજ કેઇને અરુચિ ન થાય-તેમ પ્રાય: વિશેષત: ધ્યાન રાખ્યું છે, અને તેથી સાર્વજનિક કમયોગની માન્યતા થાય એમ ખાસ લક્ષ્ય દેવામાં આવ્યું છે. સ્વાદાદ દૃષ્ટિની સાથે અપેક્ષાએ વિશ્વવર્તી સર્વ ધર્મોને રે ધમની સાથે અંગાંગી માવ સંબંધ છે, તેથી જૈન તત્વજ્ઞાનનું સ્વાદાદપણે વિવેચન કરીને સર્વ ધર્મોના તેની સાથે સાનુકૂળ સાપેક્ષ સંબંધ જાળવીને કમંગનું વિવેચન કરવામાં આવ્યું છે. જેમ બને તેમ મતભેદ-કદાગ્રહને દૂર રાખી સર્વ જાતના ધમી એને એક સરખી રીતે લાગુ પડે તેમ કર્મયોગનું વિવેચન કરવામાં આવ્યું છે. તત્વજ્ઞાનમાં પરસ્પર મતભેદ પડે ત્યાં મતસહિબગુતાને ધારીને જે ન ગમે તેની ઉપેક્ષા વા મધ્યસ્થતા ધારીને કર્મયોગ તથા તેનું વિવેચન વાંચકે વાચશે તે તેથી તેઓ કર્મયોગી બની શકશે. ધર્મ તરોની સાથે કર્મયોગનો સંબંધ છે પરંતુ તેથી સ્વાધિકારે વિશ્વહિતાર્થે કર્તવ્ય કર્મો કરવામાં કોઈપણ ધર્મનાં તો આડખીલ કરી શકે તેમ નથી; પરમાત્માની શ્રદ્ધાભકિત ધારણ કરીને નિર્દોષપણે કર્તવ્ય કર્મો કરવાં એ જ તત્વજ્ઞાનને કર્મયોગ સાથે મુખ્ય સંબંધ છે તેટલું ધ્યાનમાં રાખવાની જરૂર છે.
For Private And Personal Use Only