________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
gi
પારકાના દે
ન જુઓ.
( ૬૭૯ )
જૂનાધિકતાને પ્રતીકાર કરે પડે છે તદ્વત ચારે વર્ણના ગુણકર્મનું ન્યૂનાધિક બળ થતાં યુદ્ધ વગેરે પ્રગટે છે અને તે સમાન બળ થયા વિના શાંત થતાં નથી, માટે દેશમાં રાજ્યમાં સંઘમાં સમાજમાં અને વિશ્વમાં ચારેવણેના ગુણકર્મોનું સમાન બળ જળવાઈ રહે એવા ઉપાય લેવા જોઈએ અને વિકારશક્તિને નાશ કરે જોઇએ-એમ સામાજિક રાષ્ટ્રીય અને સંઘનું હિત કરનારા પરમાર્થી પુરૂષોએ વિચારવું જોઈએ. ત્યાગી મહાત્માઓમાં સાત્વિકગુણની અધિકતા હોય છે ત્યાં સુધી તે વર્ગની ઉન્નતિ થયા કરે છે; પરંતુ જ્યારે તેઓમાં રજોગુણ અને તમોગુણને પ્રવેશ થાય છે ત્યારે તેઓની ઉપયોગિતાને
સ્વયમેવ નાશ થાય છે અને તેથી ત્યાગીવર્ગની પડતી થાય છે. પરંતુ જ્યારે તેમાંથી રજોગુણ અને તમોગુણને ભાવ કમી થતો જાય છે ત્યારે તેઓની ચડતી થતી જાય છેઈત્યાદિ અનેક અનુભવોનું મનન કરીને કર્મચારીઓએ વિશ્વમાં શાંતિ રક્ષવા અનેક કર્મોને આચારમાં મૂકવાં જોઈએ. દેષયુક્ત જીવોને દેખી તેઓ પર કરુણુ કરવી જોઈએ અને દેશી મનુષ્યમાં ગુણોને પ્રચાર કરવા માટે સ્વશક્તિથી ઉપદેશાદિ કર્મોમાં પ્રવૃત્ત થવું જોઈએ. આ વિશ્વમાં કોઈ પણ મનુષ્ય એ નથી કે જેનામાં સકલ ગુણે જ હોય. દેશ અને ગુણેની કલપના છે ત્યાં સુધી દોષીપર કરૂણું કરવાની જરૂર છે. ગુણની અને દોષની માન્યતાઓની ભિન્ન ભિન્ન દૃષ્ટિ હોય છે. યજ્ઞની હિંસાને કેટલાક અહિંસા કળે છે અને કેટલાક તેને હિંસા કળે છે. આ પ્રમાણે અનેક બાબતોમાં ગુણોને કેટલાક દે કથે છે અને કેટલાક જેને દેષ માનતા હોય છે તેઓને ગુણે કથે છે–તેને વ્યવહારષ્ટિથી અનેકાન્તપણે વિવેક કરવાની જરૂર છે. કેટલાક મહાત્માઓ એવા હોય છે કેતેઓને આ વિશ્વમાં અપેક્ષાએ અમુક ગુણ અને તે જ બીજી અપેક્ષાએ દેષરૂપ લાગે છે. કેટલાક મહત્માઓ એવા હોય છે કે ગુણેથી અને દેથી કલ્પનાતીત થવામાં ધર્મ સ્વીકારે છે. કેટલાક મહાભાએ એવા હોય છે કે તેઓ બ્રહ્મથી ભિન્ન ગુણોને અને દેશને એક પ્રકૃતિમાં સ્વીકારીને તેને અપરિહાર્ય જણાવે છે. આ પ્રમાણે ભિન્ન ભિન દષ્ટિએ ગુણનું સ્વરૂપ છે, તેમાંથી સાપેક્ષનયપૂર્વક સત્ય ગ્રહવું. આ વિશ્વમાં જે મનુષ્ય અન્યના દે દેખે છે તેઓ પ્રથમ તે દેવી હોય છે. અન્યના દે દેખવાની દૃષ્ટિ છે તે પણ એક જાતને દોષ છે. અન્યના દે દેખવાની ભાવનાથી અન્યના દોષોના સંસ્કારને હૃદયમાં સ્થાપન કરવામાં આવે છે અને તેથી તે તે દેને ષષ્ટિવાળા મનુષ્યમાં ઉત્પાદ થાય છે. ન્યૂનાધિક દેથી સર્વ જીવો વ્યાપ્ત છે તેથી કેઈની નિન્દા ન કરતાં સર્વ જી પર કરુણભાવના ધારણ કરવી જોઈએ. આત્મજ્ઞાની મનુષ્ય સર્વ જીવોને-દષષ્ટિને આગળ કરી નીચ ગણતા નથી. આત્મજ્ઞાની મનુષ્ય અન્યોના દે દેખવા તરફ દષ્ટિ દેતા જ નથી. ફક્ત ગુણો જેવા તરફ લક્ષ્ય દીધા કરે છે. દોષીઓમાં ગુણો પ્રચારવા માટે આત્મશક્તિથી પ્રયત્ન કરવો જોઈએ. દોષીઓના આત્માઓમાં સત્તાએ અનંતાગુણે છે તેઓનું ભાન
For Private And Personal Use Only