________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૭૮ )
શ્રી કર્મવેગ ગ્રંથ-સવિવેચન.
આ વિશ્વમાં મૈત્રીઆદિ ચાર ભાવનાઓને કરડે ગ્રન્થ લખીને વા તેનાં કરોડો ભાષણે કરીને સ્વપરની જે ઉન્નતિ કરી શકાય છે તે અલ્પમાત્ર છે, પરંતુ મૈત્રીઆદિ ચાર ભાવનાને આચારમાં મૂકવી તે જ આત્માની અનન્તગુણી ઉન્નતિ છે. વાચિક જ્ઞાન વા ભાવનામાત્રથી ઉન્નતિ કરી શકાતી નથી. દેશોન્નતિ કરવા માટે, સામાજિકન્નતિ કરવા માટે, સંઘોન્નતિ કરવા માટે, ચાતુર્વર્યોન્નતિ કરવા માટે, ત્યાગીઓની ઉન્નતિ કરવા માટે જે જે ઇચ્છા રાખનારાઓ હોય તેઓએ ચાર ભાવનાને આચારમાં-વર્તનમાં મૂકી બતાવવી જોઈએ. સર્વસ્વાર્થોને ત્યાગ કરીને સામાજિક હિત માટે કર્તવ્ય સર્વ કાર્યો કરવાં જોઈએ. સામાજિક હિતમાં સર્વ વિશ્વજનનું હિત સમાયેલું છે. સામાજિક હિતસ્વીઓ દેશ-સમાજ-સંધ-રાજ્ય આદિ સર્વની હિત કરવાની પ્રવૃત્તિ કર્યા કરે છે. સ્વાર્થોને ત્યાગ કર્યા વિના સામાજિક હિતકર કાર્યોમાં પ્રવૃત્તિ કરી શકાતી નથી. સ્વાર્થની સંકુચિત દ્રષ્ટિથી સામાજિકહિતરૂપે મહાસાગરને અવલોકી શકાતો નથી. સામાજિક હિતકર કર્મોમાં પ્રવૃત્ત થનાર નિઃસ્વાથી કર્મવેગી મનુષ્ય જેટલું દુનિયાના જીવનું કલ્યાણ કરી શકે છે તેટલું અન્ય મનુષ્ય કરી શકતા નથી, સામાજિકહિતકર કાર્યો માટે વ્યાપક દષ્ટિથી કાર્ય કરનારાઓ મહાયુદ્ધોની શાન્તિ કરી શકે છે અને સર્વ જીવોનાં દુઃખ દૂર કરવા આત્મભોગ આપી શકે છે. વિશ્વમાં શક્તિને પ્રચાર કરવા માટે ઉત્તમ ચારિત્રગુણસંપન વ્યાખ્યાતાઓએ શાંતિકર વ્યાખ્યાન દેવાં જોઈએ અને સહુએ શાન્તિકર્મના પ્રબોપૂર્વક અને ઈતર ઉપાય પૂર્વક શક્તિ થાય એવાં કાર્યો કરવાં જોઈએ. હાલ યુરોપી મહાવિગ્રહથી સર્વત્ર વિશ્વમાં અશાન્તિ ફેલાઈ છે. વિશ્વમાં સર્વ લેકમાં દુઃખને અત્યંત સંચાર થવા લાગે છે. આ વખતમાં વિશ્વમાં શાન્તિ પ્રસરે એવા ઉત્તમ પ્રબધપૂર્વક પુરુષોએ પ્રબલ પ્રયત્ન કરવો જોઈએ. ક્ષાત્રકમાં અને વૈશ્યકમી મનુષ્યની અત્યંત વૃદ્ધિ થવાથી અને બ્રાહ્મણની અને ત્યાગીઓની સંખ્યા કમી થવાથી વિશ્વમાં અનેક યુદ્ધ પ્રકટી નીકળે છે અને તેથી શેષ વર્ગોને પણ નાશ થાય છે તથા મનુષ્યમાં વર્ણસંકરત્વ દાખલ થાય છે. જૈનધર્મને આચારમાં મૂકી બતાવનારા બ્રાહ્મણની અને ત્યાગીઓની યુરોપમાં સંખ્યા વૃદ્ધિ પામે તે હાલમાં જેવા યુદ્ધો ત્યાં થાય છે તેવાં થઈ શકે નહીં. વિશ્વમાં શાન્તિને પ્રચાર થાય એવા કાલાનુસારે ભિન્ન ભિન્ન કર્મો હોય છે અને ભિન્ન ભિન્ન વર્ષીય મનુષ્યથી શાન્તિને પ્રચાર થાય છે. કોઈ સમયે ત્યાગી મહાત્માઓના બળે વિશ્વમાં શક્તિ પ્રસરે છે. કોઈ વખત આત્મજ્ઞાની બ્રાહ્મણોના બળે વિશ્વ
જીવોમાં શક્તિ પ્રસરે છે. કોઈ વખત ક્ષત્રિયોના-ગુણકર્મ બળે શક્તિ પ્રસરે છે. કેઈ વખત વિના બળે શક્તિ પ્રસરે છે અને કોઈ વખત શુદ્રોની સેવાબળે વિશ્વમાં શક્તિ પ્રસરે છે. ચારે વણેનું અને ત્યાગીઓનું સમાન બળ હોય છે, તે વિશ્વમાં વિશેષતઃ શાન્તિ પ્રસરે છે. કેઈવર્ણનું ગુણકર્માનુસારે અધિક વા ન્યૂન બળ થતાં અશાન્તિને વિકાર ફાટી નીકળે છે. વાત પિત્ત અને કફની સમાનતા વડે શરીરનું આરોગ્ય રહે છે. વાતપિત્ત અને કફની
For Private And Personal Use Only