SearchBrowseAboutContactDonate
Page Preview
Page 777
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kotbatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir E મૈત્ર્યાદિ ચાર ભાવનાના પ્રચાર કરે. ( ૬૭૭ ) યાને અને ધર્મકર્માંને કર્યાં કરે છે તેના સમાન વિશ્વમાં કલ્યાણકર્તા-ઉન્નતિકર્તા કાઈ નથી. કઈ પણ શુભ કર્મ કરવું તે કરવું એ જ પેાતાની તથા વિશ્વની ઉન્નતિનેા મૂળ મંત્ર છે. સર્વ મનુષ્યાએ વર્ણાદિસ્વાધિકારે ધર્માચારોમાં પ્રવૃત્ત થવુ જોઇએ. ધર્માંચારોને લેપ થતાં સંઘ-સમાજ-રાજ્ય વગેરેની પ્રગતિયાનાં મૂળ ઉખડી જવાનાં-એમાં અંશમાત્ર સંશય નથી. ધર્મ શાસ્ત્રોમાં જે જે સદાચાર-ધર્માચારા પ્રતિપાદ્યા છે તેના સર્વાંતઃ અનુભવ કરીને ધર્માંક માં પ્રવૃત્ત થવુ' જોઇએ, ધર્માંચારામાં દૃઢ રહેવાથી દેશેાન્નતિ સામાજિકાન્નતિ વગેરે સામુદાયિક ઉન્નતિયાનું રક્ષણ કરી શકાય છે. પાશ્ચાત્યાની કેટલીક કૃત્રિમ ઉન્નતિયાનુ એકદમ અનુકરણ કરીને પાર્ટીય ધર્માચારોના નાશ ન કરવા જોઇએ. મેાક્ષસાધકમનુષ્યાએ માર્ગાનુસારી ધર્મદ્યોતક કન્યકર્મોને કરવાં જોઇએ. ક્ષેત્રકાલાનુસારે જે જે માર્ગાનુસારીગુણ્ણા સેન્ય હાય તે સેવવા જોઇએ. માર્ગાનુસારી ગુણાની પ્રાપ્તિથી નીતિધર્મમાં સ્થિર રહી શકાય છે અને તેથી સત્ય ધર્મની પ્રાપ્તિ થાય છે. માર્ગાનુસારીગુણ્ણ વિના ધર્મની ચેોગ્યતા પ્રાપ્ત થઇ શકતી નથી. માર્ગાનુસારીગુણા વિના ધર્મક્રિયા કરવા માત્રથી આત્મકલ્યાણ થઈ શકતુ નથી. લેકેમાં મૈગ્યાદિ ભાવાની વૃદ્ધિ માટે મનવાણીકાયાથી અને લક્ષ્મીથી યાગ્ય જે કર્તવ્યકમ લાગે તે કરવુ' જોઇએ. મૈત્રીઆદિ ભાવનાએ ભાવવી સહેલ છે પણ તે પ્રમાણે વિશ્વજીવેાની સાથે વર્તવું મુશ્કેલ છે. ક્રોધાદિક પ્રસંગે મૈત્રી ભાવના ન રહી તે પશ્ચાત્ મૈગ્યાદિ ભાવના ભાવવા માત્રથી કંઈ વળતું નથી. મૈત્રીઆદિ ચાર ભાવનાઓથી હૃદયની શુદ્ધિ થાય છે અને તેથી લયયેાગ તથા રાજયોગ વગેરે યાગાની પ્રાપ્તિ થાય છે. પરસ્પર વિરુદ્ધધર્મી મનુષ્યેા પર મૈત્રીભાવ આવતાંની સાથે હૃદયની શુદ્ધિ થાય છે. પરસ્પર ભિન્ન ક્રિયામતથી ચૂકકાકવત્ વૈની દિ રાખનારા મનુષ્યો ગમે તે ધર્મના હાય હૈાય તે મૈત્રી ભાવનાના અધિકારી બન્યા નથી તેા પશ્ચાત્ વિશષ ધર્મના અધિકારી । કયાંથી બની શકે વારૂ ? પ્રમાદ ભાવનાની સિદ્ધિ વિના ધર્મીના વેષ પહેરવાથી પણ સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ શકતી નથી. મૈત્રીભાવના અને પ્રમોદભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. કરુણાભાવનાને અને મૈત્રીભાવનાને પરસ્પર નિકટ સંબંધ છે. આત્મજ્ઞાનની પ્રાપ્તિ માટે કરુણાભાવના વગેરેની આવશ્યકતા છે. મધ્યસ્થભાવના પ્રકટયા વિના સત્યધર્મની પ્રાપ્તિ થઈ શકતી નથી. રાગદ્વેષના કદાગ્રહથી ઘેરાયેલ મનુષ્ય મધ્યસ્થ બની શકતા નથી. મધ્યસ્થ થયા વિના વિશ્વમાં પ્રવૃતિંત સર્વ ધર્મોંમાંથી સત્ય અને અસત્યને જુદું પાડવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. માધ્યસ્થ્યગુણુ વિના આત્મજ્ઞાનના વિશેષ પ્રકાશ થતા નથી. જ્ઞાનાવરણીયાદિકનાં આવરણેા દૂર થવાથી માધ્યસ્થ્ય ગુણુ ખીલી શકે છે. આ વિશ્વમાં મધ્યસ્થગુણની ભાવનાથી સર્વધર્મની સર્વ બાજુઓનું અવલેાકન કરી શકાય છે. મૈત્રી પ્રમાદ માધ્યસ્થ અને કારુણ્ય એ ચાર ભાવનાના વિચારોના મનુષ્યામાં પ્રચાર થવાથી વિશ્વમાંથી અત્યંત અશાન્તિ દૂર થાય છે અને સ્વર્ગસમાન વિશ્વ બની શકે છે. For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy