________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
સદાચારનું સેવન કરવું.
( ૬૭૧ )
અને શ્રદ્ધા વિના આચાર આચરતાં છતાં આત્માનું કલ્યાણ કરી શકાતું નથી. જ્ઞાનવિના આચારોમાં અંધતા પ્રાપ્ત થાય છે અને શ્રદ્ધાવિના આચારોને આચરવામાં આત્મબળ રહેતું નથી. શ્રદ્ધા વિના આચારમાં એક સરખી પ્રવૃત્તિ થઈ શકતી નથી. સર્વધર્મોમાંસર્વધર્મશાસ્ત્રોમાં આચારને પ્રથમધર્મ ક છે. સર્વ વ્યવહારને આધાર આચાર છે. હજારે લાખ કરોડે વિચારેની મૂર્તિ આચારે છે. લાખ કરોડે વિચારેનું ફલ આચારો છે. આચારો વિના ધર્મની ઉત્પત્તિ થઈ શકતી નથી. કેટિવિચાર કરી કરીને તેઓને પણ આચારમાં મૂકવાની જરૂર રહે છે. વ્યવહારથી લોકોને આધાર આચાર છે. અતએ સર્વધર્મની જીવતી પ્રતિમાઓરૂપ સજીવન આચારથી ધર્મની વિશ્વમાં સજી. વનતા રહે છે. બ્રાહ્મણવર્ગ ક્ષત્રિયવર્ગ વૈશ્ય અને શુદ્રવર્ગના કેટલાક ભિન્ન ભિન્ન આચારે છે. વિશ્વમાં આચારથી ભ્રષ્ટ બ્રાહ્મણદિ વર્ગ જ્યારે થાય છે ત્યારે ધર્મનો નાશ થાય છે. ક્ષત્રિયો વગેરે સ્વસ્વાચારથી ભ્રષ્ટ થવાથી તેઓએ સર્વસ્વ ગુમાવ્યું. આત્માના ગુણ ખીલવવા માટે સ્વગ્ય આચારોને આચરો અને નકામા તકે કરવાનું છોડી દે. હૃદયવિના આચારોની આચરણ થઈ શકતી નથી; વ્યકિતબલ, જ્ઞાતિબલ, સમાજબલ, સંઘબલ અને દેશબલને વધારવા માટે સર્વમનુષ્યએ વ્યાવહારિક આચારોને અને ધાર્મિકાચારને સેવવા જોઈએ. તા અતઈનY-ત, યુક્તિ કરવાથી ઠેકાણે ઠરવું થતું નથી. લાખે ભાષણ આપનારા કરતાં સદાચારનિષ્ટ એક મનુષ્ય જેટલું સ્વપરનું શ્રેયઃ કરી શકે તેટલું અન્ય કઈ કરી શકતું નથી. જ્ઞાનશ્રદ્ધાપૂર્વક સદાચારસ્થિતમનુષ્યોને નિપાત-નાશ થતું નથી. દેશકાલાનુસારે ધર્માદિકના સદાચારોમાં ધર્મક્રિયાઓમાં ધર્માનુષ્ઠાનમાં પરિવર્તન થયા કરે છે. મૂલે દેશના સાધ્યપૂર્વક દેશકાલાનુસારે આચારનાં યોગ્ય પરિવર્તન સર્વ આચારોમાં થયાં થાય છે અને થશે પરંતુ તે સર્વ આચારમાં એકાંતે કંઇ ધર્મ પ્રાણભૂત રહેતો નથી. ધર્મવિનાને કેઈ આચાર આચરવા ગ્ય નથી. દેશની ધર્મની, સંઘની અને જ્ઞાતિની પડતી કરનારા આચાર જો કે સદાચાર તરીકે ગણાતા હોય તે પણ તે આદરવા ગ્ય થતા નથી. સમસ્ત વિશ્વમાં સાત્વિકગુણી આચારોને આચર્યા વિના પડતી છે. શુભાચાર, અશુભાચાર, ઉત્સર્ગાચાર, અપવાદાચાર, ધર્મેઆચાર, અધર્મીઆચાર, ગૃહસ્થાચાર, ત્યાગાચાર, ચાર વર્ણના આચાર, નૈતિકાચાર, દુર્ગુણાચાર, પ્રશસ્યાચાર, સમયાનુ કુલાચાર, પ્રાસંગિકાચાર, નાશકારકઆચાર, આત્મબલરક્ષકાચાર, નૈમિત્તિકાચાર, ઉપાદાનઆચાર, લોકિકાચાર, લેકેત્તરધર્માચાર વગેરેઆચારના અનેક ભેદ પડે છે. તેનું ગુરુગમથી સ્વરૂપ વિચારવું. ધર્મપ્રાણભૂત આચાર સદા સર્વત્ર પુરૂવડે માન્ય છે. ઉત્સર્ગ અને અપવાદવડે દ્રવ્ય ક્ષેત્રકાલાભાવાનુસારી એવા સદાચારો આગના અવિરોધ. પૂર્વક સેવવા યોગ્ય છે. દ્રવ્ય ક્ષેત્રકાલાનુસારી એવા સદાચારોને પણ ઉત્સર્ગ અને અપવાદથી સદાચારની પ્રવૃત્તિ જાણ્યા વિના પ્રવૃત્તિ કરવાથી ધર્મને અને ધર્મીઓનો નાશ થાય છે.
For Private And Personal Use Only