________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Sh Kailassagarsuri Gyanmandir
સદાચારમાં પ્રવૃત્ત થવું.
તે ધર્મની વિશ્વમાં વ્યાપકતા થાય છે. ધર્મકામાર્થસેવકએ ધર્મજ્ઞાનપ્રચારાર્થે પાઠશાલાદિક શુભ કર્મ કરવાં જોઈએ. ધર્મશાલા વગેરેનું સ્થાપન કરવું જોઈએ; સાધુઓને અને સાધ્વીઓને ભણાવવા માટે પાઠશાલાદિકની સ્થાપના વિગેરે જે જે શુભ કર્મો કરવાનાં હોય તે તે કરવા જોઈએ; અને ઉપદેશસત્તા લક્ષમીથી તેને સ્થાપાવવાં જોઈએ. સત્કારભકિતપૂર્વક ધમલેકને સહાપ્ય કરવી જોઈએ. ધાર્મિક મનુષ્યોને સહાય દેવાથી મહાધર્મની પ્રાપ્તિ થાય છે. જ્ઞાનદર્શનચારિત્રરૂપ ધર્મને સાધનાર સાધુઓ પર પ્રેમ ધારણ કરવું જોઈએ. સત્કારભક્તિવિના માત્ર સહાયથી સ્વાત્માની ઉન્નતિ થતી નથી. અતએ સત્કારભક્તિપૂર્વક ધમલેકેને અનેક કર્મોથી સહાય કરવી જોઈએ. સ્વાત્માદિની ઉન્નતિમાં વિશ્ન કરનાર સંકુચિતદષ્ટિને ત્યાગ કરે જોઈએ. ઉદાર શુભપ્રબંધ વગેરેથી ધર્મની અને ધાર્મિકજનેની ઉન્નતિ કરવી-કરાવવી અને કરનારની અનુમોદના કરવી જોઈએ.
અવતરણુ-ધર્મવૃદ્ધિકારકાદિ પ્રવૃત્તિ દર્શાવ્યા બાદ સદાચારધર્મપ્રવૃત્તિ દર્શાવવામાં આવે છે.
अहिंसासत्यधर्मादि-सदाचाराश्च भूतले । तेषां पूर्णप्रचारार्थं यतितव्यं स्ववीर्यतः ॥ १९७ ॥ गुणैर्युक्ताः सदाचाराः स्वोन्नतिसाधका ध्रुवम् । सन्ति नैव गुणा यत्र स्वाचारस्तत्र निष्फलः ॥ १९८ ॥ आचारा गुणवृद्धयर्थं गुणानां रक्षणाय ये। ज्ञानश्रद्धाबलाभ्यां ते समायुक्ताः शुभङ्कराः ॥ १९९ ॥ आचारः प्रथमो धर्मः सर्वधर्मेषु गीयते । आचारः सर्वलोकानामाधारो व्यवहारतः ॥२०॥ सदाचारस्थलोकानां निपातो नैव जायते । धर्मस्य प्राणभूतः सः सदाचारः सतां मतः ॥ २०१॥ उत्सर्गकापवादाभ्यां क्षेत्रकालानुसारिणः । सदाचाराः सदा सेव्या धर्मागमाऽविरोधतः ॥ २०२ ।।
For Private And Personal Use Only