SearchBrowseAboutContactDonate
Page Preview
Page 763
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kothatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પહેલાં સાત્ત્વિક ધમ પછી શુદ્ધ ધર્માં. ( ૬૬૩ ) વિવેકી મનુષ્યાએ સાત્વિકધર્મની વૃદ્ધિ માટે પ્રવૃત્તિ કરવી જોઇએ કે જેથી જે કાલમાં જે મનુષ્યોને સાત્વિકધર્મની પ્રાપ્તિ થવાની હોય તે તેને થઇ શકે. રજોગુણ તમેગુણુ અને સત્ત્વગુણની પેલીપાર આત્માને! શુદ્ધ ધર્મ રહ્યો છે. શુભાશુભ કલ્પનામય મનોવૃત્તિયાના ક્ષીણભાવ થતાં ઉપશમાદ્રિ ધર્મની પ્રાપ્તિ થાય છે. ઔપચારિક ધર્મને વ્યવહારમાં લાકે ધર્મ તરીકે પ્રાયઃ મોટાભાગે અવધે છે. પરંતુ તેનાથી ભિન્ન અનુપચરિત સદ્ધર્મ કે જે આત્માના જ્ઞાનાદિ શુદ્ધધર્મ છે તેને વિરલ મનુષ્ય અવબોધી શકે છે. આત્માની જ્ઞાનાદિ શકિતા સર્વે ધર્મરૂપે છે તેના પ્રકાશાથે જે જે નિમિત્ત વ્યવહાર ઉપાયે છે તે પણ વ્યવહારથી ધમ કથાય છે. સવીયમનુષ્યો ધર્મારાધનામાં નાતજાતના ભેદવિના સ્વાધિકારે ગુણુકર્માનુસારે ફરજ અદા કરતા છતા એક સરખા સમાન છે–તેમાં કેાઈ ઉચ્ચ નથી અને કાઈ નીચ નથી; સ્વસ્વાધિકારે જ અદાકરનાર રાજા અને ક એ સરખા છે અને બન્નેને વિશ્વમાં જીવવાના સમાન હક્ક છે. જ્યાંસુધી ઉચ્ચ અને નીચના ભેદની અહ વૃત્તિથી મનુષ્યો પ્રવૃત્તિ કરે છે ત્યાંસુધી તેએ માયાવૃત્તિના સાગરને તરી પેલી પાર ગમન કરી શકતા નથી. એક વર્ણના મનુષ્યને સમાનભાવથી ચાહતા નથી ત્યાંસુધી તેએ સ્વકર્તવ્યને સમ્યગ્ અદા કરી શકતા નથી; સત્યધર્મ જૈનસનાતનધર્મ ખરેખર આત્માને ધર્મ છે. અનાદિકાલથી આત્મા છે અને અનન્તકાલ પર્યંત રહેવાના. આત્મવિના ધમ નથી તેથી આત્માના ધર્મને સનાતન જૈનધર્મ કથવામાં આવે છે. આત્માને ધર્મ આત્મામાં છે તેને ધ્યાન ધરીને અનુભવવા જોઇએ. આત્મા તે જ-આત્માની શુદ્ધિ પ્રકટવાથી પરમાત્મારૂપ થાય છે, ધ્યાનદીપિકામાં કથ્યું છે કે, ચ: પગમા પરં સોઢું, ચોઢું સુપરમેશ્વરઃ। મન્ત્યો ન મોવાણ્યો, મો ન યજ્ઞાયä ।। જે પરમાત્મા પરમબ્રહ્મ છે તે હું છું અને જે હુ આત્મા-પ્રશ્ન છું તે પરમેશ્વર છે, મારાથી અન્ય-આત્માથી અન્ય, બ્રહ્મથી અન્ય-કાઈ બ્રહ્મ નથી અર્થાત્ આત્માને ઉપાસ્ય નથી; આત્મા અર્થાત્ બ્રહ્મથી સ્વયં શુદ્ધપ્રશ્ન ઉપાસ્ય છે. મારાથી અન્યવડે અહીંઆત્મા ઉપાસ્ય નથી; ઉપાસ્ય અને ઉપાસક બન્નેમાં બ્રહ્મ અર્થાત્ આત્માવિના અન્ય કશું કઈ નથી એવા હું આત્મારૂપ પરમાત્મા છું. સર્વશો મળવાનું ચોયમમવાશ્મિ લ ધ્રુવં । ત્ત્વ તન્મયતાં યાત: સર્વવેāીતિ મન્યતે ।। જે આ સજ્ઞ ભગવાન્ છે તે હુંજ નિશ્ચયતઃ છું—એવ તન્મયતાને પ્રાપ્ત થએલ સર્વજ્ઞ છે એમ મનાય છે. આત્માની શુદ્ધતા અર્થાત્ શુદ્ધબ્રહ્મને રાગદ્વેષરહિત અનુભવ કરવામાં આવે છે ત્યારે આત્મામાં સર્વજ્ઞતા અનુભવાય છે. આત્માના શુદ્ધધર્મમાં તન્મયતા થવાથી અન્યકેાઈ પદાર્થ માં સુખ ભાસતું નથી. આવી દશામાં મસ્ત બનીને જ્ઞાનયાગીએ સર્વવર્ષીય મનુષ્યાને પ્રથમ સાત્વિકધમ ના બધ આપે છે, પશ્ચાત્ તેઓની તેમાં પિરપકવતા થતાં આત્માના શુદ્ધધર્મના અનુભવ આપે છે. આ વિશ્વમાં અનન્તધર્મવર્તુલનાં જેટલાં લઘુવર્તુલ કલ્પીને તેને ધર્મ માનીને મનુષ્યો ધર્મ પ્રવૃત્તિ કરે તેટલાં ન્યૂન છે. ધર્મની સાધનાના અસંખ્ય ભેદો પડે For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy