SearchBrowseAboutContactDonate
Page Preview
Page 762
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૬૨) શ્રી કચોગ ગ્રંથ-સવિવેચન. BR મનુષ્યને નાશ થવાને આપત્તિકાલ પ્રાપ્ત થાય તેવા આપત્તિકાલ પ્રસંગે સત્ત્વગુણી મનુષ્યોએ અ૫હાનિ અને બહુ લાભની દષ્ટિએ અસુરને પરાજય કરવા તેના કરતાં બળવાનું અનેક ઉપાયને સેવવા જોઈએ. આત્મવીર્ય ફુરાવવામાં તથા ધાર્મિક મનુષ્યનું સંરક્ષણ કરવામાં અંશ માત્ર નિર્બલતા ન સેવવી જોઈએ. આપત્તિકાલે સવગુણી મહાત્માઓ છેવટે જનમે છે અને તેઓના બળથી રજોગુણ મનુષ્યોની અને તમે ગુણી મનુષ્યની ઉમાદ દશાનો નાશ થાય છે. આ વિશ્વમાં સત્ત્વગુણી આત્માઓરૂપ અનેક વિષ્ણુઓ આત્મશકિતથી સર્વત્ર વ્યાપાર થાય છે તેઓના તેજની આગળ કેઈનું જોર ચાલી શકતું નથી. સત્ત્વગુણી ધર્મનો પ્રચાર કરવાને સવગુણી વિચારેનો અને સવગુણી આચારોનો પ્રચાર કરવું જોઈએ. સત્ત્વગુણી આહારથી સત્વગુણી વિચારોની વૃદ્ધિ થાય છે. આર્યાવર્તમાં સત્વગુણી મહાત્માઓ પ્રકટી શકે એવા જલવાયુ આદિ તત્ત્વોની તથા આહારની–સત્ત્વગુણ વિચારેનાં અને સર્વગુણ આચારનાં આન્દોલનની અત્યંત જમાવટ છે તેથી આર્યાવર્ત માં ધર્મોદ્ધારક તીર્થકર ઋષિ વિગેરે પ્રકટી શકે છે. સર્વ દેશોમાં ધર્ણોદ્ધાર કરનારા મહાત્માઓમાં મુખ્ય એવા મહાત્માઓ આર્યાવર્તમાં સત્ત્વગુણી ધર્મથી પ્રગટી શકે છે. અએવ માહોએ અર્થાત્ બ્રાહ્મણોએ ક્ષત્રિયાએ, વૈશ્યએ અને શુદ્રોએ સત્વગુણી જૈનધર્મની અને સત્ત્વગુણીધમીઓની સેવા કરવી જોઈએ. બ્રાહ્મણોએ વિદ્યાથી બ્રહ્મજ્ઞાનથી તત્ત્વજ્ઞાનથી સ્યાદ્વાદજ્ઞાનથી, વૈશ્યએ વૈશ્યત્વભાવથી–સત્ત્વગુણી ધર્મનું પિષણ થાય એવા ભાવથી, ક્ષત્રિએ ક્ષાત્રર્મોથી, અર્થાત્ ધર્મીઓનું રક્ષણ થાય એવી શસ્ત્રબલાદિ પ્રવૃત્તિઓથી અને શુદ્ધોએ સેવાથી સાવિગુણીજનધર્મને અર્થાત્ આત્મધર્મનો પ્રચાર કરે જોઈએ. વ્યષ્ટિમાં અને સમષ્ટિમાં સાત્વિકગુણધર્મના પ્રચારાર્થે તથા આત્મશુદ્ધ જૈન ધર્મના પ્રચારાર્થે સર્વ જનેએ મુખ, બાહુ ઉદર અને પદથી પ્રવૃત્તિ કરવી જોઈએ. તત્ત્વજ્ઞાનના ઉપદેશક બ્રાહ્મણે છે અને ધમીઓનું રક્ષણ કરવા આત્મભોગ આપનારા મનુષ્ય ક્ષત્રિય છે. ત્યાગીગુરુઓએ ગૃહસ્થગુરુ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્યએ અને શૂદ્રોએ જ્ઞાનબળથી બાહુબળથી વ્યાપારબલથી અને સેવાઇલથી ધર્મનો પ્રચાર કરવા સદા કટિબદ્ધ રહેવું જોઈએ. ક્ષાત્રબલ વિના કદાપિ ધર્મ અને ધર્મિની રક્ષા થતી નથી. વૈશ્યત્વના બલ વિના ધર્મ અને ધર્મીઓની પુષ્ટિ વૃદ્ધિ થતી નથી. સેવાના બળવિના ધર્મનાં સર્વ અંગોમાં પરિપૂર્ણ વ્યવસ્થા રહેતી નથી. જ્ઞાનબળ વિના ધર્મના રહસ્ય જણાતા નથી અને તેથી ગાડરીયો પ્રવાહ વૃદ્ધિ પામે છે. અએવ કેઈપણ કાલમાં ઉપર્યુકત ચારે બલપૈકી કેઈપણ બેલની ન્યૂનતા થવા દેવી નહીં અને જે કાલે જે બલની ન્યૂનતા થઈ હોય તે બલને તે કાલે ગમે તે ઉપગથી દેશમાં સંઘમાં સમાજમાં પ્રાપ્ત કરવું જોઈએ. વ્યવહાર સામ્રાજ્યમાં અને ધર્મસામ્રાજ્યમાં ચાતુર્વર્યબલની આવશ્યકતા રહે છે. સાવિકધર્મમાં સર્વમનુષ્યો સદાસ્થિર રહે એવું બન્યું નથી અને બનવાનું નથી; તથાપિ For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy