________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચારે વર્ણો કેવી રીતે ધર્મારાધના કરી શકે?
( ૬૫૫ ).
છે. મુસભાનકમમાં પ્રીસ્તિકામમાં અને બીદ્ધામાં પણ ગુણકર્માનુસારે ચારે વર્ણના મનુષ્ય પ્રવર્તે છે તેથી તેઓ દેશ રાજ્ય અને ધર્મમાં સ્વાતંત્ર્યજીવન ગાળવાને શક્તિમાન થયા છે. વેદધર્મમાં ચાર વર્ણની ગુણકર્માનુસારે વ્યવસ્થા રચવામાં આવેલી છે અને તે તેમાં હાલ જીવંત રૂપથી પ્રવર્તે છે. સર્વ વર્ણને ગૃહસ્થ ધર્મનાં વતે આરાધવાને અધિકાર છે. પશુ પંખી અને સર્વ મનુષ્યો સવિચારેને અને સદાચારને આરાધવાને શક્તિમાન થાય છે. સર્વ વર્ણના લોકો ધર્મની આરાધના કરવા માટે અધિકારી છે. ધર્મની આરાધના કરવામાં શ્રી સર્વજ્ઞમહાવીર પ્રભુએ નાતજાતના ભેદને દર્શાવ્યા નથી. શ્રીવીરપ્રભુના સમયમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર એ ચાર વર્ણ જૈનધર્મનું આરાધન કરતા હતા, કેટલાક સૈકાઓ પર્યત એવી ચાર વર્ણની ધર્મવ્યવસ્થા જૈનકેમમાં પ્રવર્તતી હતી, જ્યાં સુધી એવી ધર્મવ્યવસ્થાપૂર્વક ચારે વણે જૈનધર્મમાં પ્રવર્તતા હતા ત્યાં સુધી જૈનધર્મની વ્યાવહારિક ઝાઝલાલીમાં કંઈ ખામી ન હતી અને એવી ચારે વર્ણની જનધર્મવ્યવસ્થા પાળવાને અંત આવ્યું ત્યારથી જૈનધર્મની ઝાહેઝલાલીમાં ખામી આવી અને વર્તમાનમાં જૈનસંખ્યામાં ઘટાડે થયે છે તેથી સર્વ મનુષ્યો જ્ઞાત છે. જૈન ધર્મ પાળનાર બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર તથા ત્યાગી મહાત્માવર્ગ છે. જૈનશાસ્ત્રો ગૃહસ્થ મેગ્ય કેટલાક સંસ્કારને ગૃહસ્થ જૈન બ્રાહ્મણો કરાવે છે અને ત્યાગી એગ્ય કેટલાક સંસ્કારને જૈનધર્માચાર્યો કરાવે છે. આચારદિનકરમાં ગૃહસ્થ બ્રાહ્મણગુરુ અને ત્યાગી ધર્માચાર્યો જે જે સંસ્કાર કરાવે છે તેનું સારી રીતે વર્ણન આપવામાં આવ્યું છે. ત્યારથી જન ધર્મ પાલક બ્રાહ્મણને જૈનધર્મમાંથી અસ્તિત્વ નષ્ટથયું ત્યારથી જૈનધર્મની ઝાઝલાલીમાં ન્યૂનતા થવા લાગી છે અને ક્ષત્રિયવર્ણનું જ્યારથી જૈનધર્મમાંથી અસ્તિત્વ નષ્ટ થયું ત્યારથી જૈનધર્મ તે રાજકીય ધર્મ રહ્યો નહીં. વૈશ્ય વર્ગમાં પણ અમુક જાતના વણિકેથી જૈનધર્મનું બાહ્યાચરણ વ્યવહારમાં હાલ તે અસ્તિત્વ રહ્યું છે. હવે પૂર્વની પેઠે જૈનધર્મ પાળનારા તરીકે ગુણકર્માનુસારે બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રો બને, તથા પૂર્વની પેઠે સેળ સંસ્કારોનું પુનઃ અસ્તિત્વ પ્રગટે તે જ જૈનધર્મને પુનઃ ઉદ્ધાર થાય તેમ સંભવે છે. જૈન ધર્મના ઉદયકર્તાઓ-યુગપ્રધાનો જ્યારે જ્યારે થાય છે ત્યારે ત્યારે તેઓ ઉપર્યુક્ત વ્યવસ્થાથી જૈનધર્મનો ઉદ્ધાર કરી શકે છે. ભૂતકાળમાં એ પ્રમાણે વર્તવાથી જૈનધર્મને ફેલાવો થયે અને ભવિષ્યમાં થશે. જૈન ધર્મ પાળનારા ચારે વણે અને ત્યાગીઓ વિશ્વ જીવોની સર્વ પ્રકારની શુભેન્નતિમાં સારી રીતે ભાગ લઈ શકે છે. આત્મસમર્પક કમગીઓ ચારે વર્ણમાં ઘણા પ્રમાણમાં પ્રકટવાથી પ્રત્યેક વર્ણના ગુણકર્મોની સાથે ધર્મની પૂર્ણ વૃદ્ધિ થાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ ધર્મ, દેશવિરતિ ધર્મ, અને સર્વવિરતિ ધર્મ અંગીકાર કરવાને ચારે વર્ણના મનુષ્ય અધિકારી છે. સત્તાબળ અને લક્ષમીથી ચારે વર્ણને મનુષ્ય ધર્મની પ્રભાવના કરી શકે છે. યેતના અને વિવેકપૂર્વક ચારે વર્ણના મનુષ્ય સ્વસ્વાધિકારે દેશકાલાનુસારે ધર્મની આરાધના કરી શકે
For Private And Personal Use Only