________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રજોગુણના સામ્રાજ્યથી મહાયુદ્ધની શક્યતા.
(૬૩૭ ).
રહીને પરમાત્માને સાક્ષાત્કાર કરી અલમસ્ત બને છે. જડવાદીઓ-નાસ્તિક સાધુઓના સંધને–સમુદાયને નિરુપયોગી ગણે છે અને સાધુસમુદાય તરફ તિરસ્કારની લાગણીથી જુવે છે છતાં સાધુઓ મૈત્રી ભાવથી તેઓને દેખે છે અને તેઓને પ્રતિબંધવા જેટલા ઘટે તેટલા ઉપાયોથી પ્રવૃત્તિ કરે છે. આ વિશ્વમાં પરમાર્થની મૂર્તિ અને જીવતા દે, સાધુઓ છે. તેઓ વિશ્વને અલ્પહાનિ અને મહાલાભ સમર્પી શકે છે. મનુષ્યના હૃદયમાં સાધુઓની સત્તા છે ત્યારે મનુષ્ય પર બાહ્ય સત્તાપ્રવર્તક રાજાઓ શહેનશાહ છે. સાધુએના સમુદાયમાં જેને સાકાર પરમાત્મત્વ ન દેખાતું હોય તે નિરાકારપરમાત્મપદ પ્રાપ્ત કરવા શક્તિમાન્ થતો નથી. સાધુઓની હાય લેવાથી દેશનું તેમનું અને સમાજનું શ્રેય થઈ શકતું નથી. રાજાઓને અને મનુષ્યને સમાન ગણીને તેઓને આધ્યાત્મિક જ્ઞાનના સમર્પનાર સાધુઓ છે. સાધુઓના જે આધ્યાત્મિક ઉદ્દગારો નીકળે છે તે પરંપરાપ્રવાહે ધર્મશાસ્ત્ર તરીકે વિશ્વમાં પ્રવર્તે છે. પરમાત્માના વિશ્વાસ પર સર્વસમર્પણ કરનારા સાધુઓ છે માટે તેઓની સેવા કરવી જોઈએ અને અન્નદાન વસ્ત્રદાન આદિનું દાન કરીને તેઓને સંતોષી તેઓની કૃપા મેળવવા સદા તૈયાર રહેવું જોઈએ. જ્યારે સાધુઓને પડનારા અજ્ઞાની અધમનાસ્તિકમનુષ્ય ઘણુ પ્રમાણમાં પ્રગટે છે ત્યારે સાધુસમુદાયની રક્ષા કરનારા ઈશ્વરી અવતારરૂપ મુનીન્દ્રો પ્રગટે છે અને તેઓ સાધુએ સાધવીએ ધમમનુષ્ય અને ગરીબ પશુપંખીઓનું રક્ષણ કરે છે. સાધુસમુદાય વિનાના દેશમાં કોઈ જાતની આપત્તિ પ્રગટ્યા વિના રહેતી નથી. ધર્મના શ્વાસ પ્રાણભૂત સાધુઓ છે માટે તેઓની હેલના થવા દેવી નહિ અને સર્વસ્વાર્પણ કરીને તેઓની ભક્તિ કર્યા કરવી જોઈએ. આર્યાવર્ત અનેક મહાત્મા સાધુએથી શભિત રહે છે તેથી તે અધ્યાત્મધર્મની ભૂમિ તરીકે પ્રસિદ્ધ છે. જે ધર્મવાળા મનુષ્ય સાધુઓની હેલના કરે છે અને તેઓને ધિક્કારે છે તે ધર્મની-સમાજની કટિ ઉપાચવડે પણ વિશાલતા થતી નથી. સંપૂર્ણ શરીરને રાજા જેમ વીર્ય છે તેમ ધર્મના રાજા તરીકે સન્તસાધુઓ છે. ગમે તેવા ધર્મને આચારમાં મૂકીને રહેણીથી સાધુઓ પ્રવર્તાવી શકે છે. સન્તસાધુ બ્રાહ્મણેથી દેશમાં, વિશ્વમાં આધ્યાત્મિક વિદ્યાને પ્રચાર થાય છે. હાલમાં યુરોપમાં મહાયુદ્ધ પ્રવર્તે છે તેનું કારણ એ છે કે ત્યાંના ધર્મના પ્રવર્તકે મોટા ભાગે ત્યાગી-જ્ઞાની સાધુઓ રહ્યા નથી તેથી ત્યાં રજોગુણના બાહ્ય સામ્રાજ્યની અત્યંત પ્રગતિ થઈ છે તેથી ત્યાં મહાભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. રજોગુણ સામ્રાજ્ય સમૃદ્ધિ અને તમે ગુણ મહાસામ્રાજ્ય સમૃદ્ધિનો પુનઃ અલ્પ કાલમાં વિલય થાય છે. આર્યાવર્તના આધ્યાત્મિક જ્ઞાની સાધુઓના બાધ વિના ત્યાં સાત્વિકકર્મ સામ્રાજ્યની પ્રગતિ થઈ શકે તેમ નથી. આર્યાવર્તમાં એક દીન અને શૂદ્રના ગૃહમાં અધ્યાત્મજ્ઞાનની જે રહેણી છે તેવી ત્યાં ન હોવાથી ધર્મ સામ્રાજ્યમાં તે આર્યાવર્તના સાધુઓની મહર્ષિયની ગુરુતા રહેવાની. જ્યારે પાશ્ચાત્ય દેશીજને આર્યાવર્તના સાધુઓની
For Private And Personal Use Only