________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શુદ્ધ ધર્મની ઉગ્ય શક્તિ છે.
(૬૩૩).
ઉત્પત્તિ જ્યાં ત્યાં વિશ્વમાં થાય છે, માટે સાધુઓની સેવા કરવી અને શુભ ભક્તિથી તેઓને દાન દેવું અને સાધુસંધની પ્રગતિ માટે જે યોગ્ય કર્મ હોય તેને કરવું જોઈએ.
વિવેચન—ઉપર્યુક્ત જ્ઞાની મુનીન્દ્રો સત્યશુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ માટે અવતાર ધારણ કરે છે, અને કર્મવેગીઓને ધર્મવૃદ્ધિ માટે આજ્ઞા કરે છે. તેઓ કથે છે કે દેશકાલાનુસારે શુદ્ધ ધર્મની વૃદ્ધિ માટે જે જે ઉપાયે ગ્ય ભાસે તે સેવવા જોઈએ; ધર્મની વૃદ્ધિથી દેશ સામ્રાજ્ય સમૃદ્ધિ વધે છે, ધર્મની વૃદ્ધિથી વિશ્વમનુષ્યની આર્થિક સ્થિતિ સુધરે છે. ધમની વૃદ્ધિથી વાયુ સમાચીન વાય છે, મેઘની સુવૃષ્ટિ થાય છે અને અનેક દુષ્ટગોને નાશ થાય છે. ધર્મની પ્રવૃદ્ધિથી અનેક પાપનો નાશ થાય છે અને અનેક પુણ્યકર્મોને ઉત્પાદ થાય છે તેથી ધમદેશમાં મહાપુરુષના અવતાર પ્રગટે છે. ધર્મની પ્રવૃદ્ધિથી મનુષ્યમાં આત્મિકબળ ખીલે છે અને મેહની આસુરી પ્રકૃતિને નાશ થાય છે. સર્વત્ર ધર્મની પ્રવૃદ્ધિથી વ્યાવહારિક સત્ય સ્વાતંત્ર્યવિચારોની અને સદાચારની વૃદ્ધિ થાય છે અને અધર્મમય અસદવિચારોને અને અનાચારોનો નાશ થાય છે. ધર્મની પ્રવૃદ્ધિથી ચારી વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મ કરનારાઓ પણ ધર્મપ્રવૃત્તિ સેવે છે અને ચારી વ્યભિચાર વગેરે દુષ્ટ કર્મોનો ત્યાગ કરે છે. શુદ્ધધર્મ પ્રવૃત્તિથી દેશકોમ તથા સમાજમાંથી દષ્ટ વિચારે અને દુષ્ટાચારે પલાયન કરી જાય છે. રાજાઓમાં અને પ્રજાઓમાં પરસ્પર નૈતિક સંબંધ સંરક્ષવામાં ધર્મની વૃદ્ધિથી વિશેષ કાર્ય કરી શકાય છે. સત્ય શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ વિના અનીતિનું બળ વિશ્વમાં વૃદ્ધિ પામે છે અને તેથી વિશ્વમાં શાંતિનાં સૂત્રોનાં બંધને શિથિલ થઈ જાય છે. દયા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય, મમતાત્યાગ, નિષ્પક્ષપાતદષ્ટિ, મધ્યસ્થતા, વિવેક વિગેરે ગુણોથી આત્માના જ્ઞાનાદિ શુદ્ધ ધર્મની વૃદ્ધિ થાય છે. શુદ્ધ ધર્મને ગ્રહવા માટે શરીરની બહાર અન્યત્ર પરિભ્રમવા જવું પડે તેમ નથી; વિશ્વવર્તિ સર્વદેહધારીઓના આત્માઓમાં જ્ઞાન દર્શન ચારિત્રરૂપ શુદ્ધ ધર્મ રહ્યો છે. વિશ્વમાં શુદ્ધધર્મના બળથી સર્વ શુભ સુખમય શક્તિને પ્રગટાવી શકાય છે. મનુષ્યએ સત્ય સુખમય જીવન યાને પ્રભુમય જીવનની પ્રાપ્તિ માટે સત્ય શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ થાય એવા દેશકાલાનુસારે જે જે ઉપાયે હોય તેમાં ગીતાર્થ ગુરુની આજ્ઞાથી પ્રવર્તવું જોઈએ. શુદ્ધ ધર્મના પ્રલયની સાથે સર્વ જીના ધર્મને પ્રલય થાય છે. અતએ શુદ્ધ ધર્મની પ્રવૃદ્ધિ જે જે ઉપાયોથી થાય તે તે ઉપાયપૂર્વક ગુરુગમ ગ્રહી સ્વાર્થ ત્યાગીને પ્રવર્તવું જોઈએ. કર્મચગીઓનું સર્વ કર્તવ્ય કાર્યોમાં મુખ્ય કાર્ય એ છે કે સમસ્ત વિશ્વ મનુષ્યોને શુદ્ધધર્મનું સ્વરૂપ અવબોધાવવું. વિશ્વવર્તિ મનુષ્ય જે આત્માના સત્ય શુદ્ધધર્મોને અવધે અને નિશ્ચય કરે તે વિશ્વવર્તિ મનુષ્ય સર્વે પરસ્પર એક બીજાને આત્મવત્ દેખે અને રજોગુણતમગુણમુક્ત સત્ય સુખના ભાગી બને તેથી અનેક પ્રકારનાં દુઃખે કે જે દુનિયામાં જીવને ક્ષણે ક્ષણે સતાવે છે
For Private And Personal Use Only