________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રદ્ધાવાન જ વિજય પ્રાપ્ત કરી શકે છે.
(૬૨૭).
આત્માની અપૂર્વ શક્તિને પ્રકાશ થતો નથી. પૂર્ણ શ્રદ્ધાબેલથી શિષ્ય ગુરુના હૃદયના સર્વ અનુભવોને સ્વશકયા આકર્ષી શકે છે અને સ્વયંગુરુપદ પ્રાપ્ત કરી શકે છે. પાશ્ચાત્ય વાતાવરણના સંસ્કારોથી કેટલાક આર્યોના હૃદયમાં નાસ્તિક વાતાવરણનો પ્રવેશ થયે છે અને તેથી તેઓ પૂર્વની પેઠે ગીતાર્થગુરુ મહાત્માઓની પેઠે પૂર્ણ શ્રદ્ધાબલથી સેવા કરી શક્તા નથી અને તેથી તેઓ પૂર્વાચાર્યોની પેઠે અપૂર્વશક્તિને પ્રકાશ કરવા શક્તિમાન થતા નથી. અધ્યાત્મવિદ્યાનાં ગુપ્તપણે અને આવિર્ભાવપણે આર્યાવર્તમાં બીજ છે તેને કદાપિ નાશ થનાર નથી. આર્યાવર્તમાં આત્મજ્ઞાની મહાત્માઓ થયા થાય છે અને થશે. સર્વધઍની ઉત્પત્તિનું મૂળ આર્યાવર્ત છે. જ્યારે આર્યાવર્તમાં રજોગુણ નાસ્તિકતા વગેરે આસુરી શકિત જોરથી પ્રકટે છે અને તેથી ધમી મનુષ્ય પીડાય છે ત્યારે અધ્યાત્મજ્ઞાની પૂર્વ ભવસંસ્કારીગીતા મહાત્માઓને જુદી જુદી દિશામાં પ્રાદુર્ભાવ થાય છે અને તેઓ આસુરી શકિતને હઠાવી આધ્યાત્મિક સામ્રાજ્યની સ્થાપના કરે છે. અધ્યાત્મજ્ઞાની મહાત્માઓ યુગે યુગે સર્વ મહાત્માઓમાં પ્રધાન હોવાથી તે યુગપ્રધાન તરીકે ગણાય છે. ભાષાના ભણતર માત્રથી અર્થાત્ દશબાર ભાષાના વિદ્વાન થવા માત્રથી અગર મનહર આકર્ષક વ્યાખ્યાન દેવાથી વા અનેક શાસ્ત્રનો અભ્યાસ કરવા માત્રથી આત્મજ્ઞાની મહાગુરુની દશા પ્રાપ્ત કરી શકાતી નથી. ભાષાપંડિત, કથા કરનારાઓ, ઉપદેશકે, વ્યાખ્યાનકાર, યિા કરનારાઓ અનેક છે પરંતુ આત્મજ્ઞાની અનુભવી ગીતા મહાત્માઓ કે જે મૌન રહીને પણ અપૂર્વ શક્તિયોને પ્રકાશ કરનારા તો વિરલા છે. અન્ય મહાત્માઓ કરતાં તેનામાં એક પ્રકારની વિલક્ષણતા રહેલી હોય છે. અંધકારમય રૂઢિમય જમાનામાં તેઓ જ્યારે પ્રકટે છે ત્યારે ખરા આત્માથી મનુષ્યો તેમને ઓળખી શકે છે. રૂઢિબળવાળાઓ પૈકી કવચિત્ અજ્ઞ મનુષ્ય તેઓના સામા પડે છે પરંતુ તેઓ જે જે બાબતોને પ્રકાશ કરવા ધારે છે તે કરે છે અને કુઢિપ્રવાહમાં થએલી મલિનતાને દૂર કરે છે અને વિશ્વમનને પરમાત્મપદ પ્રાપ્ત કરવાના મુખ્ય સાધના મૂળઉદ્દેશમાં લાવી મૂકે છે. આત્મજ્ઞાની ગુરુઓની વંશપરંપરા એક સરખી રીતે વહે એ કંઈ નિયમ નથી. અંધકારમય જમાના પછી પ્રકાશમય જમાને દિવસ અને રાત્રિની પેઠે થયા કરે છે. આત્મજ્ઞાની ગીતાર્થે ગુરુના ભક્ત પિતાના ગુરુની આજ્ઞા પ્રમાણે કર્તવ્ય કાર્યો કરે છે અને તેઓ ગુરુની આજ્ઞા પ્રમાણે પૂર્ણ શ્રદ્ધાબળથી ગુરુનું હૃદય આપોઆપ ઉદ્દગારવિના પણ શિષ્યના હૃદયમાં ઉતરે છે. ' તે માટે પૂર્ણ શ્રદ્ધાબલને મૂળ શ્લેકમાં ઉલ્લેખ કર્યો છે. પૂર્ણ શ્રદ્ધાબલવાન મનુષ્ય વર્તન માન જમાનામાં જે પારમાર્થિક-ધાર્મિક કાર્યો કરીને વિજય મેળવે છે તેને અન્ય મનુબે મેળવી શકતા નથી અએવ ઉપર્યુક્ત શ્લોકના પૂર્ણરહસ્યનું હૃદયમાં મનન કરી ગુજ્ઞાપ્રમાણે ધાર્મિક કર્તવ્યકર્મોને મનુષ્યએ કરવાં જોઈએ.
અવતરણ:-અધર્મવિનાશક, ધર્મસંસ્થાપક આત્મજ્ઞાની મહાત્માઓ પ્રગટે છે, જન્મ
For Private And Personal Use Only