________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsur Gyanmandir
( ૬૨૬ ).
શ્રી કમોગ ગ્રંથ-સવિવેચન.
પ્રવર્તવું જોઈએ. સ્વાર્થ, સ્વછંદતા, ભીતિ, લોકલજજા અને ગાડરીયા પ્રવાહનો ત્યાગ કર્યો વિના ગુરુની આજ્ઞા પ્રમાણે કર્મપ્રવૃત્તિ થતી નથી. આત્માની સદ્દગુરુના સર્વ પ્રકારના વિચારમાં અને આચારોમાં પૂર્ણ સત્યતા છે; એવી શ્રદ્ધા ન હોય ત્યાં સુધી તેમની કૃપા તથા તેમના આત્માની શક્તિયોને પ્રાપ્ત કરી શકાતી નથી. અતએ આત્મજ્ઞાની ગુરુના ભકતોએ પૂર્ણ શ્રદ્ધાના બળે આત્મસમર્પણ કરીને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવર્તવું જોઈએ. ગુરુની આજ્ઞા થતાં તેમાં વિલંબ કરે એ ગુરુભકતનું લક્ષણ નથી. ગીતાર્થ ગુરુમહાત્માની આજ્ઞામાં મારી સર્વ પ્રકારની ઉન્નતિ સમાયેલી છે, તેમની આજ્ઞાનુકૂલ વિચારોનું પ્રવર્તન થવું એ મારો ધર્મ છે એવું જે ભકત માને છે તે જ ગીતાર્થ ગુરુને સત્ય ભક્ત છે. પૂર્ણ શ્રદ્ધાબળે ગુરુના વિચારોની સ્વાત્મા પર હિપનોટીઝમની પેઠે અસર થાય છે અને તેથી કર્તવ્ય કાર્યની સિદ્ધિ કરી વિજય મેળવી શકાય છે. ગુરુની પૂર્ણ શ્રદ્ધાથી આત્મામાં દેવશક્તિ ખીલે છે અને જે દુઃશક્ય કાર્યો છે તે પણ સુશકય થઈ શકે છે. સદ્દગુરુની આજ્ઞા પ્રમાણે પ્રવર્તનાર સત્ય કર્મોગી બને છે. કહ્યું છે કેसर्वधर्मान् परित्यज्य, मामेकं शरणं वन; अहं त्यां सर्वपापेभ्यो, मोक्षयिष्यामि मा शुच ।। ભગવદ્ગીતાના આ શ્લોકને ગુરુપર ઉતારવો જોઈએ. શુદ્ધાત્મા ગુરુ તેજ કૃષ્ણ છે. આત્મજ્ઞાની ગુરુ કર્થ છે કે શિષ્ય ! તું સર્વધર્મોને ત્યાગ કરીને મારા શરણે આવ, સર્વ પાપથી તને હું મુકાવીશ, ગીતાર્થગુરુને મન સોંપીને તથા મનના સર્વ રાગદ્વેષરૂ૫ અશુદ્ધ ધર્મોને ત્યાગ કરીને શુદ્ધાત્મારૂપ ગીતાર્થગુરુના શરણે જવું જોઈએ. ગીતાર્થ શુદ્ધાત્માગુરુના શરણે જવાથી અને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરવાથી સર્વ પાપથી મુક્ત થવાય છે. પઢો જયરવદા એ ગાથાનું મનન કરી ગૃહસ્થોએ ત્યાગીઓએ ગીતાર્થ ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું જોઈએ. આત્મજ્ઞાની ગુરુમહાત્માના શરણાશયી થતાં તેઓ શિષ્યને સર્વ પાપથી મુકાવે છે–એમ ઉપર્યુક્ત શ્લોકનો ભાવાર્થ ખેંચીને શ્રી ગુરુને સર્વસ્વ અર્પણ કરીને તેમના આત્મારૂપ બનવાથી પરમાત્માને અનુભવ સાક્ષાત્કાર થયા વિના રહેતો નથી. સર્વ પ્રકારના આચારો અને વિચારોને સુધારો કરીને ગુરુશ્રી ભક્તોને ઉત્તમ બનાવે છે. અએવ આત્માજ્ઞાની ગુરુનું શરણ અંગીકાર કરી ગુરુના આત્મારૂપ બનવું જોઈએ. પૂર્ણ શ્રદ્ધાબલથી દ્રોણાચાર્યની મૃત્તિકાની મૂર્તિ બનાવીને એક ભિલે અર્જુન કરતાં અધિક ધનુર્વિદ્યાનો અભ્યાસ કર્યો હતો. પૂર્ણ શ્રદ્ધાબલથી ગમે ત્યાં ગુરુને સાક્ષાત્કાર કરીને આત્મશકિતને વિકાસ કરી શકાય છે. પૂર્ણ શ્રદ્ધાબલથી શ્રદ્ધાવાની સહાય કરવામાં દેવતાઓ આત્મભેગ આપે છે. પૂર્ણ શ્રદ્ધાબલથી જે આત્મજ્ઞાની ગુરુને સેવે છે તે આત્મતિનો અવશ્યમેવ સાક્ષાત્કાર કરીને વિશ્વજનેને ઉદ્ધાર કરવા સમર્થ થાય છે. આ કાલમાં ગુરુદેવની પૂર્ણ શ્રદ્ધા અને ભકિતબલથી આત્માનો ઉદ્ધાર થાય છે. પૂર્ણ શ્રદ્ધાબલવિના સ્વછંદતાથી ગમે તેવી રીતે પ્રવર્તાવામાં આવે તો તેથી
For Private And Personal Use Only