________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
F
સદ્દગુરુનું મહત્ત્વ.
( ૨૧ )
હોય છે. અર્થાત એવી શક્તિની સાહાસ્ય વિના કેવળ અશક્ત શબ્દોની શી મહત્તા હોઈ શકે વારુ ? પરંતુ તમારા ભાષણને પૃષ્ઠબળ મળતું હોય, તો તમે ગમે તેવી ભાષાને પ્રવેગ કરે અને કઈ પણ પ્રકારની વાક્યરચના કરે તે પણ તેનું ઉત્કૃષ્ટ પરિણામ જ થાય છે. તમે વ્યાકરણશુદ્ધ ભાષા બોલે છે કે નહિ અથવા તે તમારી ભાષા સુંદર છે કે નહિં? એવા એવા પ્રશ્નોનું ત્યાં મહત્ત્વ જ શું છે વારુ તમારે જે કાંઈ કહેવાનું છે તેમાં વાસ્તવિક તાત્પર્ય શું છે, એ જ માત્ર મહત્ત્વને પ્રશ્ન છે અને અન્ય આનુષંગિક વિષયોનું ત્યાં લેશ માત્ર પણ મહત્ત્વ નથી. જે તમારી પાસે સત્ય તાવ હોય, તે તેને તમે ગમે તેવા વાંકાચૂકા રૂપમાં આપે, તેની કાંઈ પણ ચિંતા નથી; કારણ કે રૂપનો પ્રશ્ન લેશ માત્ર પણ મહત્ત્વનું નથી. જે કાંઈપણ દાન આપવું હોય તે તે આપવાને એક માર્ગ શબ્દ જ છે અર્થાત્ અનેક પ્રકારના માર્ગોમાં એ પણ એક માર્ગ છે. કેવળ મોનને ધારણ કરવાથી પણ પિતાનું વિશિષ્ટ કાર્ય સિદ્ધ થવાનો સંભવ હોય છે. સંસ્કૃતમાં નિમ્ન લિખિત અથેનો એક બ્લેક છે; “ સદ્ગુરુને મેં વૃક્ષતળે બેઠેલા જોયા. તેમનું વય સેવળ વર્ષનું હતું. તેમની સામે તેમને શિષ્ય બેઠે હતો અને તે એંસી વર્ષની વયનો હતે. સદ્ગુરુ સથા સ્તબ્ધ થઈને બેઠા હતા અને એ જ માગે તેમનું અધ્યાપન ચાલ્યા કરતું હતું એ જ માર્ગો (સ્તબ્ધતાથીજ) તેમણે શક્તિ હૃદયની સર્વ શંકાઓનું નિવારણ કરી નાખ્યું.
કેટલીક વાર એ મહાત્માઓ સર્વથા મૂકવૃત્તિમાં રહેનારા હોય છે, તથાપિ કેવળ મન પર આઘાત કરીને તેઓ સત્યનો પ્રસાર કરતા હોય છે. લેકશિક્ષણનું તેમનું કાર્ય કેવળ મનદ્વારા જ થયા કરે છે. એ કાર્યની સિદ્ધિ માટે જ તેમનો અવતાર થએલો હોય છે–પરમેશ્વરને સંદેશ માનવજાતિને પહોંચાડી દે એ જ તેમનું કાર્ય હોય છે. તેઓ શાન્તતાથી આજ્ઞા કરતા હોય છે અને આપણે તેમની તે આજ્ઞાને માન્ય કરતા હોઈએ છીએ. “ જાઓ અને મેં તમને જે કાંઈ પણ કહેલું છે તે તમે જઈને સમસ્ત જગને કહી સંભળાવે અને તમને મેં જે કાંઈ પણ આજ્ઞા આપી છે–તે આજ્ઞાઓને પાળવાનું તેમને પણ જણાવે.” આવા અર્થનું એક વાક્ય બાયબલમાં છે–તે તો તમારા જેવામાં આવ્યું હશે જ. પિતાનું અંતિમ કાર્ય શું છે? એનું કઈસ્ટને કદાપિ વિસ્મરણ થયું નહોતું અને તે કાર્યમાં તેને વિશ્વાસ અવિચળ હતું. એ મુદ્દો તેના એકંદર જીવનક્રમમાં અનેકવાર જોવામાં આવ્યા કરે છે. વિશ્વ મહામા તરીકે જેમની પૂજા કરતું હોય છે, તે સર્વ મહાત્માઓમાં આવા પ્રકારનો દઢતમ આત્મવિશ્વાસ વસતે આપણને દષ્ટિગોચર થયા કરે છે.
એવા જે મહાત્માઓ તે આ પૃથ્વીમાંના જીવિત પરમેશ્વર જ છે. આવા મહાત્માઓના ચરણમાં જે આપણે આપણું મને ન સમર્પીએ તે પછી કોના ચરણોમાં સમર્થીએ વા? પરમેશ્વર કેવો હોવો જોઈએ-એ વિષેની કલ્પના હું મારા મનમાં કરવા માંગું છું
For Private And Personal Use Only