________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૬૨૨ ).
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
અને વિચાર કરતાં કરતાં છેવટે એકાદ ક્ષુલ્લક અને અસત્ય કલ્પના મારા મનમાં ઉદ્દભૂત થાય છે. એવી ક્ષુદ્ર કલ્પનાઓની પાછળ પડીને પરમેશ્વરને શોધવાને જે પ્રયત્ન-તે ખરેખર એક મહાપાતક જ છે. હું નેત્રો ઉઘાડીને મહાત્માઓના ચરિત્રોને જોવા માંડુ છું એટલે મારું મન આશ્ચર્યથી ચક્તિ થઇ જાય છે અને તેમનામાં મને પરમેશ્વરની વિશાળતાને સાક્ષાત્કાર થયા કરે છે. મારી પોતાની કલ્પનાશક્તિને ગમે તેટલી વિસ્તૃત કરીને મેં પરમેશ્વર વિષેનાં જે અનુમાને કરેલાં હોય છે, તેમનાં કરતાં પણ કેટલી બધી વિશેષ વિશાળતા મહાત્માઓમાં મને દૃષ્ટિગોચર થયા કરે છે ! ઉદાહરણર્થે દયાની જ કલ્પના લઈએ. મારી પિતાની દયાળતા એટલી બધી વિશાળ છે કે જે મારા ગજવામાંથી કોઈએ એક પાઈ પણ કાઢી લીધી હોય, તે તે પાઈ કાઢી લેનારની પેઠે પડીને તેને વગર ભાડાની કોટડીમાં બેસાડવાના પ્રયત્નને હું પ્રથમ આરંભ કરું છું. આવી વિશાળ! દયાળ બુદ્ધિ ધરાવનાર પુરુષના હદયમાંની દયાલતા વિષયક ક૯૫ના કેટલી વિશાળ હશે, એનો વિચાર તમે પોતે જ કરી લે. તેમજ એનાથી ક્ષમા વિશેની મારા જેવા એક મુદ્ર મનુષ્યની કલ્પના કેટલી મોટી અને વિસ્તૃત હશે, એનું અનુમાન તો સહજમાં જ કરી શકાય તેમ છે. અર્થાત્ મારી તે કલ્પના ગમે તેટલી વિશાળ થાય, તે પણ તે મારા પિતાથી બાહ્ય હોઈ શકે તેમ નથી જ-એ તો સ્પષ્ટ જ છે; અને જે મારા અસ્તિત્વ વિષે કહેવામાં આવે તે તે કેવળ એક જ શરીરથી બંધાયેલું છે, એટલે તેમાંની કલ્પના કેટલા પ્રમાણમાં વિશાળ થઈ શકે એ સ્પષ્ટ હોવાથી એ વિષે જૂદો હિસાબ કરવાનું કાંઈ પણ પ્રયજન નથી. પોતાના શરીરથી બાહ્ય ભાગમાં ઉશ્યન કરવાનું સામર્થ્ય કેટલામાં છે વારું ! આપણામાંનાં એકેમાં એ સામર્થ્ય નથી-એ મારો દઢ નિશ્ચય છે. આપણુ પ્રચલિત આયુષ્યક્રમમાં આપણને જે કાંઈ પણ પ્રેમાંશને અનુભવ થાય છે તેથી બાહ્ય ઈશ્વરીય પ્રેમની કલ્પના આપણાથી કરી શકાય એમ છે ખરું છે કે ? જેને આપણને અનુભવ થયેલે ન હોય, તેવી કઈ પણ વસ્તુ વિષેની કલ્પના આપણાથી કરી શકાયએ કદાપિ શક્ય છે જ નહિ. અર્થાત્ પરમેશ્વર વિષેની કાંઈ પણ કલ્પના કરવાને હું ગમે તે પ્રચંડ પ્રયત્ન કરું તે પણ મારે તે પ્રયત્ન વ્યર્થ જ થવાને-એમાં લેશ માત્ર પણ સંશય નથી. પ્રેમ દયા ક્ષમા અને પવિત્રતા ઈત્યાદિ વસ્તુઓ મહાત્માઓના હૃદયમાં મને પ્રત્યક્ષ દેખાઈ આવે છે. તેમના વિશે કેવળ કલ્પના કરીને જ મારે મનને રીઝાવવું પડતું નથી. એ સર્વ ભાવનાઓ તેમનામાં પ્રત્યક્ષરૂપે અવતરેલી મારા જોવામાં આવ્યા કરે છે. આમ હોવાથી જે તેમને પ્રત્યક્ષ પરમેશ્વર માનીને હું તેમનાં ચરણોમાં સર્વથા લીન થઈ જાઉં તો તેમાં આશ્ચર્ય શું હોઈ શકે વારૂ? ગમે તે હોય, પરંતુ તેની સર્વથા આવી જ અવસ્થા થઈ જવાની. અમુક એક મનુષ્ય પિતાના મુખથી ગમે તેવો બબડાટ કરતો હોય, તે પણ મહાત્માનાં દર્શનનો પ્રસંગ આવતાંની સાથે, તેની સ્થિતિ આવા
For Private And Personal Use Only