________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
品
આત્મજ્ઞાનીઓના અવલ બનથી ઉદ્ધાર.
( ૧૧૩ )
પ્રાપ્તિમાં અનેક અનુભવા પ્રાપ્ત કરી શકાય છે. આત્માની શુદ્ધતા કરનાર આત્મજ્ઞાની ગીતાર્થી છે તે અજ્ઞાની અધમનુષ્યાને દોરનારા છે. આત્મજ્ઞાની ગીતા મહાત્માએ કર્યુંયોગની સર્વ શુભાશુભ પ્રવૃત્તિયાના સાક્ષાત્ દ્રષ્ટા હોય છે તેથી તેઓની સલાહ પ્રમાણે વર્તવાથી ઉચ્ચ કચેાગીના પદની પ્રાપ્તિ થાય છે. ગીતાર્થીની સેવા કરીને શિષ્યાએભકતાએ આત્મકલ્યાણ કરવા પ્રવૃત્તિ કરવી. આત્મજ્ઞાની ગીતા ગુરુને પૂછીને દરેક પ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવાથી સર્વ કલ્યાણના માર્ગો હસ્તમાં આવે છે. જે ગીતા મનુષ્યાના દાસ-શિષ્ય-અન્તવાસી બનીને તેના હૃદયમાં પ્રવેશી અપત્ય સમાન બને છે તે ગીતાજ્ઞાનીઓના રહસ્યને અવમેધી સ્વપરનો ઉદ્ધાર કરવા સમર્થ બને છે. આત્માપણુ કરીને ગીતા ગુરુઓની સેવા કરવાથી અપૂર્વ અનુભવને પ્રાપ્ત કરી શકાય છે. આત્મજ્ઞાનીઓની આજ્ઞાથી અન્તર વિચારરૂપ જીવન વહે છે તે આત્માની પરમાત્મતા પ્રાપ્ત કરવામાં કંઇ વાર લાગતી નથી. આત્મજ્ઞાની ભગીતા ગુરુની આજ્ઞાથી શુભ કર્મને ક્રમપૂર્વક કરવાં એવું તેની સેવાથી સાત પ્રાપ્ત કરવું જોઇએ. સુભક્તિ અને શ્રદ્ધાપૂર્વક ક્રમપ્રાપ્ત શુભ કર્મને કરવાં જોઇએ. ગીતા ગુરુની સુભક્તિ અને શ્રદ્ધાથી ક્રમપૂર્વક શુભ કર્મ કરવાથી આત્માના ગુણ્ણાની શુદ્ધિ કરી શકાય છે. આત્મજ્ઞાની ગુરુ પર જેટલી શુભભક્તિ અને શ્રદ્ધા હેાય છે તેટલી જલદી કાર્ય સિદ્ધિ થાય છે. ગમે તે આત્મજ્ઞાની ગુરુને પ્રભુ સમાન માનીને તેમની આજ્ઞાપૂર્વક કાર્ય કરે। અને ગુરુમાં સુભકિતશ્રદ્ધા ધારણ કરે.. પરમાત્માની પેઠે આત્મજ્ઞાની ગીતા ગુરુ પર શ્રદ્ધાભક્તિ ધારણ કરા અને તેમની આજ્ઞા પ્રમાણે પ્રવૃત્તિ કરા એટલે તમને આત્માને-પરમાત્માના સાક્ષાતાકાર થયા વિના રહેવાના નથી એમ નિશ્ચય માનજો. આત્મજ્ઞાની ગુરુને પ્રાપ્ત કરીને તેમનાં અંગીકૃત કાર્યાને કુરતા રહે કે જેથી તમે સમસ્ત વિશ્વજનાના ઉદ્ધારમાં ઉપગ્રહીભૂત થઇ શકે. આત્મજ્ઞાની ગીતાર્થ ગુરુની સમાન તમે સ્વયં બનશે એટલે સર્વ કન્યકા પ્રસંગાચિત કરવામાં સ્વતંત્ર બની શકશે. આત્મજ્ઞાની ગુરુના પર પૂર્ણ પ્રેમ ધારણ કરશે. આત્મજ્ઞાની ગુરુએ તમારા માટે અવતારભૂત છે. તેઓનુ અવલ બન કર્યાંથી તમારે ઉદ્ધાર થવાના છે માટે તેની સેવા કરીને કર્તવ્યકમ કર્યા કરે. પિંડના સુધારા કર્યાં વિના કોઇ વિશ્વના સુધારા કરી શકતા નથી. જે જે ઉન્નતિના માર્ગો ખુલ્લા કરી શકાય છે તે પ્રથમ સ્વાત્મામાં કરી શકાય છે પશ્ચાત્ સમાજને તેની અસર થાય છે. આત્મજ્ઞાની ગીતા ગુરુએ આત્માને અનુભવ સાક્ષાત્ કરીને આત્માની તથા મનની શક્તિયાને ખીલવે છે; તેથી તે ભક્ત શિષ્યાની ઉન્નતિ કરી શકે છે; માટે શ્રદ્ધાભક્તિથી આત્મજ્ઞાની ગુરુનું અવલંબન કરવુ જોઇએ. આત્મજ્ઞાની ગુરુ વિશ્વવર્તિસ ધર્માંમાં જે જે સત્ય રહેલ છે તેના પ્રકાશ કરી વિશ્વનાની ઉદારષ્ટિ કરે છે અને મત કદાગ્રહથી-રાગદ્વેષથી અનેક મનુષ્યને મુક્ત કરી શકે છે. સચ્ચિદાનન્દબ્રહ્મભૂત થએલ આત્મજ્ઞાની ગુરુઓના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
For Private And Personal Use Only