________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના
*
*
*
UR
શંકા વિના શ્રદ્ધા સહિત પ્રવૃત્તિ કરવી.
શકાય છે અને વર્તમાનમાં નવીન કર્મ ન બંધાય તથા ભવિષ્યમાં પ્રત્યાખ્યાનાદિવડે નવીન કર્મ ન બંધાય એવી સંવરનિરાની ધર્મપ્રવૃત્તિ કરી શકાય છે. સધર્મક્રિયાઓ વડે સ્વાત્માને તથા વિશ્વવર્તિમનુષ્યને શુભ ધર્મને લાભ સમાપી શકાય છે. જ્યાં સુધી આત્માની પરમાત્મતા થાય એવી જ્ઞાનદશા સદ્ધર્મપ્રવૃત્તિમાં ન મૂકી શકાય ત્યાં સુધી આત્માને પરમાત્મા સંબંધી આત્મિક પરિણમન જ્ઞાન પ્રાપ્ત થતું નથી; માટે મનુષ્યોએ વ્યવહારનય અને નિશ્ચયનયને માન આપી સદુધર્મપ્રવૃત્તિ કરવી જોઈએ. તીર્થંકરે પરમાત્મતા પ્રગટાવવાને ત્યાગી બને છે, વનમાં ધ્યાન ધરે છે અને પશ્ચાત્ તેઓ કેવલજ્ઞાન પ્રાપ્ત કરીને વિશ્વવર્તિમનુષ્યોનો ઉદ્ધાર કરવા સદુધર્મકર્મને સેવે છે તે અન્ય મનુષ્યોએ આત્માની પરમાત્મતા વ્યક્ત કરવાને તે પ્રમાણે અવશ્ય પ્રવર્તવું જોઈએ. આત્મામાં વ્યવહારથી અને નિશ્ચયથી જ્ઞાન ભક્તિ એવા ઉપાસના અને કર્મચાગનો સમાવેશ થાય છે. વ્યવહારથી જ્ઞાનની પ્રાપ્તિનાં સર્વ સાધનોને સેવી શકાય છે અને નિશ્ચયથી આત્મશુદ્ધિકારક સર્વ ધ્યાનને ધ્યાઈ શકાય છે; પશ્ચાત્ સર્વ કર્મથી મુક્ત થઈ શકાય છે. બે ઘડીમાં સંસ્કારી આત્મા ઉત્કૃષ્ટ વીર્યપરિણામે આત્માની પરમાત્મતા પ્રગટાવી શકે છે તે આનંદઘનપદભાવાર્થ અને ગદીપક પુસ્તકના વાચનથી અનુભવમાં આવશે. અન્તરાત્માઓ ગૃહસ્થ ધર્મકર્મવડે અને સાધુઓ ઉચિત કર્મક્રિયાવડે આત્માની શુદ્ધતારૂપ પરમાત્માને પ્રકટાવી શકે છે. આ વિશ્વમાં આત્માની શુદ્ધિરૂપ પરમાત્મતા કરવા માટે સર્વ મનુષ્ય સ્વતંત્ર છે. જેઓ સ્વતંત્ર સ્વાશ્રયી બની સદુધર્મકર્મથી આત્માની શુદ્ધતા કરવા પરમાત્મસ્વરૂપની સાથે તન્મય બની જાય છે અને નામદેહાધ્યાસની સાથે સર્વ વાસનાઓને ભૂલી જાય છે તેઓ સ્વયં પરમાત્મારૂપ પિતાને સાક્ષાત્ અનુભવ કરીને જન્મ જરા મૃત્યુનાં દુઃખોને તરી જાય છે. એવા અન્તરાત્માઓથી વિશ્વની પવિત્રતા થાય છે અને સવ જીવોને ઉદ્ધાર થાય છે.
અવતરણ -આગમનિર્દિષ્ટ અને જ્ઞાનીની આજ્ઞાએ ધર્મે કમેને સેવવાં જોઈએ; તેમાં શંકા વિના પૂર્ણ શ્રદ્ધાબલે પ્રવૃત્તિ કરવી જોઈએ—તે જણાવવામાં આવે છે.
છો आज्ञया ज्ञानिनां सेव्य-मगीतार्थजनैः शुभम् । सुभक्तिश्रद्धया कर्म संप्राप्तं क्रमपूर्वकम् ॥ १५१ ॥ आगमैर्यच्च निर्दिष्टं देशकालानुसारि यत् । ज्ञानिनामाज्ञया प्राप्तं कर्तव्यं धर्मकर्म तत् ॥ १५२ ॥
199.
For Private And Personal Use Only