________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
.
-
-
( ૬૦૮ )
શ્રી કર્મયોગ ગ્રંથ-સવિવેચન.
સ્વને તેને અનુભવ આવે છે તેથી આત્મજ્ઞાની હૂં ત્રહ્મારિન સદ્ મુ. એવા ઉદ્ગારેને બહાર કાઢે છે અને સકલકર્મની ક્ષીણતા કરતો કરતો જીવમુકત બને છે. અધ્યાત્મજ્ઞાની મહાત્માઓ અમુક દેશકાલના બાહ્યાચાર બંધનથી મુકત રહે છે. તેઓ ગમે તે ધર્માચાર પ્રવૃત્તિને સેવે છે અને ત્યજે છે. તેઓ કલ્પાતીત દશામાં નિમગ્ન રહા પ્રવૃત્તિ કરે છે. અન્તરાત્માઓ અધ્યાત્મજ્ઞાનનાં સંપૂર્ણ રહસ્યને અધ્યાત્મદષ્ટિબળે અવધી શકે છે અને વિધવતિ સર્વ ધર્મશાસ્ત્રો અને તેના વિચારોને સમ્યકત્વપણે હૃદયમાં પરિણમાવવાને સ્વતંત્ર બને છે. આત્મજ્ઞાની મહાત્માઓ આત્માના ઉપશમાદિ સર્વ ધર્મના ઉપાસક છે. તેઓ જે ધર્મની તિભાવતા થઈ હોય છે તેને આવિર્ભાવ કરવાને ઈરછે છે. ત્યાગી આત્મજ્ઞાની મહાત્માઓ અન્તરાત્મા યોગ્ય ક્ષમા સરલતા નિરહંતા નિર્લોભતા અહિંસા સત્ય અસ્તેય બ્રહ્મચર્ય સંતેષ હદયશુદ્ધતા આત્મચિંતવન ભક્તિ આદિને પ્રાપ્ત કરીને આત્માને જ પરમાત્મ રૂપે પ્રકટ કરે છે. ઘરમારમર્શનમાં કહ્યું છે કે તમારા નિષત્રઃત્તિનો, આવિર્ભાવ પ્રારા, જમાતમ પર તે વાં, તે ઘરનો શું વાત, આત્માના જ્ઞાનાદિ અનન્ત ગુણો તિભાવે રહેલા છે તેઓના કર્માવરણે દૂર કરી આવિર્ભાવ કરે તે જ પરમાત્મ પડ્યું છે. હદયની બહાર પરમાત્મા પદ પ્રાપ્ત કરવા જવું પડે તેમ નથી. તમે પિતે જ પરમાત્મા છોજે વેળાએ તમે પિતાને શરીર તરીકે માનો છે તે વેળાએ તમે પરમાત્મ સ્વરૂપથી ભિન્ન છે અને જે વેળાએ તમે પિતાને શરીર વાણી મનથી ભિન્ન માને છે તે વેળાએ તમે અન્તરાત્મારૂપ છો અને પરમાત્માથી અભિન્ન છે. અન્તરાત્મા થયા વિના પરમાત્માને સાક્ષાત્કાર થતો નથી અને સ્વાત્માને પરમાત્મારૂપ અનુભવ્યા 'વિના દેહાદિને અભ્યાસ ટળી શકે તેમ નથી. આત્માને શરીરરૂપ માની લેવાની અજ્ઞાનતાથી સર્વે આત્માઓની સાથે ઐકય થતું નથી. તેમજ હું તુંની વૃત્તિને નાશ થતો નથી. આમાને સાક્ષાત્કાર- અનુભવ થવાની સાથે આત્મા પરમાત્માના સ્વરૂપમાં ક્ષણે ક્ષણે ઉલ્કાપ્તિ કર્યા કરે છે. અને અને મનુષ્ય શરીરને તે પરમાત્માનું દેવળ બનાવી દે છે. આત્માના જ્ઞાનમાં સર્વ વિય તરીકે ભાસે છે એટલે તેને જ આત્મા સ્વયંજ્ઞાની બને છે; તેથી તે પુસ્તક વિના સર્વ મનુષ્યોને દુઃખમાંથી મુક્ત કરવાના ઉપાયને બતાવવા સમથે થાય છે. આત્મામાં જ્ઞાનરૂપે વેદ ઉઘડવાથી પુસ્તકાકાર શાસ્ત્રની આવશ્યકતા રહેતા નથી. જ્ઞાની મહાત્માએ દેહદેવળમાં જાગતા દેવ સમાન હોવાથી સર્વ મનુષ્યને મેગ્યતા પ્રમાણે ધર્મ શિક્ષણ આપે છે. આત્મા સ્વયં પરમાત્મા છે અને કર્માવરણે ટળવાથી સ્વયં પરમાત્મા થાય છે. તેની ઝાંખી કરનાર પણ વ્યવહાર અને નિશ્ચયથી તે સદ્ધર્મકર્મ અર્થાત્ તે સધર્માનુષ્ઠાનોને સેવે છે તો તે પરમાત્મા થાય છે. પરમાત્માની ભાવના થયા પશ્ચાતુ પરમાત્મામાં પરિણમન થાય એવાં ધર્મકાર્યો કરવાની જરૂર છે. ગૃહસ્થ ધર્મનાં ધર્મકાર્યો અને સાધુધર્મનાં ધર્મકર્મો કરવાથી સર્વ જેની રક્ષાદિ કરી
For Private And Personal Use Only