________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કર્મયોગ મંથ–સવિવેચન.
પર
પ્રાપ્તિ માટે મહાપકાર કરે છે તેઓ અન્ય મનુષ્યને સ્વમમાં પણ સુખ સમર્પવાને શક્તિમાન થતા નથી. માયાના અંધારપછેડાથી બાદા વસ્તુઓમાં સુખ નહિ છતાં અજ્ઞાનીઓને બાહ્યવરતુઓમાં સુખ ભાસે છે-તેથી તેઓ બાહ્ય વસ્તુઓના ભેગો ભોગવવામાં સર્વ સમર્પણ કરે છે. મન વાણી અને કાયામાં આત્મબુદ્ધિ હોય છે ત્યાં સુધી સર્વત્ર દુઃખની કલ્પનાઓને ઉત્પાદ થાય છે. મન વાણી અને કાયાથી ભિન્નઆત્મા છે અને અનંત સુખમય છે, અનન્ત જ્ઞાનમય છે–એવો નિશ્ચય થાય છે ત્યારે સર્વ પ્રકારનાં દુઃખનું મૂળ અમમતાને અંત આવે છે. અનાદિ કાળથી જીવોને બહિરાત્મભાવ છે તેથી તેઓ અનન્તાવતારે કરીને મનુષ્યાવતારમાં આવ્યા છતાં પૂર્વ ભવોના રાગ દ્વેષના સંસ્કારથી એકદમ અન્તરાત્મદશાને પ્રાપ્ત કરી શકતા નથી. કોઈ પૂર્વ ભવના સંસ્કારી મનુષ્યને કર્મને અને આત્માને ભેદ અનુભવવામાં આવે છે. તતઃ પશ્ચાત્ તે બહિરાત્મભાવને ત્યાગ કરીને અન્તરાત્મભાવને પ્રાપ્ત કરે છે. અન્તરાત્મભાવને પ્રાપ્ત કરનારા મનુષ્યો દેહ વાણું કાયા અને પંચભૂતેથી સ્વાત્માઓને ભિન્ન માને છે. અન્તરાત્મદશાધારક મનુષ્ય સ્વાત્મામાં અન્તરાત્મત્વ અને પરમાત્મત્વને નિશ્ચય કરે છે. તેઓ બાહ્ય વસ્તુઓમાંથી સુખની બુદ્ધિને ત્યાગ કરે છે અને આત્મામાં સુખની બુદ્ધિને નિશ્ચય કરે છે. સારું બ્રહ્મrt -જનસ્ત બ્રહ્મ, સનત્તજ્ઞાન, અનન્ત તન અને મન તવારિત્રને તેઓ સ્વાત્મામાં સાક્ષાત્કાર કરે છે. રજોગુણ તમગુણ અને સત્વગુણથી બ્રહ્મસ્વરૂપ-આત્મસ્વરૂપ ભિન્ન છે એ નિશ્ચય કરીને મેહમય મનવૃત્તિને ત્યાજ્ય ગણે છે. મહમયમવૃત્તિ છે તેજ સંસાર છે અને તેનાથી કર્મની વર્ગણાઓ ગ્રહવી પડે છે એવો નિશ્ચય કરીને તે મનોવૃત્તિના ધર્મથી સ્વાત્માને ભિન્ન અનુભવે છે. કામ કેધ લેભ માયા ઇત્યાદિ પ્રકૃતિથી અર્થાત્ હવૃત્તિના દાસ બનીને રહેવું એ તેમને ઉચિત લાગતું નથી તેથી અન્તરાત્મજ્ઞાનીઓ હવૃત્તિને જીતવાનો પ્રયત્ન કરે છે. વિકલ્પસંકલ્પરૂપ મનની પેલી પાર રહેલું આત્મસ્વરૂપ અનન્ત આનંદમય છે એ તેઓ શુદ્ધ સમાધિથી નિશ્ચય કરે છે. અન્તરાત્મમનુષ્ય પૂર્વે શરીરમાં અને શરીર બાહ્ય પદાર્થોમાં સુખ શાન્તિ અવલેતા હતા તેને ભ્રમ ત્યજીને તેઓ મનથી પર એવા આત્મામાં સુખશાન્તિ અવલેકે છે અને જ્ઞાનાવરણીયાદિક કર્મોને દૂર કરવા દેવ ગુરુ ધર્મની આરાધનાના હેતુભૂત સદુધર્મ પ્રવૃત્તિને સેવે છે; છતાં બાહ્યથી પ્રારબ્ધને વિશ્વકલ્યાણમયવ્યવહારમાં પણ ભાગ લે છે. અન્તરાત્માએ આત્મા અજીવ પુણ્ય પાપ આસવ સંવર નિર્જરા બંધ અને મોક્ષ એ નવ તત્ત્વનું સાત નથી સમ્યક્ સ્વરૂપ અવધે છે. તેમજ ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય આકાશાસ્તિકાય પુલાસ્તિકાય કાલ અને જીવ દ્રવ્ય એ છ દ્રવ્યને જાણે છે તેથી સ્વાત્માના ગુણેને ખીલવવાને માટે ગૃહસ્થ ધર્માધિકારે અને સાધુધર્માધિકારે સદ્દગુણવર્ધક ધર્મકર્મોને કરે છે. જે આત્માઓ બહિરાભદશા અને અન્તરાત્મદશાને ત્યાગ કરીને પરમાત્મદશાની પ્રાપ્તિ કરીને પરમાત્મા
For Private And Personal Use Only