SearchBrowseAboutContactDonate
Page Preview
Page 699
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Sh Kailassagarsuri Gyanmandir બહિરાત્મદશાથી સાચું સુખ મળતું નથી. ( ૫૯૯ ) પ્રકાશિત થાય છે અને જ્ઞાનાવરણીયાદિકર્મથી મુક્ત થાય છે તેને પરમાત્મા કથવામાં આવે છે. એક જ આત્મા વડિામા પશ્ચાત ૩નતારમાં અને પશ્ચાતુ પરમાત્મા થાય છે. સર્વ જીવોને આત્માઓ કથવામાં આવે છે. જીવ ચેતન આત્માદિ એકાર્યવાચક નામે છે. એકેન્દ્રિય, દ્વીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુરિન્દ્રિય અને પંચેન્દ્રિય છે મિથ્યાત્વ બુદ્ધિના મેગે બહિરાત્માઓ કથાય છે. વહારમાળો માત્ર બુદ્ધિના ચગે મિથ્યાત્વી અજ્ઞાની છે ગણાય છે. પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનકવર્તી બહિરાલ્મી જેવો અજ્ઞાન વિષયવાસનામાં ફસાઈ ગએલા હોય છે. દેવતા મનુષ્ય નારકી અને તિર્યંચ પશુઓ પંખીઓ વગેરે જેઓ મિથ્યાત્વવાસિત બુદ્ધિવાળા હોય છે તેઓને મિથ્યાત્વી જીવ કથવામાં આવે છે અને તેઓ પૈકી જે સભ્યત્વવાસિત બુદ્ધિવાળા છે તેઓને અન્તરાત્માઓ કથવામાં આવે છે. વાિરમાઓ કરતાં અનન્ત ગુણાધિક અન્તરાત્માઓ છે અને અન્તરાત્માઓ કરતાં અનન્તગુણાધિક મારમાઓ છે. સર્વ બહિરાત્માઓમાં બતારમય અને મમત્વ રહ્યું છે. જ્યાંસુધી બહિરાત્મદશા છે ત્યાં સુધી બાહ્યપદાર્થોમાં આત્મત્વ બુદ્ધિ પ્રકટે અને ત્યાં સુધી મનુષ્યો બાહ્ય દેશ રાજ્ય લક્ષ્મી આદિ વસ્તુઓમાં સર્વસ્વસુખકલ્પના ધારણ કરીને તેમાં રાગ-દ્વેષના વેગે વારંવાર લેપાયા કરે છે અને ચતુરશીતિલક્ષનિમાં વારંવાર અવતાર ગ્રહી જન્મ મરણ કર્યા કરે છે. બહિરાભી જી બાહા પદાર્થોના ભંગ માટે અનેક જીવોના પ્રાણ લે છે અને અસત્યાદિ અનેક પ્રકારના પાપકર્મોને કર્યા કરે છે. બાહ્ય દશ્યપદાર્થોમાં સુખબુદ્ધિથી મનુષ્યો ઇન્દ્રિયોને પોષવા તલપાપડ થઈ જાય છે પરંતુ બાહ્ય સુખની આશામાં ને આશામાં વૃદ્ધિ થઈ મૃત્યુ પામે છે છતાં કશું સુખ તેને પ્રાપ્ત થતું નથી. અજ્ઞ મનુષ્ય બાહ્ય પદાર્થો વડે સુખ ભોગવવાની આશાને ત્યાગ કરતા નથી. તેઓ કાલ્પનિક બાહ્ય સુખ ભોગવવા માટે પ્રભુની પ્રાર્થના કરે છે અને અનેક પ્રકારના યંત્ર તંત્ર અને મંત્રની ઉપાસના કરે છે. બહિરમાં આત્મબુદ્ધિ થવાથી મનુષ્ય બાહ્ય વસ્તુઓમાં અહંતા કરી દુઃખની પરંપરાને સ્વમનથી પ્રકટ કરે છે. સંપ્રતિ યુરોપીય મહાયુદ્ધ પ્રવર્તે છે તેનું કારણ અનુભવવામાં આવે છે તે તેમાં બહિરાત્મભાવ દશ્યમાન થાય છે. બહિરાત્મભાવથી મનુષ્ય ભૂમિ અને રાજ્યને વિષે અહંતા મમતા કલ્પી એક બીજાનું પડાવી લેવા મહાયુદ્ધ કરે છે તેમાં કિચિદપિ આશ્ચર્ય નથી. બહિરાત્માઓ અગર વેદાન્તની પરિભાષાએ જીવાત્માઓ બાહ્ય વસ્તુઓમાં સુખની વાસનાથી અનેક પ્રકારનાં પાપ કરે છે, પરંતુ તેઓની સુખની આશાને ખાડે પુરાતો નથી અને ઉલટા દુઃખના મહાસાગરમાં પડી ડુબકીઓ મારે છે. બહિરાત્મી મનુષ્યો જે લક્ષમી વસ્તુતઃ લક્ષ્મી નથી કિન્તુ જડભૌતિક પદાર્થ છે કે જે સુખ શી વસ્તુ છે તેને પણ અવબોધવા સમર્થ થતી નથી તેની પ્રાપ્તિથી સુખ માનીને રાચે છે કૂદે છે, પરંતુ તે પદાર્થોથી ખરી શાન્તિ મળતી નથી એ તેઓને અનુભવ થતો નથી. બહિરાત્મા એવા અજ્ઞાની મનુષ્ય ઈન્દ્રિનાં સુખ ભોગવવા માટે અનેક For Private And Personal use only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy