SearchBrowseAboutContactDonate
Page Preview
Page 698
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫૯૮ ) શ્રી કમગ ગ્રંથ-સવિવેચન. નયરૂપ જ્ઞાનવેદોના પ્રકાશકો સર્વ તીર્થકર સર્વ અવધવા, અને તે સર્વજ્ઞ તીર્થંકરની અપેક્ષાએ વેનું પૌરુષેયત્વ અવધવું અને કેવલજ્ઞાનરૂપ વેદનું અપૌરુષેયત્વ અવધવું. જે જ્ઞાનમુખથી કથાય છે તે શ્રુતજ્ઞાન અમુક તીર્થકરની અપેક્ષાએ પૌરુષેય છે અને કેવલજ્ઞાન છે તે હૃદયમાં શુદ્ધાત્મામાં રહે છે તેથી તે શ્રુતજ્ઞાનથી ભિન્ન હોવાથી અપૌરુષેય છે. સાત નય૩૫ વેદજ્ઞાનથી સર્વ દર્શનની સાપેક્ષ દૃષ્ટિએ આદેયતા છે. તથા સાત યરૂપ વેદોની સાપેક્ષ દષ્ટિએ પરમાત્માને સમ્યગુબેધ થાય છે અને પશ્ચાત્ તેની સદ્દધર્મ કર્મ દ્વારા આરાધના કરી શકાય છે. સાત નયરૂપ વેદને વ્યવહાર અને નિશ્ચય વેદમાં સમાવેશ થાય છે. વ્યવહારનય અને નિશ્ચયનયને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક નયમાં સમાવેશ થાય છે. વેદ અને વેદાન્તના કર્મકાંડને અને જ્ઞાનકાંડને જૈનદર્શનના વ્યવહારનયરૂપ વેદમાં અને નિશ્ચય જયરૂપ વેદાન્તમાં સમાવેશ થાય છે. વેદાન્તપ્રતિપાદિત આત્માની સર્વ દશાઓને બહિરામાં અને અન્તરાત્મામાં સાપેક્ષદષ્ટિથી સમાવેશ થાય છે. જૈનઅધ્યાત્મજ્ઞાનમાં વિશ્વવર્તિ સર્વધર્મને અનેકાન્ત દષ્ટિએ સમાવેશ થાય છે; અએવ જૈનદર્શનકથિત અધ્યાત્મજ્ઞાનની સર્વવ્યાપકતાની અનન્તતાને ખ્યાલ બાલ જીવોને આવી શકે તેમ નથી. અનન્તજ્ઞાનરૂપ અનન્તદર્શનરૂપ અને અનંત ચારિત્ર ૧૫ જેનધર્મમાં અસંખ્ય નવાળા વિધવતિ અસંખ્યધર્મોને અનેકાતપણે સમાવેશ થાય છે, તેથી જૈનદર્શન છે તે જ વેદ અને વેદાન્તરૂપ છે; તે અનાદિકાલથી ભારતવાસી આર્યમુનિ સન્તસાધુઓને પ્રાણ છે અને તેનાથી આર્યદેશની ગુરુતા સર્વત્ર દેશમાં વિખ્યાત છે. આત્માની પરમાત્મતા થવાના અસંખ્યમાર્ગોને જૈનદર્શન પ્રતિપાદન કરીને વિશ્વમાં ઉદાર સત્ય ભાવનાથી સ્વમહત્વ પ્રગટ કરે છે. જૈનદર્શનીય આગમમાં અને જૈનદર્શનીય આર્યનિગમમાં જે જ્ઞાન છે તે અનન્ત છે તેને પૂર્ણ અનુભવ કરવાથી વિશ્વવર્તિ સર્વ ધર્મોને અનુભવ થાય છે અને ધર્મસંબંધે અહંતા મમતા પ્રગટે છે તેને નાશ થાય છેએમ આત્મજ્ઞાની ગુરુગમથી જે જ્ઞાન પ્રાપ્ત કરે છે તેને અવબોધાય છે. સર્વ દર્શનેને જૈનદર્શનમાં સમાવેશ થાય છે, એમ જ્યારે નરેની સાપેક્ષતાથી અવગત થાય છે ત્યારે જૈનદર્શન દ્વારા આત્માની પરમાત્મતા પ્રકટાવવા સધર્મકર્મોને સેવી શકાય છે. અપ ણ THઘા-ઝરમાં જ ઘa vમરમા–આત્માની પરમાત્મતા માટે હદય બાહિર શેધ ચલાવાની કિંચિત્ પણ આવશ્યકતા નથી. જેમ વટ બીજમાં વટવૃક્ષ સમાયેલું છે તેમ આત્મામાં પરમાત્મા સમાયેલું છે તેથી અધ્યાત્મજ્ઞાનવડે તેને હૃદયમાં શેધ જોઈએ. મામાના ત્રણ ભેદ છે. વહારમા સત્તારમાં અને ઘરમારમા આ વિધવર્તિ સર્વ જીવે પ્રથમ વદિતમામ હોય છે. આમાવિના અન્ય શરીર મન, વાણી વગેરેમાં આત્માની બુદ્ધિ ધારણ કરવી તેને ચારમા કથવામાં આવે છે. આત્મામાં જ આત્મબુદ્ધિ ધારણ કરવી તેને ઉતારમાં કથવામાં આવે છે. આત્મામાં રહેલી સર્વ શક્તિથી આત્મા For Private And Personal Use Only
SR No.008605
Book TitleKarmayoga 2
Original Sutra AuthorN/A
AuthorBuddhisagar
PublisherAdhyatma Gyan Prasarak Mandal
Publication Year
Total Pages821
LanguageGujarati
ClassificationBook_Gujarati & Karma
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy