________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમાત્માને સાક્ષાત્કાર ક્યારે થાય ?
( ૫૯૫ ).
પણ અવસ્થા છે. તમારું અસ્તિત્વ પાણીમાંના પરપોટા જેટલું જ ચિરસ્થાયી છે. એટલા માટે અમારી સમજ પ્રમાણે તમે પ્રથમ પિતાના સમાજને ચિરંજીવી બનાવે. કેટલાંક શતકોને કાળદંડ મસ્તક પર ફરતે હોવા છતાં પણ જે આચારવિચારેનું અસ્તિત્વ સૂચિના અગ્રભાગ જેટલું પણ ચળ્યું નથી; એવા આચાર વિચારોને પ્રથમ તમે પિતાના સમાજમાં રૂઢ કરે. તમારી જ્યારે આટલી તૈયારી થઈ જશે, ત્યાર પછી જ આ વિષયમાં તમને અમારી સાથે બે શબ્દો બેલવાને અધિકાર પ્રાપ્ત થશે, પરંતુ ત્યાં સુધી તમારે ઉપદેશ એટલે એક ન્હાના બાળકના તેતડા બબડા શબ્દો જ છે-એમ જ અમે સમજવાના.”
ઉપર્યુક્ત સ્વામી વિવેકાનન્દના વિચારોમાંથી પ્રસ્તુત વિષયોપયોગી સાપેક્ષિત સાર ગ્રહણ કરવાનું છે. અનીતિમય જે જે ક્રિયાઓ અવલકાતી હોય તે તે ક્રિયાઓને તે દૂરથી પરિહરવી જોઈએ. આર્યાવર્તના મનુષ્યના હાડમાંસમાં નિવૃત્તિની ઓતપ્રેતતા થએલી છે. શ્રી મહાવીર પ્રભુએ અને તપશ્ચાત્ જે જે આચાર્યોએ જે ધાર્મિક પ્રવૃત્તિ નિર્દેશી હોય તે અનેક ક્ષેત્રકાલાદિભેદે ભેદવિશિષ્ટ હોય પરંતુ તેઓનાં સત્ય રહસ્યોને અવધી સ્વાધિકાર જે કંઈ કંઈ પણ ધર્મ પ્રવૃત્તિ કરતા હોય અને તેથી તેનું જીવન ઉચ્ચ થતું હોય એમ તેને ભાસતું હોય તે તેને તેમાં વિદનો કરવાં નહીં. શ્રી વિરપ્રભુએ દર્શનતત્વ અને જ્ઞાનતત્વને જે ઉપદેશ આપે છે તે તે અનાદિ કાલથી પ્રવર્યા કરે છે. તત્વજ્ઞાનરૂપ જૈન આર્ય વેદે જ્ઞાન તરીકે અનાદિઅનંત છે તેને તીર્થકરે પ્રકાશ કરે છે તેથી પ્રત્યેક તીર્થંકરની અપેક્ષાએ તત્ત્વજ્ઞાનનું સ્વરુપ સાદિસત છે. ચારિત્ર માર્ગ પણ અનાદિઅનન્ત છે પરંતુ તેમાં દ્રવ્યક્ષેત્રકાલભાવથી પરિવર્તન થયા કરે છે. તત્વજ્ઞાન માર્ગરૂપ અગમરૂપ વેદ અનાદિકાલથી છે અને તેના પ્રકાશક તીર્થંકર સર્વજ્ઞ પરમાત્માની અપેક્ષાએ તે સાદિ કશ્યા છે. આગનો જ્ઞાનમાર્ગ તો સર્વ તીર્થકરોના વખતમાં એક સરખે હોય છે. ચારિત્ર માર્ગમાં-ધર્મક્રિયા માર્ગમાં દરેક જમાનાના મનુષ્યની પરિસ્થિતિ આયુષ્ય બળબુદ્ધિ સગવડતા આદિથી ફેરફાર થયા કરે છે. આત્મજ્ઞાની મહાત્માઓ ધર્મક્રિયાના ધર્મપ્રવૃત્તિના મૂળ ઉદ્દેશને નાશ ન થાય એવી રીતે તેમાં સંસ્કૃતિ-પરિવર્તન કરીને ધર્મક્રિયાઓની અસ્તિતાને અને ધર્મક્રિયાઓને મનુષ્યસમાજના હૃદયમાં અને મનવાણીમાં ઉતારી દે છે. ધર્મશાસ્ત્રોના ઇતિહાસનું સૂક્ષ્મદ્રષ્ટિથી આત્મજ્ઞાનીઓ અવલોકન કરે છે એટલે પશ્ચાત્ તેઓ નિર્મોહપણે ક્રિયામાં મુંઝાયા વિના ચિત કર્મને કરે છે. અધ્યાત્મજ્ઞાનીએ શુદ્ધવ્યવહારધર્મક્રિયાને કરે છે અને હૃદયની શુદ્ધતાપૂર્વક આત્મામાં પરમાત્માને સાક્ષાત્કાર કરે છે. તેમના હૃદયમાં સર્વ ને પ્રકાશ થાય છે, સર્વજ્ઞ વીતરાગકથિત પ્રવચનના પ્રત્યેક સિદ્ધાંતનું રહસ્ય તેઓ સમ્યગ અવધી શકે છે તેથી તેઓ આત્મશક્તિનો વિકાસ થાય એવી સર્વજ્ઞ વચન અવિરોધી ધર્મ પ્રવૃત્તિને સેવે છે અને અન્યજન પાસે સેવરાવે છે.
For Private And Personal Use Only