________________
Shri Mahavir Jain Aradhana Kendra
( ૧૬ )
www.kothatirth.org
શ્રી *માગ ચ–સવિવેચન.
અવતરણુ—ધર્મક્રિયાભેદોમાં નહિ મુંઝાતાં આત્મજ્ઞાની ધર્મક્રિયા સેવે છે એમ પ્રાધ્યા પશ્ચાત્ ધાર્મિક સર્વ ક્રિયાની ઇતિકૃત ન્યતા પરમાત્મપદની પ્રાપ્તિમાં સમાય છે એવા ઉદ્દેશપૂર્વક ધર્મક્રિયાપ્રવૃત્તિને દર્શાવવામાં આવે છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ફ્લેશ
आत्मा परात्मतां याति यैयैः सद्धर्मकर्माभिः । कर्तव्यानि जनैस्तानि निश्चयव्यवहारतः ॥ १०५ ॥
શબ્દા—જે જે સદ્ધર્મ ક્રમેવિડે આત્મા પરમાત્માને પામે તે તે કર્માંને મનુષ્યાએ નિશ્ચય અને વ્યવહારથી કરવાં જોઇએ.
વિવેચન—સમસ્ત વિશ્વવર્તિ મનુષ્ય સ્વાત્માને પરમાત્મપદ મળે એ જ મુખ્ય ઈચ્છા ધારશુ કરે છે. પ્રભુની પાસે જવું. પરમ બ્રહ્મ થવું. સિદ્ધ થવું. વિષ્ણુ ધામમાં જવું. ખુદાને પામવા. ગેાલાકમાં જવું. નિર્વાણુ પદ્મ પામવું- એવાં અનેક પદો પામવાના સારએ છે કે—આત્મા પાતે પરમાત્મા દશાને પામી અનન્ત સુખમય બને કે જેથી જન્મ જરા મૃત્યુનાં દુ:ખ ટળી જાય. આત્માની પરમાત્મદશા કરવી એ જ આર્ટના મુખ્ય સિદ્ધાંત છે. સવ કર્મ બંધનાથી વિમુક્ત થતાં આત્મા સ્વયં પરમાત્મપદને પામે છે. ન ધર્મચો મોક્ષઃ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વેદનીય માહનીય આયુષ્ય નામ ગાત્ર અને અન્તરાય એ અષ્ટકના સમૂલ નાશ થતાં આત્મા સ્વયં પરમાત્મા થાય છે. રજોગુણુ અને તમેગુણુના માહનીય કર્મોમાં સમાવેશ થાય છે. ક્રિયમાણુ સંચિત અને પ્રારબ્ધ એ ત્રણ કર્મના બંધ ઉદય ઉદીરણા અને સત્તામાં સમાવેશ થાય છે. જ્ઞાનાવરણીયાદિ અષ્ટકમ ના અધ સત્તા ઉદ્ભીરણા અને ઉદય એ ચાર ભેદ પડે છે. સચિત કર્મોંમા સત્તામાં સમાવેશ કથંચિત્ થાય છે. ક્રિયમાણુના બંધ હેતુઓમાં કથંચિત્ સમાવેશ થાય છે. પ્રારબ્ધના ઉદયમાં ભાગાવલી કમાં સમાવેશ થાય છે. જૈનામાં અહિરાત્માનું જે લક્ષણ છે તેને વેદાન્તીજીવનું લક્ષણ કથંચિત્ મળતુ આવે છે. પરમાત્મામાં પરમ બ્રહ્મના સમાવેશ થાય છે. વેદાંતકથિત વિવેકને કથંચિત્ સમ્યકત્ત્વદર્શનના હેતુઓમાં સમાવેશ થાય છે. ઉપિનષદોમાં પ્રતિપ્રાદિત અધ્યાત્મ જ્ઞાનના સાપેક્ષ દૃષ્ટિએ જૈનાગમપ્રતિપાદ્વિત અધ્યાત્મજ્ઞાનમાં સમાવેશ થાય છે. વૈરાગ્ય જ્ઞાન ભક્તિ અને ઉપાસના માર્ગના કથ་ચિત્ જ્ઞાન દર્શન ચારિત્રમાં સમાવેશ થાય છે. વેદાંતપ્રતિપાદિત સદાચારને ચારિત્રમા માં સમાવેશ થાય છે. વેદાન્ત પ્રતિપાદિત કેવલાદ્વૈતભાવનાને આત્માના શુદ્ધ સ્વરૂપમાં સમાવેશ થાય છે. વિશિષ્ટાદ્વૈતના આત્મા અને પુગલ એ એ દ્રવ્યમાં સમાવેશ થાય છે. દ્વૈતાદ્વૈત સિદ્ધાંતના
For Private And Personal Use Only