________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૫૯૪)
શ્રી કર્મઘોગ ગ્રંથ-સવિવેચન.
~~~
~~~
એવી જ અવસ્થા થઈ જવાની, એમાં તિલમાત્ર પણ સંશય નથી. જે ક્ષણે કલહનું બીજ આપણા હદયક્ષેત્રમાં પિષાવા માંડે છે તે ક્ષણે જ આપણે પરમેશ્વરના નિવાસસ્થાનના માર્ગને ત્યાગીને પશુ થવાના માર્ગમાં સંચાર કરીએ છીએ-એ સિદ્ધાંતને નિત્ય દઢતાથી ધ્યાનમાં રાખવાની અત્યંત આવશ્યકતા છે.
આપણુ ધર્મનું સામાન્ય સ્વરૂપ આવા પ્રકારનું છે. આપણે ધર્મ સર્વને સમાન પ્રેમથી જ પોતાના બાહુમાં ધારણ કરે છે, તે કેઈને પણ તિરસ્કાર કરતા નથી. આપણે હિંદુઓને ધર્મ એટલે અનેક જાતિઓને અને અનેક કર્મોને એક ગુંચવાડો છે એમ ઘણુકેને ભાસે છે; પરંતુ જાતિભેદ અને હિંદુ ધર્મને પરસ્પર અવિભાજ્ય સંબંધ છેએમ છે જ નહિ. અત્યારે એવો જે સંબંધ દેખાય છે તે કેવળ શ્યાભાસ જ છે. એક રાષ્ટ્ર તરીકે સજીવન રહેવાના કાર્યમાં એ સંસ્થા આપણને ઘણી જ ઉપયોગી થઈ પડી છે. હવે આત્મસંરક્ષણ માટે કઈ પણ ઉપાયની આવશ્યકતા રહી નથી.” એવો સમય જે આવી લાગશે, તો તે વેળાએ એ સંસ્થાઓ પણ પિતાની મેળે જ નામશેષ થઈ જશે. આપણા આર્યાવર્તમાં એવી અનેક પ્રકારની રૂઢિઓ કાળ સાથે ઝંઝી ઝંઝીને આજ સુધી જીવતી રહેલી છે; અને તેમનામાંને મારો પ્રેમ મારા વય સાથે વૃદ્ધિગત થતું જાય છેએક સમયમાં મને પિતાને પણ એમજ ભાસતું હતું કે એવી અનેક રૂઢિઓ છે કે જેમને નિરુપયોગી અને ત્યાજ્ય કહી શકાય; પણ જેમ જેમ મારા વયની વૃદ્ધિ થતી ગઈ, તેમ તેમ મારો એ અભિપ્રાય પણ ડગમગત ગયો ! એનું પરિણામ એ થયું કે, એ રૂઢિને હવે અંતઃકરણપૂર્વક શાપ આપવાની મારી ઈરછા નથી, અહો! કેટલાંક શતકનો અનુભવ એ રુઢિઓના ઉદરમાં ગર્ભસ્થ છે. એના વિચારની આવશ્યકતા નથી કે શું? ગઈ કાલે જ જમેલો કઈ બાળક જો મને આવીને એમ કહેવા માંડે કે;-“તમે અમુક પદ્ધતિથી વત્ત એ વધારે સારું છે” અને હું જે તેના બેલવા પ્રમાણે ચાલવા માંડું, તે પછી કેવળ મૂર્ખતા વિના મારા ભાગમાં બીજું શું આવવાનું હતું વારૂ? બાહ્ય અનેક દેશોમાંથી જે પ્રકારના ઉપદેશને અનુગ્રહ આપણુ પર કરવામાં આવે છે–તે ઉપદેશ વાસ્તવિકતાથી જોતાં ઉપર્યુક્ત બાળકના ઉપદેશની ચોગ્યતાને જ છે. એ લબ્ધપ્રતિષ્ઠિત પંડિતેને આપણે માત્ર એટલું જ કહેવું છે કે,
પંડિત મહારાજ! આપના પિતાના પગો હજી આકાશાન્તરે લટકે છે, તેમને ભૂમિને સ્પર્શ થવા દે; એટલે પછી અમે તમારા ઉપદેશને વિચાર કરીશું. તમે આજે એક પદ્ધતિને ઉત્તમ તરીકે વ્યક્ત કરે છે, પણ પૂરા બે દિવસ પણ તમે તે પદ્ધતિને વળગી રહેતા નથી. તે પદ્ધતિ વિશે તમારા પિતામાં જ મારામારીઓ થાય છે અને છેવટે તમે પાછા પિતાના મૂળ પદ પર આવીને કાયમ થઈ જાઓ છો. જેવી રીતે કેટલીક જાતિના કીટકે આ ક્ષણે જન્મ પામે છે અને અન્ય ક્ષણે મરણ શરણ થઈ જાય છે, તે જ પ્રમાણે તમારા સમાજની
For Private And Personal Use Only